std10 science ch 16 ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ – 16 નૈસર્ગિક સ્ત્રોતોનુ ટકાઉ પ્રબંધન( વ્યવસ્થાપન)

std10 science ch 16

ધો.10 વિજ્ઞાન નવનીત PDF (ગાઇડ) પ્ર – 16 નૈસર્ગિક સ્ત્રોતોનુ ટકાઉ પ્રબંધન( વ્યવસ્થાપન) (std10 science ch 16) પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 271]

પ્રશ્ન 1. પર્યાવરણમિત્ર બનવા માટે તમે તમારી ટેવોમાં કયાં પરિવર્તનો લાવી શકો છો?

ઉત્તર : પર્યાવરણમિત્ર બનવા માટે અમે અમારી ટેવોમાં નીચેનાં પરિવર્તનો લાવીશું : (1) પ્લાસ્ટિકની કોથળીના બદલે કાગળ તેમજ શણની કોથળીનો ઉપયોગ કરીશું. (2) ટૂંકા અંતર માટે સાઇલનો ઉપયોગ કરીશું અથવા પગપાળા જઈશું. (3) કચરો ગમે ત્યાં નાખવાને બદલે કચરાપેટીમાં નાખીશું. (4) પુનઃપ્રાપ્ય સ્રોતો અને જૈવ – વિઘટનીય પદાર્થોનો ઉપયોગ કરીશું. (5) જ્યારે જરૂર ન હોય ત્યારે વીજ – ઉપકરણોની સ્વિચ બંધ કરીશું. (6) પાણીનો બગાડ અને પ્રદૂષણ કરીશું નહીં.

પ્રશ્ન 2. કુદરતી સ્રોતોના ટૂંકા ગાળાના હેતુઓ સિદ્ધ કરવા માટે થતાં સ્રોતોના શોષણના ફાયદા જણાવો.

ઉત્તર :- કુદરતી સ્રોતોના ટૂંકા ગાળાના હેતુઓ સિદ્ધ કરવા માટે – થતાં સ્રોતોના શોષણના ફાયદા : (1) તે ફક્ત વર્તમાન પેઢીની પાયાની જરૂરિયાત પૂરી પાડે છે. (2) તે ફક્ત વર્તમાન પેઢી માટે ફાયદાકારક બને છે. (3) તેનાથી ઔદ્યોગિક અને કૃષિવિકાસ ઝડપી બને છે. પરિણામે આર્થિક વિકાસ ઝડપથી થાય છે.

પ્રશ્ન 3. કુદરતી સ્રોતોના શોષણથી ટૂંકા ગાળાના હેતુઓના ફાયદા, લાંબી અવધિ કે સમયગાળાને ધ્યાનમાં રાખીને બનાવેલા હેતુના ફાયદાથી કેવી રીતે ભિન્ન છે?

ઉત્તર : કુદરતી સ્રોતોના શોષણ માટે ટૂંકા ગાળાના હેતુ :- → માત્ર વર્તમાન પેઢીને લાભ થાય છે.→ ટૂંકા સમયમાં ઝડપી વિકાસ થાય છે.

લાંબા ગાળાના હેતુ :-→ વર્તમાન તેમજ ભાવિ પેઢીને થાય છે. → એકધારો સતત વિકાસ થાય છે. → સ્રોતોના વ્યવસ્થાપનથી સંભવિત પુનઃપ્રાપ્ત થઈ શકે છે.

પ્રશ્ન 4. તમારા વિચાર પ્રમાણે સ્રોતોનું શા માટે સમાન વિતરણ થવું જોઈએ? સ્રોતોના સમાન વિતરણ વિરુદ્ધ કયાં કયાં પરિબળો કાર્ય કરે છે?

ઉત્તર : હા, સ્રોતોનું સમાન વિતરણ થવું જોઈએ. જેથી ગરીબ અને અમીર બંને તેનો સમાન લાભ મેળવી શકે. પૈસાદાર અને શક્તિશાળી લોકો તેમની ઓળખાણો અને સંબંધોનો દુરુપયોગ કરે છે. પરિણામે તેઓ ગરીબ અને નબળા લોકોની સરખામણીમાં વધારે લાભ મેળવે છે. સ્રોતોના સમાન વિતરણ વિરુદ્ધ બે પરિબળો – પૈસા અને શક્તિ કાર્ય કરે છે.

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 275]

std10 science ch 16

પ્રશ્ન 1. આપણે જંગલ અને વન્ય જીવનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ?

ઉત્તર : જંગલોના સંરક્ષણની આવશ્યકતા :- (1) વિવિધ ઉદ્યોગો માટે જરૂરી કાચો માલ/પદાર્થો મેળવવા. (2) ફળ, શાકભાજી, ચારો, ઘાસ વગેરે મેળવવા. (3) ઔષધો, મરીમસાલા, ગુંદર, રેઝીન, કાથો, લાખ વગેરે મેળવવા. (4) પ્રાણીઓને કુદરતી વસવાટ પૂરા પાડવા. (5) ભૂમિનું ધોવાણ અટકાવવા અને ફળદ્રુપતા જાળવવા. (6) આર્થિક અને સામાજિક વિકાસના સ્રોત મેળવવા. (7) વાતાવરણમાં CO2-02 ના પ્રમાણની સંતુલિતતા જાળવવા તેમજ પૃથ્વીના સરેરાશ તાપમાનની જાળવણી કરવા.

વન્ય જીવોના સંરક્ષણની આવશ્યકતા :- (1) જંગલના નિવસનતંત્રની જાળવણી માટે તેમજ કુદરતમાં પર્યાવરણીય સંતુલન માટે. (2) તેઓ જંગલમાં બીજવિકિરણ (ફેલાવા) દ્વારા જુદાં જુદાં સ્થળોએ વનસ્પતિ વૃદ્ધિ – વિકાસની અનુકૂળતા પૂરી પાડે છે. આ રીતે તેઓ જંગલની જાળવણીમાં મદદરૂપ બને છે. (3) તેઓ પોષક સ્તરોમાં ઊર્જાવહન જાળવી રાખે છે અને જૈવ – વિવિધતામાં વધારો કરે છે.

પ્રશ્ન 2. વન – સંરક્ષણ માટે કેટલાક ઉપાયો બતાવો.

ઉત્તર : વન – સંરક્ષણના ઉપાયો નીચે મુજબ છે. (1) બળતણ અને ફર્નિચરના લાકડા માટે વૃક્ષોની થતી અનિયંત્રિત કટાઈમાં ફરજિયાતપણે ઘટાડો કરવો. (2) બળતણની ખેંચ, ઘાસચારાની અછત, વ્યાવસાયિક હેતુ, વગેરે માટે થતા અતિશોષણથી જંગલના નિવસનતંત્રને સુરક્ષિત રાખવું. (3) વૃક્ષારોપણ તેમજ તેમના ઉછેરની સંભાળ રાખવી. પ્રાપ્ત બધી જગ્યાઓ પર ઝડપી ઉછેર પામતાં છોડ રોપી જંગલનો વિકાસ કરવો. (4) જંગલોની જાળવણી અને સંરક્ષણમાં સ્થાનિક લોકો અને ગામવાસીઓની સક્રિય ભાગીદારી કરવી. (5) વૈજ્ઞાનિક સંશોધનો, દેખરેખ ઉપરાંત જંગલોની જાળવણી માટે શિક્ષણ દ્વારા જાગૃતિ ફેલાવવી.

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 278]

std10 science ch 16

પ્રશ્ન 1. તમારા નિવાસના વિસ્તારની આજુબાજુ પાણી – સંગ્રહની પરંપરાગત પદ્ધતિ વિશે જાણકારી મેળવો.

ઉત્તર :- અમારા નિવાસના વિસ્તારની આજુબાજુ પાણી – સંગ્રહણની પરંપરાગત પદ્ધતિ મુખ્યત્વે તળાવ, કૂવા અને વાવ છે.

પ્રશ્ન 2. પીવાના પાણીના સંગ્રહણની પરંપરાગત પદ્ધતિની પર્વતીય વિસ્તારોમાં, મેદાની વિસ્તારો અથવા પડતર વિસ્તારોમાં તુલના કરો.

ઉત્તર  :- પર્વતીય વિસ્તારોમાં પીવાના પાણીના સંગ્રહણની પરંપરાગત પદ્ધતિ મેદાની વિસ્તારો અથવા પડતર વિસ્તારોથી અલગ પડે છે.દા.ત., હિમાચલ પ્રદેશ જેવા પર્વતીય વિસ્તારમાં સિંચાઈની સ્થાનિક પદ્ધતિ કુલહ છે. ઝરણામાં વહેતા પાણીને માનવસર્જિત પાઇપો કે નાળા દ્વારા પર્વતીય વિસ્તારનાં નીચેનાં ગામો તરફ લઈ જવાય છે. જ્યારે મેદાની વિસ્તારોમાં પાણી ચેકડૅમ, ટૅન્ક, તાલ (તળાવ) કે બંધીશમાં સંગ્રહવામાં આવે છે.

પ્રશ્ન 3. તમારા વિસ્તારમાં પાણીના સ્રોતની તપાસ કરો. શું આ સ્રોતથી પ્રાપ્ત પાણી તે વિસ્તારના બધા જ રહેવાસીઓ માટે પર્યાપ્ત છે?

ઉત્તર :- અમારા વિસ્તારમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા પાણીનો સ્રોત પૂરો પાડવામાં આવે છે. આ ઉપરાંત, સોસાયટીના બોર દ્વારા ભૂગર્ભ જળ પ્રાપ્ત થાય છે. આમ છતાં, ઉનાળામાં ગરીબ અને નીચલા વર્ગના લોકોને દૈનિક જરૂરિયાતના પાણી માટે વૉટર ટૅન્કર પર આધાર રાખવો પડે છે.કારણ કે સ્થાનિક લોકો સુપોષિત પદ્ધતિથી નૈસર્ગિક સ્રોતોનો ઉપયોગ કરવાની પરંપરાગત રીતોથી માહિતગાર હોય છે . સ્થાનિક લોકો પ્રાચીન કાળથી પર્યાવરણને સહેજ પણ નુકસાન કર્યા વગર જંગલો અને વન્ય જીવોનો ઉપયોગ કરે છે .

સ્વાઘ્યાયના પ્રશ્નોત્તર

std10 science ch 16

1. તમારા ઘરને પર્યાવરણમિત્ર (અનુકૂલિત) બનાવવા માટે તમે કયાં કયાં પરિવર્તનોનું સૂચન કરો છો?

ઉત્તર : નીચેનાં પરિવર્તનો વડે ઘર પર્યાવરણમિત્ર (અનુકૂલિત) બની શકે છે. (1) પાણીનો વ્યય અટકાવવો. બ્રશ કરતી વખતે, સાબુ લગાવતી વખતે કે કપડાં – વાસણ ધોતી વખતે બિનજરૂરી પાણી વહી જતું અટકાવવું. (2) જરૂર ન હોય ત્યારે બલ્બ, પંખા વગેરેની સ્વિચ બંધ રાખવી. (3) ખોરાક અને ઊર્જાનો વ્યય અટકાવવો. (4) શક્ય હોય ત્યાં સુધી વસ્તુઓનો પુનઃઉપયોગ કરવો. (5) સૌર – કૂકર અને સોલર વૉટર હીટરનો ઉપયોગ કરવો. (6) કચરાનું ઉત્પાદન ઘટાડવું. (7) શક્ય હોય તો વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા કરવી.

2. શું તમે તમારી શાળામાં કેટલાંક પરિવર્તન માટેનાં સૂચનો સૂચવી શકો છો કે જેથી તે (શાળા) પર્યાવરણીય અનુકૂલિત બની શકે?

ઉત્તર : નીચેનાં પરિવર્તનો વડે શાળા પર્યાવરણીય અનુકૂલિત બની શકે છે. (1) રમતના મેદાનની ફરતે છોડ અને વૃક્ષો ઉગાડવા. (2) વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા ઊભી કરવી. (3) શક્ય હોય તો સોલર સેલ પૅનલ ગોઠવવી. (4) ખરેલાં પર્ણો, વધેલો – ઢોળાયેલો ખોરાક, નકામા કાગળ વગેરે જૈવભાર કચરામાંથી ખાતર બનાવવું. (5) પીવાના પાણીના નળ, બાથરૂમના નળ ખુલ્લા રહી ન જાય તેની કાળજી રાખવી.

3. આ પ્રકરણમાં આપણે જોયું કે જ્યારે જંગલ તેમજ વન્ય પ્રાણીઓની વાત કરીએ છીએ ત્યારે ચાર મુખ્ય ભાગીદારો સામે આવે છે. તેમાંથી કોને જંગલના ઉત્પાદનોના વ્યવસ્થાપન માટે નિર્ણય લેવાનો અધિકાર આપી શકાય? તમે એવું કેમ વિચારો છો?

ઉત્તર :- ચાર મુખ્ય ભાગીદારો પૈકી, જંગલમાં અને તેની આસપાસ રહેતા લોકોને જંગલના ઉત્પાદનોના વ્યવસ્થાપન માટે નિર્ણય લેવાનો અધિકાર આપી શકાય.કારણ કે સ્થાનિક લોકો સુપોષિત પદ્ધતિથી નૈસર્ગિક સ્રોતોનો ઉપયોગ કરવાની પરંપરાગત રીતોથી માહિતગાર હોય છે. સ્થાનિક લોકો પ્રાચીન કાળથી પર્યાવરણને સહેજ પણ નુકસાન કર્યા વગર જંગલો અને વન્ય જીવોનો ઉપયોગ કરે છે.

4. વ્યક્તિગત સ્વરૂપમાં તમે નીચે આપેલ પૈકી કોના વ્યવસ્થાપનમાં યોગદાન આપી શકો છો ? (a) જંગલ તેમજ વન્ય પ્રાણી (b) જલસ્રોત (c) કોલસો તેમજ પેટ્રોલિયમ

ઉત્તર : વ્યક્તિગત સ્વરૂપમાં હું આપેલ તમામ સ્રોતના વ્યવસ્થાપનમાં નીચે મુજબ યોગદાન આપીશ : (a) જંગલ તેમજ વન્ય પ્રાણી : કાગળનો બગાડ અટકાવી, કાગળનો ઓછા પ્રમાણમાં ઉપયોગ, નકામા કાગળનું પુનઃચક્રીયકરણ, લાકડાના ફર્નિચરનો શક્ય તેટલો ઓછો ઉપયોગ વગેરે દ્વારા વૃક્ષો બચાવી શકાય. પ્રાણીઓને મારીને મેળવાતી ફર, ચામડું, હાથીદાંત, શિંગડાં, કસ્તુરી જેવી કોઈ પણ પ્રાણીનીપજનો ઉપયોગ ન કરીએ. (b) જલસ્રોત : રોજિંદા પાણીનો વ્યય અટકાવીએ. ફુવારાને બદલે ડોલમાં પાણી લઈ નાહીએ. વાહન ધોવા શક્ય એટલા ઓછા પાણીનો ઉપયોગ કરીએ. નળ યોગ્ય રીતે બંધ કરીએ. બ્રશ કરતી વખતે, શરીર પર સાબુ લગાવતી વખતે કે કપડાં – વાસણ ધોતી વખતે બિનજરૂરી પાણી વહી જતું અટકાવીએ. (c) કોલસો તેમજ પેટ્રોલિયમ : નજીકના સ્થળે જવા પગપાળા જઈએ કે સાઇકલનો ઉપયોગ કરીએ. જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરીએ. વીજઉપકરણોની જરૂર ન હોય ત્યારે સ્વિચ બંધ કરીએ.

5. વ્યક્તિગત તરીકે તમે વિવિધ પ્રાકૃતિક ઉત્પાદનોનો વપરાશ ઘટાડવા માટે શું કરી શકો છો?

ઉત્તર : વ્યક્તિગત રીતે હું વિવિધ પ્રાકૃતિક ઉત્પાદનોનો વપરાશ નીચે મુજબ ઘટાડીશ : → જરૂર ન હોય ત્યારે ઘરમાં કે શાળામાં વીજઉપકરણોની સ્વિચ બંધ કરીશ.→ જરૂર ન હોય ત્યારે પાણીનો નળ બંધ કરી, પાણીનો વ્યય અટકાવીશ. → વાહનનો ઉપયોગ ઘટાડીશ. → ખોરાકનો બગાડ કરીશ નહીં. → કાગળનો વ્યય કરીશ નહીં. → પ્લાસ્ટિકનો ઉપયોગ કરીશ નહીં.

6. નીચે આપેલ બાબતો સંબંધિત પાંચ કાર્યો લખો કે જે તમે છેલ્લા સપ્તાહમાં કર્યાં હોય. (a) આપણા પ્રાકૃતિક સ્રોતોનું સંરક્ષણ. (b) આપણા પ્રાકૃતિક સ્રોતો પર દબાણનો વધારો.

ઉત્તર : (a) પ્રાકૃતિક સ્રોતોના સંરક્ષણ માટે કરેલાં પાંચ કાર્ય : → બ્રશ કરતાં, શરીર પર સાબુ લગાવતાં પાણીનો નળ બંધ કર્યો. → નજીકના સ્થળે ચાલીને ગયો. → બલ્બના પ્રકાશની જરૂર ન હતી ત્યારે સ્વિચ બંધ કરી. → કાગળની બીજી બાજુનો ઉપયોગ કર્યો.→ તૂટેલી ક્રૉકરીનો છોડ ઉગાડવા ઉપયોગ કર્યો.

(b) પ્રાકૃતિક સ્રોતો પર દબાણનો વધારો કરતાં પાંચ કાર્યો : → વારંવાર પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ કર્યો અને તેને ગમે ત્યાં નાખી. → ખોરાકનો વારંવાર બગાડ કર્યો. થાળીમાં ખોરાક રહેવા દીધો.→ ચામડાનાં બૂટ, પટ્ટો, પાકીટની ખરીદી કરી. → નોટબુકના પેજ કારણ વગર ફાડી નાખ્યા. નોટબુકમાં માત્ર જમણી તરફના પેજ પર જ લખાણ લખ્યું. → ટીવી ચાલુ રાખીને મોબાઇલ પર ગેમ રમી.

7. આ પ્રકરણમાં ચર્ચવામાં આવેલી સમસ્યાને આધારે તમે તમારી જીવનશૈલીમાં શું પરિવર્તન લાવશો? જેથી આપણા સ્રોતોના સુપોષણ (જરૂરિયાત પ્રમાણે ઓછો વપરાશ) ને પ્રોત્સાહન મળી શકે?

ઉત્તર :- (1) પાણીનો વ્યય અટકાવવો. બ્રશ કરતી વખતે, સાબુ લગાવતી વખતે કે કપડાં – વાસણ ધોતી વખતે બિનજરૂરી પાણી વહી જતું અટકાવવું. (2) જરૂર ન હોય ત્યારે બલ્બ, પંખા વગેરેની સ્વિચ બંધ રાખવી. (3) ખોરાક અને ઊર્જાનો વ્યય અટકાવવો. (4) શક્ય હોય ત્યાં સુધી વસ્તુઓનો પુનઃઉપયોગ કરવો. (5) સૌર – કૂકર અને સોલર વૉટર હીટરનો ઉપયોગ કરવો. (6) કચરાનું ઉત્પાદન ઘટાડવું. (7) શક્ય હોય તો વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા કરવી.વિચાર વિસ્તાર અને નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3

Plz share this post

Leave a Reply