Std 9 Science Assignment Solution 2024 Vibhag B Chapter 12

Std 9 Science Assignment Solution 2024 Vibhag B Chapter 12

ધોરણ – 9 ની વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ – 2024 નુ સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપવામા આવ્યુ છે.Std 9 Science Assignment Solution 2024 Vibhag B Chapter 12 અહી વિભાગ – B માં પ્ર– 12 અન્નસ્ત્રોતમાં સુધારણા ના તમામ પ્રશ્નોનુ આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.

1. અનાજ (ધાન્ય), દાળ (કઠોળ) અને ફળો, શાકભાજીમાંથી આપણને શું મળે છે ?

ઉત્તર : અનાજ (ધાન્ય) માંથી કાર્બોદિત, દાળ (કઠોળ)માંથી પ્રોટીન અને ફળો, શાકભાજીમાંથી વિટામિન અને ખનીજ ક્ષારો સાથે કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત આપણને મળે છે.

2.પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણોને શાના દ્વારા ઉમેરી શકાય? તે માટે પસંદગીના માપદંડ જણાવો.

ઉત્તર : પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય.

પસંદગીના માપદંડ :-

ઉત્પાદન વધારે

નીપજની ગુણવત્તા ઊંચી

રોગપ્રતિકારક ક્ષમતા વધારે

ખાતર પ્રત્યે પ્રતિચાર

3. જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે?

ઉત્તર : જૈવિક પરિબળો રોગો, કીટકો, કૃમિઓ વગેરે અને અજૈવિક પરિબળો ગરમી, ઠંડી, હિમપાત, વધુ પડતું પાણી, ક્ષારતા, અનાવૃષ્ટિ વગેરે દ્વારા બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો, પાકના વજનમાં ઘટાડો, દાણાના કદમાં ઘટાડો, છોડ સુકાઈ જવા વગેરેથી પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે.

4. આંતર પાક ઉછેર પદ્ધતિ વિશે સમજાવો.

ઉત્તર : એક જ ખેતરમાં બે અથવા બેથી વધારે પાકને એક સાથે ઉગાડવાની પદ્ધતિને આંતર પાક ઉછેર પદ્ધતિ કહે છે.

કેટલીક હરોળમાં એક પ્રકારનો પાક અને તેની એકાંતરે આવેલી બીજી હરોળમાં બીજો પાક ઉગાડવામાં આવે છે.

ઉદાહરણ :- સોયાબીન અને મકાઈ, બાજરી અને ચોળા

5. નીંદણ એટલે શું નીંદણના ઉદાહરણ જણાવો.

ઉત્તર : કૃષિ ઉપયોગી ભૂમિમાં મુખ્ય પાક સાથે ઊગી નીકળતી બિનજરૂરી વનસ્પતિઓને નીંદણ કહે છે.

નીંદણના ઉદાહરણ :- ગાડરિયું, ગાજર ઘાસ, મોથા

6. પશુપાલન કોને કહે છે? પશુધનમાં સુધારણાની આવશ્યતા શા માટે છે?

ઉત્તર : પશુ ધનના પ્રબંધનને પશુપાલન કહે છે.

પશુધનમાં સુધારાની આવશ્યતા :- વસ્તી વધારા અને રહેણીકરણીમાં સુધારાના કારણે દૂધ, ઈંડા અને માંસની માંગ વધી રહી છે. તેને સંતોષવા પશુધનના ઉત્પાદનમાં વધારો જરૂરી છે.

7. દુધાળા પશુઓ એટલે શું? તેમની વિદેશી અને દેશી જાતોના નામ અને લક્ષણો આપો.

ઉત્તર : દૂધ આપનારા માદા પશુઓને દુધાળા પશુઓ કહે છે.

વિદેશી જાતો :- જર્સી, બ્રાઉન સ્વિસ ગાય

દેશી જાતો :- રાતી સિંધી, શાહીવાલ ગાય

8. મરઘા ઉછેર કેન્દ્ર માં મરઘાના રોગ નિયંત્રણ માટેના ઉપાયો જણાવો.

ઉત્તર : મરઘાને બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને પરોપજીવીઓથી તેમજ આહાર ત્રુટીથી રોગો થાય છે. તેના માટે સફાઈ તથા સ્વચ્છતા પ્રત્યે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેના માટે રોગાણુનાશક પદાર્થોનો છંટકાવ કરવો જોઈએ. રોગોના સંક્રમણ સમયે રસીકરણ કરવું જોઈએ.

9. લીલું જૈવિક ખાતર તૈયાર કરવા માટેની ક્રિયાવિધિના આપેલા વિધાનોને યોગ્ય ક્રમમાં ગોઠવો.

(1) લીલી વનસ્પતિના છોડ જમીનમાં વિઘટિત થાય છે.

(2) આ ખાતર બનાવવા માટે કાંતો લીલી વનસ્પતિને ઉગાડવામાં આવે છે અથવા લીલી વનસ્પતિના કેટલાક ભાગોનો ઉપયોગ કરવામાં આવે છે.

(3) છોડને ખેતરની જમીનમાં ભેળવી દેવામાં આવે છે અને તેના ભાગો જમીનમાં ભળી જાય છે.

(4) વિઘટન બાદ લીલું જૈવિક ખાતર બની જાય છે.

ઉત્તર :  (2) આ ખાતર બનાવવા માટે કાંતો લીલી વનસ્પતિને ઉગાડવામાં આવે છે અથવા લીલી વનસ્પતિના કેટલાક ભાગોનો ઉપયોગ કરવામાં આવે છે.

(3) છોડને ખેતરની જમીનમાં ભેળવી દેવામાં આવે છે અને તેના ભાગો જમીનમાં ભળી જાય છે.

(1) લીલી વનસ્પતિના છોડ જમીનમાં વિઘટિત થાય છે.

(4) વિઘટન બાદ લીલું જૈવિક ખાતર બની જાય છે.

10. પશુપાલનથી શું લાભ થાય છે ?

ઉત્તર : (1) દુધાળાં પ્રાણીઓમાં દૂધનું ઉત્પાદન અને ગુણવત્તા વધારી શકાય છે. (2) ખેતી ઉપયોગી (હળ ચલાવવા, સિંચાઈ, ભારવહન) કાર્ય માટેનાં પશુઓની સારી ઓલાદો મેળવી છે. (3) સારી ગુણવત્તા ધરાવતા માંસનું ઉત્પાદન મેળવી શકાય છે.

11. ખેડૂતો માટે પશુપાલન – પ્રણાલીઓ કેવી રીતે લાભદાયક છે?

ઉત્તર : (1) પાલતૂ પ્રાણીઓની સંતતિઓની સુધારેલી જાતો મેળવી શકાય. (2) દૂધ, ઈંડાં, માંસ, માછલી, મધનું ઉત્પાદન વધારે મેળવાય. (૩) પાલતુ પ્રાણીઓના રહેઠાણ, ખોરાક, સ્વાસ્થ્યની કાળજીનું વ્યવસ્થાપન કરવામાં આવે.આ બાબતો ખેડૂતોને તેમની આર્થિક સ્થિતિ સુધારવા મદદરૂપ બને.

12. તફાવત આપો. સેન્દ્રિય ખાતર અને ખાતર

ઉત્તર : સેન્દ્રિય ખાતર :- (1) તે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો અને ખનીજ પોષકો ઉમેરે છે.(2) તેના ઉપયોગથી ભૂમિમાં સૂક્ષ્મ જીવો અને અળસિયાંને ખોરાક મળી રહે છે. (૩) તેનો ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા વધારે છે. (4) તે રેતાળ જમીનમાં જલસંગ્રહ ક્ષમતા વધારે છે અને ચીકણી જમીનમાં પાણી એકત્ર થતું રોકે છે. (5) તે ભૂમિનો ભેજ જાળવી રાખી, ભૂમિનું ક્ષરણ અટકાવે છે .

 ખાતર:- (1) તે ભૂમિમાં માત્ર ખનીજ પોષકો ઉમેરે છે. (2) તેના ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મ જીવો અને અળસિયાંને નુકસાન થાય છે. (3) તેનો વધારે પડતો ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે. (4) તે પાણીમાં ઓગળી પાણી સાથે વહી જાય છે અને જલ – પ્રદૂષણ પ્રેરે છે. (5) તે ભૂમિને સૂકી બનાવે છે અને ભૂમિનું ક્ષરણ ઝડપી બને છે.


Std 9 Science Assignment Solution 2024 Vibhag B Chapter 12


વિભાગ – B માં પ્રકરણ – 1  આપણી આસપાસમાં દ્વવ્યના તમામ પ્રશ્નોનુ આદર્શ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

Plz share this post

Leave a Reply