std 10 science ch 14 ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ – 14 ઊર્જાના સ્ત્રોતો

std 10 science ch 14

ધો.10 વિજ્ઞાન નવનીત PDF (ગાઇડ) પ્ર – 14 ઊર્જાના સ્ત્રોતો (std 10 science ch 14) પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં.243] std 10 science ch 14

પ્રશ્ન 1. ઊર્જાનો ઉત્તમ સ્રોત કોને કહે છે?

ઉત્તર :- નીચેની લાક્ષણિકતાઓ ધરાવતા સ્ત્રોતને ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત કહે છે. → તે એકમ કદ અથવા દ્રવ્યામાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે. → તે સરળતાથી ઉપલબ્ધ હોય. → તે સંગ્રહ તથા પરિવહનમાં સરળ હોય. →તે સસ્તો હોય.

પ્રશ્ન 2. ઉત્તમ બળતણ કોને કહે છે?

ઉત્તર :- જે બળતણ →ધુમાડો કે રાખ ઉત્પન્ન કર્યા વગર સંપૂર્ણ દહન પામે, → ઓછી માત્રામાં દહન દરમિયાન વધારે માત્રામાં ઉષ્મા ઉત્પન્ન કરે, → સરળતાથી પ્રાપ્ત અને સસ્તું હોય, → તે પ્રદૂષણ ન કરતું હોય તેમજ કોઈ અવશેષ બાકી ન રાખે, તેને ઉત્તમ બળતણ કહે છે.

પ્રશ્ન 3. જો તમે તમારા ભોજનને ગરમ કરવા માટે કોઈ પણ ઊર્જાસ્રોતનો ઉપયોગ કરી શકો છો, તો તમે કોનો ઉપયોગ કરશો અને કેમ?

ઉત્તર :- જો ગામડામાં રહેતા હોઈએ, તો ભોજનને ગરમ કર માટે ગોબરગૅસનો ઉપયોગ કરીશું, કારણ કે તે સરળતાથી પ્રાપ્ત, સસ્તું અને વધુ ઉષ્માક્ષમતા ધરાવતું બળતણ છે. જો શહેરમાં રહેતા હોઈએ, તો ભોજન ગરમ કરવા માટે LPG અથવા ઓવન કે માઇક્રોવેવનો ઉપયોગ કરીશું, કારણ કે LPG પ્રદૂષ રહિત છે. ઓવન કે માઇક્રોવેવ વધારે પસંદગીપાત્ર છે, કારણ કે તેમા ભોજન ગરમ કરતી વખતે ખોરાકની પોષણક્ષમતા જળવાઈ રહે છે.

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં.248] std 10 science ch 14

પ્રશ્ન 1. અશ્મી બળતણના ગેરલાભ શું છે.?

ઉત્તર :- (1) અશ્મીભૂત બળતણ બનતા કરોડો વર્ષો લાગે છે અને હવે તેનો મર્યાદિત ભાગ જ બાકી રહ્યો છે. (2) અશ્મીભૂત બળતણ પુનઃ અપ્રાપ્ય ઊર્જાસ્રોત છે. (૩) કોલસા અને પેટ્રોલિયમના દહનથી વાયુ – પ્રદૂષણ થાય છે. અશ્મીભૂત બળતણના દહનથી મુક્ત થતા કાર્બન, નાઇટ્રોજન તથા સલ્ફરના ઑક્સાઇડ ઍસિડિક હોય છે. આ ઍસિડિક ઑક્સાઇડ એસિડ વર્ષાનું કારણ બને છે. (4) અશ્મીભૂત બળતણના દહનથી સર્જાતા કાર્બન ડાયૉક્સાઇડના વધતા જતાં પ્રમાણથી ગ્રીનહાઉસ અસર સર્જાય છે.

પ્રશ્ન 2. શા માટે આપણે ઊર્જાના વૈકલ્પિક સ્રોત તરફ નજર દોડાવીએ છીએ?

ઉત્તર :- આપણે ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોત તરફ નજર દોડાવીએ છીએ, કારણ કે ઊર્જાની વધતી જતી માંગ મુખ્યત્વે અશ્મીભૂત બળતણથી પૂરી કરવામાં આવે છે. આપણી તકનિકો મુખ્યત્વે કોલસા અને પેટ્રોલિયમ જેવા બળતણના ઉપયોગ માટે વિકસાવેલી છે, પરંતુ અશ્મીભૂત બળતણ પુનઃ અપ્રાપ્ય સ્રોત છે. તેનો ભંડાર મર્યાદિત છે તેમજ તેના નિર્માણમાં લાખો વર્ષોનો સમય થાય છે. અત્યારના ચિંતાજનક દરે જો તેનો ઉપયોગ થતો રહેશે તો નજીકના ભવિષ્યમાં આ બળતણ સમાપ્ત થઈ જશે. આ પરિસ્થિતિ ટાળવા માટે આપણે વૈકલ્પિક સ્રોત તરફ નજર દોડવીએ છીએ.

પ્રશ્ન 3. પવન અને પાણી – ઊર્જાના પરંપરાગત ઉપયોગને આપણી સગવડતા માટે કેવા ફેરફાર કરાયા છે?

ઉત્તર :- પવન – ઊર્જાના પરંપરાગત ઉપયોગને પવનચક્કી અને પવન – ઊર્જા ફાર્મ સ્થાપી વિદ્યુત – ઉત્પાદન માટે સુધારવામાં આવ્યા છે. પાણી – ઊર્જાના પરંપરાગત ઉપયોગને બંધ બાંધી, તેમાંથી નીચે પડતા પાણીની સ્થિતિ – ઊર્જાનું વિદ્યુત – ઊર્જામાં રૂપાંતર કરવા સુધારવામાં આવ્યા છે.

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં.253] std 10 science ch 14

પ્રશ્ન 1. સૌરકૂકર માટે કયો અરીસો અંતર્ગોળ, બહિર્ગોળ કે સમતલ સૌથી વધારે યોગ્ય છે?

ઉત્તર : સૌરકૂકર માટે અંતર્ગોળ (Concave) અરીસો સૌથી વધારે યોગ્ય છે, કારણ કે તે મોટા પ્રમાણમાં સૂર્યકિરણોને સૌરકૂકરમાં એકત્રિત કરે છે.

પ્રશ્ન 2. મહાસાગરમાંથી પ્રાપ્ત થતી ઊર્જાની કઈ મર્યાદાઓ છે?

ઉત્તર :- મહાસાગરમાંથી પ્રાપ્ત થતી ઊર્જાની મર્યાદાઓ નીચે મુજબ છે. (1) ભરતી ઊર્જા માટે બંધ બનાવી શકાય તેવાં સ્થળો ખૂબ જ મર્યાદિત છે. (2) સમુદ્રતટ જ્યાં તીવ્ર પવનો ફૂંકાતા હોય ત્યાં જ તરંગ ઊર્જા મેળવી શકાય છે. (૩) કાર્યક્ષમ વ્યાવસાયિક રીતે સમુદ્રતાપીય ઊર્જાનો ઉપયોગ કે શોષણ મુશ્કેલ છે.

પ્રશ્ન 3. ભૂતાપીય ઊર્જા એટલે શું?

ઉત્તર :- ભૂમિમાં ગરમ બિંદુઓના વિસ્તારમાં એકત્રિત બાષ્પ સ્વરૂપી ઊર્જાને ભૂતાપીય ઊર્જા કહે છે.

પ્રશ્ન 4. ન્યુક્લિયર ઊર્જાના ફાયદાઓ કયા છે?

ઉત્તર :- ન્યુક્લિયર ઊર્જાના ફાયદાઓ નીચે મુજબ છે. (1) અન્ય પરંપરાગત સ્રોતની સાપેક્ષે ઘણી વધારે ન્યુક્લિયર ઊર્જા ઉત્પન્ન કરી શકાય છે. ઉદા., યુરેનિયમના એક પરમાણુના વિખંડન દરમિયાન મુક્ત થતી ઊર્જા, કોલસામાં એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઊર્જા કરતાં 10 મિલિયન ગણી વધુ હોય છે. (2) જળવિદ્યુત પ્લાન્ટ કે થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા ઊર્જા મેળવવા માટે જરૂરી જગ્યા કરતાં ન્યુક્લિયર ઊર્જાની પ્રાપ્તિ માટે ઓછી જગ્યા જોઈએ છે.

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં 253] std 10 science ch 14

પ્રશ્ન 1. શું કોઈ ઊર્જાસ્રોત પ્રદૂષણમુક્ત છે? કેમ અથવા કેમ નહિ?

ઉત્તર : સૂર્ય, પવન, ભૂતાપીય ઊર્જાસ્રોત પ્રદૂષણમુક્ત ગણવામાં આવે છે, પરંતુ જ્યારે સ્રોતમાંથી ઊર્જા પ્રાપ્ત કરવા કે ઉપયોગ કરવામાં આવે ત્યારે તે માટેનાં ઉપકરણોના ઉપયોગથી પર્યાવરણમાં પ્રદૂષણ થાય છે. તેથી કોઈ પણ ઊર્જાસ્રોત સંપૂર્ણ રીતે પ્રદૂષણમુક્ત નથી.

પ્રશ્ન 2. રૉકેટમાં બળતણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. શું તમે CNG ની સરખામણીમાં તેને વધારે સ્વચ્છ ઈંધણ કહેશો? કેમ અથવા કેમ નહિ?

ઉત્તરઃ :- હા, CNG ની સરખામણીમાં હાઇડ્રોજન વધારે સ્વચ્છ ઈંધણ છે, કારણ કે ઑક્સિજનની હાજરીમાં હાઇડ્રોજનનું દહન થતાં પાણીની બાષ્પ (H2O(g)) ઉત્પન્ન થાય છે. જ્યારે CNG મિથેન ધરાવે છે. તેના દહનથી કાર્બન ડાયૉક્સાઇડ અને કાર્બન મોનૉક્સાઇડ ઉત્પન્ન થાય છે.

Intext પ્રશ્નોત્તર [પા.પુ.પાના નં.254] std 10 science ch 14

પ્રશ્ન 1. એવા બે ઊર્જાસ્રોતનાં નામ લખો જેને તમે પુનઃપ્રાપ્ય માનો છો. તમારી પસંદગી માટે કારણ આપો.

ઉત્તર : (1) જળવિદ્યુત, જળાશયમાં વરસાદને કારણે દર વખતે પાણી પુનઃ ભરાય છે. (2) પવન – ઊર્જા, સૌર – વિકિરણો દ્વારા ભૂખંડો તથા જળાશયો અસમાન ગરમ થવાથી હવામાં ગતિ ઉત્પન્ન થાય છે અને પવન ફૂંકાય છે.

પ્રશ્ન 2. એવા બે ઊર્જાસ્રોતનાં નામ લખો. જેને તમે ખૂટી જાય તેવા માનો છો. તમારી પસંદગી માટે કારણ આપો.

ઉત્તર :- અશ્મી બળતણ એટલે કે કોલસો અને પેટ્રોલિયમ ખૂટી જાય તેવા સ્ત્રોત છે, કારણ કે તેના દહન સાથે તે કાયમી નષ્ટ થાય છે.

સ્વાઘ્યાયના પ્રશ્નોત્તર std 10 science ch 14

1. ગરમ પાણી મેળવવા માટે સોલર વૉટર હીટરનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ નહિ ?

(a) તડકાવાળો દિવસ (b) વાદળાવાળો દિવસ  (c) ગરમ દિવસ (d) પવનવાળો દિવસ

ઉત્તર : (b) વાદળાવાળો દિવસ

2. નીચેના પૈકી કયું જૈવભાર ઊર્જાસ્રોતનું ઉદાહરણ નથી ?

(a) લાકડું (b) ગોબરગૅસ (c) ન્યુક્લિયર ઊર્જા (d) કોલસો

ઉત્તર : (c) ન્યુક્લિયર ઊર્જા

3. જેટલા ઊર્જાસ્રોતોનો આપણે ઉપયોગ કરીએ છીએ તેમાંથી મોટા ભાગે સંગૃહીત સૌર – ઊર્જાને દર્શાવે છે. નીચેના પૈકી કયો ઊર્જાસ્રોત અંતે સૌર – ઊર્જામાંથી મળેલ નથી?

(a) ભૂતાપીય ઊર્જા  (b) પવન – ઊર્જા (c) ન્યુક્લિયર ઊર્જા (d) જૈવભાર

ઉત્તર : (c) ન્યુક્લિયર ઊર્જા

પ્રશ્ન 4. પ્રત્યક્ષ ઉર્જાસ્ત્રોતોના રૂપમાં અશ્મિભૂત બળતણ અને સૂર્યની સરખામણી કરો તથા તેમની વચ્ચેના તફાવત લખો.

ઉત્તર :- અશ્મીભૂત બળતણ :-→ તે પુનઃ અપ્રાપ્ય અને ખૂટી જાય તેવો ઊર્જાસ્રોત છે. → તે પર્યાવરણીય પ્રદૂષણ પ્રેરે છે. → અશ્મીભૂત બળતણ જમીનમાંથી મેળવવું પડે છે. → અશ્મીભૂત બળતણમાં સૂર્ય પરોક્ષ ઊર્જાસ્રોત છે. → તે પરંપરાગત ઊર્જાસ્રોત છે.

સૂર્ય :- → તે પુનઃપ્રાપ્ય અને અખૂટ ઊર્જાસ્રોત છે. → તે પ્રદૂષણ રહિત સ્રોત છે. → તે આપણા દેશના મોટા ભાગના વિસ્તારોમાં દિવસના મોટા ભાગના સમય દરમિયાન સરળતાથી પ્રાપ્ત છે. → સૂર્યમાં ઊર્જાનો સ્રોત ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે. તે બિનપરંપરાગત ઊર્જાસ્રોત છે.

પ્રશ્ન 5. ઊર્જાસ્રોતના સ્વરૂપમાં જૈવભાર અને જળવિદ્યુતની સરખામણી કરો તથા તેમની વચ્ચેના તફાવત લખો.

ઉત્તર : જૈવભાર :- → તેના ઉપયોગથી પ્રદૂષણ થાય છે. → તે ઓછો ખર્ચાળ છે. → તે લાકડું, કૃષિ – કચરો, છાણાં વગેરે સ્વરૂપે જેવભાર સ્રોત છે. → તેના ઉપયોગ દ્વારા બાયોગૅસ ઉત્પન્ન કરી શકાય છે.

જળવિદ્યુત :- → તે પ્રદૂષણમુક્ત ઊર્જાનો સ્રોત છે. → બંધ બનાવવા સંદર્ભે તે ખર્ચાળ છે. → પાણીની સ્થિતિ – શક્તિનું જળવિદ્યુતમાં રૂપાંતર થાય છે. → તેના ઉપયોગથી કોઈ વાયુ ઉત્પન્ન થતો નથી.

પ્રશ્ન -6. નીચેનામાંથી ઊર્જા પ્રાપ્ત કરવામાં કઈ મર્યાદાઓ છે.?(a) પવન (b) તરંગો (c) ભરતી

ઉત્તર :-(a)→ પવનની ગતિ 15 km/h થી વધુ હોવી જરૂરી, પવન – ઊર્જા ફાર્મ સ્થાપવા પ્રારંભિક ખર્ચ ખૂબ ઊંચો, કુદરતી પરિબળો સામે ટાવર અને પાંખિયાંનો નિભાવ – ખર્ચ વધારે હોય છે. (b)→ સમુદ્રના જે વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાતા હોય ત્યાં જ તીવ્ર તરંગોમાંથી ઊર્જા મેળવી શકાય. તે ખર્ચાળ છે અને તેનું વ્યવસ્થાપન મુશ્કેલ છે. (c) ભરતી ઊર્જા મેળવવા બંધ બનાવી શકાય તેવાં સ્થળો મર્યાદિત છે. વ્યાવસાયિક રીતે તેનો કાર્યક્ષમ ઉપયોગ કે શોષણ મુશ્કેલ છે .

7. ઊર્જાસ્રોતોનું નીચે દર્શાવેલ વર્ગોમાં ક્યા આધાર પર વર્ગીકરણ કરશો? (a) પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય (b) ખૂટી જાય તેવા અને અખૂટ

ઉત્તર :- (a) પુનઃપ્રાપ્ય : જૈવભાર બળતણ. જો યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે તો ચોક્કસ દરે ઊર્જાનો નિશ્ચિત જથ્થો ઉપલબ્ધ થતો રહે. પુનઃ અપ્રાપ્ય : અશ્મી બળતણ, એક વખત ઉપયોગમાં લેતાં વપરાય છે અને કાયમી સમાપ્ત થઈ જશે. નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે નહીં. (b) ખૂટી જાય તેવો : અશ્મી બળતણ, કોલસો તેમજ પેટ્રોલ કોઈક દિવસે સમાપ્ત થઈ જશે.  અખૂટ : પવન, ભરતી, સૌર – ઊર્જા વગેરે સતત પ્રાપ્ત થતાં ઊર્જા – સ્વરૂપો છે.  

8. ઊર્જાના આદર્શ સ્રોતમાં કયા ગુણો હોય છે ?

ઉત્તર :- → તે એકમ કદ અથવા દ્રવ્યામાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે. → તે સરળતાથી ઉપલબ્ધ હોય. → તે સંગ્રહ તથા પરિવહનમાં સરળ હોય. →તે સસ્તો હોય.

9. સૌરકૂકરના ઉપયોગથી કયા લાભ તથા હાનિ થાય છે? શું તેવાં પણ સ્થળો છે, જ્યાં સૌરકૂકરની ઉપયોગિતા મર્યાદિત હશે?

ઉત્તર :- સૌરકૂકરના ઉપયોગના લાભ :-→ તેના ઉપયોગથી કોઈ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. → તેમાં નવીનીકરણીય અને અક્ષય ઊર્જાસ્રોતનો ઉપયોગ થાય છે. → તેમાં રસોઈ બનાવતી વખતે ખોરાકનાં પોષણ મૂલ્યો જળવાઈ રહે છે, કારણ કે રસોઈ બનવાની ક્રિયા પ્રમાણમાં નીચા તાપમાને થાય છે.

સૌરકુકરના ઉપયોગના હાનિ :-→ તેનો ઉપયોગ રાત્રિના સમયે અને વાદળછાયા વાતાવરણના ગાળામાં કરી રાકાતો નથી.→ તેમાં રસોઈ બનતાં વધારે સમય લાગે છે.→ સૂર્યકિરણોને પરાવર્તિત કરતા અરીસાનું સતત નિરીક્ષણ અને વારંવાર તેની દિશા બદલતા રહેવું પડે છે. → તળવા માટે તેમજ રોટલી બનાવવા માટે તે ઉપયોગી નથી.

હા, જ્યાં સૂર્યપ્રકાશ સૌર – ઊર્જા અપૂરતા પ્રમાણમાં હોય ત્યાં સૌરકૂકરની ઉપયોગિતા મર્યાદિત છે. વરસાદી અને વાદળોવાળા દિવસોમાં સૌરકૂકર કાર્ય કરતું નથી. આવાં સ્થળો આપણા દેશમાં ઉત્તર ભારતમાં હિમાલયના વિસ્તારો છે.

10. ઊર્જાની વધતી જતી માંગની પર્યાવરણીય અસર શું છે? ઊર્જાનો વપરાશ ઓછો કરવા માટે તમે કયા ઉપાયો સૂચવશો?

ઉત્તર :- ઊર્જાની માંગ દિવસે દિવસે વધતી જાય છે. કોઈ પણ ઊર્જાસ્રોતનો ઉપયોગ કે શોષણ પર્યાવરણ પર વધારે કે ઓછા પ્રમાણમાં હાનિકારક અસર કરે છે.ઉદાહરણ તરીકે, અશ્મીભૂત બળતણ વાયુ – પ્રદૂષણ કરે છે. તેના દ્વારા ગ્રીનહાઉસ અસર, ઍસિડ વર્ષા વગેરે અસરો સર્જાય છે. પાણીની સ્થિતિ – ઊર્જામાંથી વિદ્યુત – ઉત્પાદન માટે બંધ બનાવતાં મોટાં નિવસનતંત્રોનો નાશ થાય છે.

ઊર્જાનો વપરાશ ઓછો કરવા માટેના ઉપાયો :- (1) વ્યક્તિગત વાહનોનો દૈનિક ઉપયોગ ઘટાડી શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવો. (2) પ્રદૂષણમુક્ત ઊર્જાસ્રોતનો ઉપયોગ વધારવો. (3) પર્યાવરણ માટે ઓછા નુકસાનકારક બળતણ CNG, બાયોગૅસ વગેરેનો ઉપયોગ કરવો. (4) જ્યારે જરૂર ન હોય ત્યારે બલ્બ, પંખા અને અન્ય વીજ – ઉપકરણોનો પ્રવાહ સ્વિચ બંધ રાખવામાં આવે. (5) સૌરકૂકર, સોલર વૉટર હીટરનો ઉપયોગ કરવામાં આવે. (6) ટ્રાફિક સિગ્નલ પાસે લાલ લાઇટ હોય ત્યારે વાહન બંધ રાખવું.


ધોરણ ૧૦ વિજ્ઞાન વિષય (વિભાગ B)મા STD 10 SCIENCE SECTION B MOST IMP QUESTIONS ANSWERS બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા તમામ પ્રકરણોના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો આપવામાં આવ્યા છે.

વિભાગ B મા પ્રકરણ – 1,3,5,8 ના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

click here

 

વિભાગ B મા પ્રકરણ – 9,15,16 ના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

click here


વિભાગ C મા પ્રકરણ – 1,3,7 ના પ્રશ્નોના ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

click here

વિભાગ C મા પ્રકરણ – 8,10,12 ના પ્રશ્નોના ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

 

click here


વિભાગ D મા પ્રકરણ – 2,6 ના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

click here

વિભાગ D મા પ્રકરણ – 4,11,13 ના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

click here

Plz share this post

Leave a Reply