std 10 gujarati ch22

std 10 gujarati ch22

ધોરણ 10 ગુજરાતીમાં પ્રકરણ – 22 હિમાલયમાં એક સાહસ (std 10 gujarati ch22) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 22 હિમાલયમાં એક સાહસ

લેખકનુ નામ :- જવાહરલાલ નેહરુ

સાહિત્યપ્રકાર :- પ્રવાસ નિબંધ

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1.નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

std 10 gujarati ch22

(1) સાંકડી અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખકનો _______

(A) કાયમી અનુભવ હતો.

(C) ઓછો અનુભવ હતો.

(C) પ્રથમ અનુભવ હતો.

(D) છેલ્લો અનુભવ હતો.

ઉત્તર :- (C) પ્રથમ અનુભવ હતો

(2) હિમનદી ઓળંગવાનાં સાધનોના અભાવને કારણે ________

(A) પાછા ફર્યા

(B) આગળવધ્યા

(C) રોકાઈ ગયા

(D) સફળ થયા

ઉત્તર :- (A) પાછા ફર્યા

2.નીચેના પ્રશ્નોનો એક-બે વાક્યમાં ઉત્તર લખો.

std 10 gujarati ch22

(1) પ્રવાસમાં લેખકની કયા સ્થળે જવાની ઇચ્છા હતી ?

ઉત્તર :- માનવસરોવર

2. પ્રવાસમાં લેખકની સાથે કોણ હતું ?  

ઉત્તર :- પિતરાઈ ભાઈ, મજૂરો, દીકરી

3. ખોભણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા ?

ઉત્તર :- ખોભણમાં લેખકનો પગ લપસ્યો; પરંતુ સૌ એકબીજા દોરડાની સાંકળથી સંકળાયેલા હતા. આથી આ દોરડાએ તેમને પકડી રાખ્યા. પોતે ખોભણની એક બાજુને વળગી રહ્યા એટલે સૌએ મળીને એમને ખેંચી કાઢ્યા. આ રીતે તેઓ બચી ગયા.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર પાંચ-સાત વાક્યમાં લખો

std 10 gujarati ch22

(1) પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો.

ઉત્તર :- જવાહરલાલ નેહરુએ હિમાલયની યાત્રા કરવાનું સાહસ ખેડયું. તેમણે પોતાની સાથે તેમના એક પિતરાઈ ભાઈ, એક નાનકડી ટુકડી, ભાર ઊંચકવા માટે મજૂરો તથા એક ભોમિયો સાથે લીધાં. અફાટ હિમસમૂહથી ઢંકાયેલો એક જબરદસ્ત પહાડ ઓળંગવા માટે સૌપ્રથમ દોરડાની સાંકળ બનાવી, પછી આ દોરડાની સાંકળ સાથે સૌ એકબીજા સાથે સંકળાઈને અનેક હિમનદીઓ ઓળંગીને ઉપર ચડતા ગયા, પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી. મજૂરો પાસે બહુ ભાર નહોતો છતાં તેમને ઊલટીઓ થવા લાગી. હિમ પડવાથી હિમનદીઓ લપસણી થઈ જાય. સૌ થાકીને લોથ થઈ ગયા હતા, તોપણ હિંમત કરીને આગળ વધતા ગયા. બાર કલાકના સતત ચડાણના  અંતે નજર સામે એક વિશાળ હિમસરોવર દેખાયું. હિમાચ્છાદિત  શિખરોથી વીંટળાયેલું એ ભવ્ય દૃશ્ય દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું. હવે પેલે પાર આવેલી ગુફાઓ સુધી પહોંચવાનું હતું. એને માટે હિમસરોવર ઓળંગવું પડે; પરંતુ રસ્તામાં અનેક જગ્યાએ હિમનદીઓમાં મોટી ખોભણો આવતી. તાજું હિમ પડવાથી ખોભણ ન દેખાતાં લેખક છેતરાયા અને પગ મૂક્યો ત્યાં તો બરફ ધસી પડ્યો. તેઓ ભયાનક અને પહોળી ખોભણમાં લપસ્યા. તેઓ ખોભણની એક તરફ વળગીને ઊભા રહ્યા અને દોરડાએ તેમને પકડી રાખ્યા, પછી સૌએ સાથે મળીને એમને ખેંચી લીધા.

(2) લેખકે વર્ણવેલું હિમાલયનું સૌંદર્ય તમારા શબ્દોમાં લખો.

ઉત્તર :- ઝોજીલા ઘાટ તરફની સાંકડી ખીણમાં આગળ ને આગળ ચાલો તો બંને બાજુ પહાડો ઊભા હતા. તેમનાં શિખરો ઉપર હિમનો મુકુટ ચળકી રહ્યો હતો. હિમના નાના નાના પ્રપાતો લેખક તથા એમની ટુકડીનું સ્વાગત કરવા જાણે અતિ મંદ ગતિએ ઊતરી રહ્યા હતા. પવન ઠંડો અને આકરો હતો, પણ દિવસે સૂરજનો મધુર તડકો માણવા મળે અને હવા નિર્મળ હતી. આગળ જાઓ તો હિમાલયની આસપાસનાં વૃક્ષો અને વનસ્પતિ અદૃશ્ય થઈ જાય, પછી માત્ર ખડક, હિમ અને બરફ, ક્યાંક ક્યાંક પુષ્પો દેખાય. આ જંગલી અને વેરાન પ્રકૃતિમંદિરો જોઈને સંતોષ થાય. સતત ચડાણ ચઢો તો નજર સામે એક વિશાળ હિમસરોવર દેખાય. હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું આ ભવ્ય દશ્ય દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું.

(3) પ્રવાસ અધૂરો મૂકીને આવવું પડ્યું તે તમને યોગ્ય લાગ્યું કે નહિ તે કારણો સાથે જણાવો.

ઉત્તર : પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવું પડ્યું તે મને યોગ્ય જ લાગ્યું; કારણ કે રસ્તામાં ઠેકઠેકાણે ખોભણોની સંખ્યા અને તેની વિશાળતા વધતી જતી હતી. એને ઓળંગવામાં જોખમ હતું. તેમની પાસે પૂરતી સાધનસામગ્રી નહોતી. વારંવાર હિમ પડવાને લીધે હિમનદીઓમાં ખોભણ દેખાતી નહિ. આથી પગ લપસવાની પૂરી શક્યતા હતી. એટલે આવું ખોટું સાહસ કરવા જતાં પ્રાણ જાય એના કરતાં પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવામાં જ સૌનું ભલું હતું.


◊વ્યાકરણ વિભાગ◊

♦સમાનાર્થી શબ્દ♦

નિર્જન – માણસ વિનાનું સૂનું

નકરો – ફક્ત, માત્ર

કૂચ કરવી – ચાલવું, આગળ વધવું

શિખર – પર્વતનો ટોચનો ભાગ

હિમ – અતિશય ઠંડી, બરફ

મુકુટ – માથે પહેરવાનું સાધન

પ્રપાત – ધોધ

વેરાન – ઉજ્જડ

આહ્લાદ – હર્ષ, આનંદ

અફાટ – ખૂબ વિશાળ

ખોભણ – ખો, ગુફા, (અહીં)ખાડો

યુવાવસ્થા – યુવાનીની અવસ્થા

લાલસા – ઇચ્છા

ગિરિવર પર્વતોમાં શ્રેષ્ઠ – હિમાલય

♦વિરુદ્ધાર્થી શબ્દો♦

નિર્મળ x મલિન

વિશાળ × સંકુચિત

ભવ્ય × સામાન્ય

પ્રસન્ન × ઉદાસ

દૃશ્ય x અદૃશ્ય

સુરક્ષિત x અસુરક્ષિત

♦શબ્દસમૂહ માટે એક શબ્દ♦

શરીરે મોટું પણ અક્કલમાં ઓછું – જડસુ

હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી – હિમનદી

રસ્તાનો જાણકા૨ – ભોમિયો

કુદરતનું સુંદરધામ – પ્રકૃતિમંદિર

બરફથી ઢંકાયેલું – હિમાચ્છાદિત

વહેતા પાણીમાં થતું કૂંડાળું – વમળ

જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન – ગમ્ય સ્થાન

રાજકારણને લગતું કાર્ય – રાજકાજ

અડધી ઉંમરે પહોંચેલું – આધેડ

♦રૂઢિપ્રયોગ♦

થાકીને લોથ થઈ જવું  – અતિશય થાકી જવું

કંઠે પ્રાણ આવવા – ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું

હાંજા ગગડી જવાં – ખૂબ ગભરાઈ જવું

ઘોડા ઘડવા – આયોજન કરવું, વિચારવું


આ ઉપરાંત  નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ધો.9 થી 12 ની પરીક્ષાઓમાં આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) કરવાનો હોય છે.જેના 4 કે 5 ગુણ હોય છે.આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) ભાગ – ૧ , ૨ માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૧

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૨

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

Plz share this post

Leave a Reply