ધોરણ 10 ગુજરાતીમાં પ્રકરણ – 21 ચાંદલિયો (std 10 gujarati ch21) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.
પ્રકરણ – 21 ચાંદલિયો
કવિનુ નામ :- ——-
કાવ્યનો પ્રકાર :- લોકગીત
નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.
1.નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
std 10 gujarati ch21
1. કાવ્યનાયિકાએ દિયર અને દેરાણી માટે ચંપાનો છોડ અને ચંપાની પાંદડીનાં રૂપક વાપર્યાં છે. આ રૂપકો……
(A) દિયર દેરાણી માટે કાવ્યનાયિકાનો પ્રેમ દર્શાવે છે.
(B) દિયર દેરાણીની પ્રશંસા દર્શાવે છે.
(C) દિય૨ દેરાણી માટે કાવ્યનાયિકાની ઈર્ષ્યા બતાવે છે.
ઉત્તર :- (A) દિયર દેરાણી માટે કાવ્યનાયિકાનો પ્રેમ દર્શાવે છે.
2. સગી નણંદના વીર સાથે કાવ્યનાયિકાનો કયો સંબંધ છે?
(A) નણદોઈ
(B) પિતા
(C) સસરા
(D) પતિ
ઉત્તર :- (D) પતિ
3. આ લોકગીતમાં ચાંપલિયાની પાંદડી કોને કહી છે?
(A) સખી
(B) સસરા
(C) દેરાણી
(D) નણંદ
ઉત્તર :- (C) દેરાણી
2. નીચે આપેલ પ્રશ્નોના એક-બે વાક્યમાં ઉત્તર આપો.
std 10 gujarati ch21
1.નણદોઈ વિશે આ લોકગીતમાં શું કહેવાયું છે ?
ઉત્તર :- વાડીનો મોરલો
2.સાસુ અને સસરા માટે કાવ્યનાયિકા પોતાનો પ્રેમભાવ કેવી રીતે વ્યક્ત કરે છે ?
ઉત્તર :- પૂર્વજન્મના માતાપિતા કહીને
3. નીચે આપેલ પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર આપો.
std 10 gujarati ch21
1.આ લોકગીતને આધારે રાત્રિનું વર્ણન કરો.
ઉત્તર :- શરદપૂનમની રાત છે. સોળે કળાએ ખીલેલો ચંદ્ર કાવ્યનાયિકાના ચોકમાં જાણે ઊગ્યો હોય તેમ વાતાવરણ શીતળ, મધુર અને રમ્ય છે. આ રાત્રિએ જ સ્ત્રી-પુરુષો ગરબે રમે છે. ચંદ્રની ચાંદનીમાં શીતળ થયેલા દૂધપૌંઆનો સૌ આસ્વાદ માણે છે.
2.કાવ્યનાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે ?
ઉત્તર :- કાવ્યનાયિકા સખીને ‘પોતાનો પતિ’ એમ નહિ, પણ ‘પરણ્યો મારો’ એમ કહે છે. એમાં પતિ પ્રત્યેનાં મમત્વ, પ્રેમ, અધિકાર તેમજ ગૌરવ પ્રગટ થાય છે. ‘ પરણ્યો મારો સગી નણંદનો વીર જો.’ આ શબ્દોમાં તેણે નણંદ પ્રત્યેનો આદર જાળવ્યો છે, તેનું ગૌરવ કર્યું છે. આમ, આ શબ્દોમાં તેણે ભાઈ-બહેનના મધુર સંબંધની પ્રશંસા કરી છે.
4.નીચે આપેલ પ્રશ્નનો સવિસ્તર ઉત્તર આપો.
std 10 gujarati ch21
1. સ્વજનો માટેનો કાવ્યનાયિકાનો ભાવ કાવ્યને આધારે વર્ણવો.
ઉત્તર :- શરદપૂનમની રાતે ગરબે રમતી કાવ્યનાયિકાના હૈયામાં તેનાં સ્વજનો પ્રત્યે લાગણીનું પૂર ઊમટ્યું છે. મધુર કંઠે ‘ચાંદલિયો’ લોકગીત ગાતી કાવ્યનાયિકાએ એક-એક શબ્દમાં સ્વજનો પ્રત્યેની લાગણીને વાચા આપી છે. સાસુસસરા એનાં પૂર્વજન્મનાં માતાપિતા છે. એનો જેઠ ચંપાના છોડ જેવો છે, તો જેઠાણી ચંપાના વૃક્ષની કૂણી પાંદડી જેવી કોમળ છે. નણંદ એની વાડીની વેલ છે અને નણદોઈ એની વાડીનો મોર છે. કાવ્યનાયિકાએ એક-એક સ્વજનની ખૂબ સુંદરતુલના કરી છે.
અંતમાં ‘પોતાનો પતિ’ એમ કહેવાને બદલે ‘પરણ્યો મારો સગી નણંદનો વી૨’ જેવા શબ્દો પ્રયોજ્યા છે. મારો પતિ તો ખરો, પણ એની પહેલાં એ એની બહેનનો વીર છે. આમ કહીને કાવ્યનાયિકાએ ભાઈ-બહેનના મધુર સંબંધની મીઠાશને મહત્ત્વની ગણી છે. અંતમાં તેના હૈયામાં તાણીને બાંધેલી નવરંગી પાઘડીમાં શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિને પામ્યાનો આનંદ છે. આમ, શરદપૂનમની રાતે ચોકમાં ચાંદલિયો ઊગ્યો અને સુખદ વાતાવરણ સર્જાયું તેનું મધુર વર્ણન કાવ્યનાયિકાએ તેની સખી પાસે કર્યું છે. આ લોકગીતમાં કાવ્યનાયિકા તેની સાસરીમાં સુખી છે તેનો અણસાર પણ આપી દીધો છે. કૌટુંબિક જીવનના મધુર સંબંધોનું આ ભાવચિત્ર અત્યંત સુંદર છે.
5.નીચેનો અર્થ બનાવતી પંક્તિઓ લોકગીતમાંથી શોધીને લખો.
std 10 gujarati ch21
1. (પતિ) નવ રંગોવાળી પાઘડી પહેરે છે.
ઉત્તર :- તાણીને બાંધે રે નવરંગ પાઘડી.
2. મારી નણંદ વાડીમાંની વેલી જેવી છે.
ઉત્તર :- નણંદ મારી વાડી માયલી વેલ્ય જો.
3. આસો મહિનાની પૂર્ણિમાની રાત્રિ છે.
ઉત્તર :- આસો માસો શરદપૂનમની રાત જો.
◊વ્યાકરણ વિભાગ◊
♦સમાનાર્થી શબ્દ♦
ચોક – ચોગાન
જેઠ – પતિનો મોટો ભાઈ
નણંદ – પતિની બહેન
વીર – ભાઈ
ચાંદલિયો – ચંદ્ર
જલમ – જનમ
ચાંપલિયો – ચંપાનો છોડ;
આ ઉપરાંત નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.
Gujarati Nibandhmala
ધો.9 થી 12 ની પરીક્ષાઓમાં આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) કરવાનો હોય છે.જેના 4 કે 5 ગુણ હોય છે.આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) ભાગ – ૧ , ૨ માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૧
આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૨
ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1
Deyar champa na chhod jevo che
Jeth nthi……khotu lakhyu che tme