ઘો.9 વિજ્ઞાન નવનીત PDF (ગાઈડ) પ્ર-3 પરમાણુઓ અને અણુઓ (std 9 science ch3) પાઠયપુસ્તકના Intext તેમજ સ્વાઘ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.
પ્રશ્નોના ઉત્તરો પેજ નંબર – 32
પ્રશ્ન 1. એક પ્રક્રિયામાં 5.3 g સોડિયમ કાર્બોનેટ 6 g ઇથેનૉઇક ઍસિડ (ઍસિટિક ઍસિડ) સાથે પ્રક્રિયા પામે છે તથા 2.2 g કાર્બન ડાયૉક્સાઇડ, 0.9 g પાણી અને 8.2 g સોડિયમ ઇથેનૉએટ (સોડિયમ એસિટેટ) નીપજ મળે છે. દર્શાવો કે આ અવલોકનો દ્રવ્ય-સંચયના નિયમનું સમર્થન કરે છે.
સોડિયમ કાર્બોનેટ + ઇથેનૉઇક ઍસિડ → સોડિયમ ઈથેનૉએટ + કાર્બન ડાયૉક્સાઇડ + પાણી
ઉત્તર :-
Na2CO3 + 2CH3COOH → 2CH3COONa + CO2 + H2O
સોડિયમ ઇથેનૉઇક ઍસિડ સોડિયમ કાર્બન પાણી
કાર્બોનેટ (ઍસિટિક ઍસિડ) ઇથેનૉએટ ડાયૉક્સાઇડ
→પ્રક્રિયકોનું દળ = 5.3 + 6.0 = 11.3 ગ્રામ
→નીપજોનું દળ = 8.2 + 0.9 + 2.2 = 11.3 ગ્રામ
આમ, પ્રક્રિયકોનું દળ = નીપજોનું દળ
→ જે સૂચવે છે કે આ અવલોકન દ્રવ્ય-સંચયના નિયમનું સમર્થન આપે છે.
પ્રશ્ન 2. પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઑક્સિજન દળથી 1 : 8ના પ્રમાણમાં જોડાય છે, તો ૩g હાઇડ્રોજન વાયુ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે ઑક્સિજનનો કેટલો જથ્થો જરૂરી છે?
ઉત્તર : પાણી બનાવવા માટે,
1 g હાઇડ્રોજન માટે જરૂરી ઑક્સિજન = 8 g
3 g હાઇડ્રોજન માટે જરૂરી ઑક્સિજન = 8 × 3 g
= 24 g
આમ, 3 g હાઇડ્રોજન માટે જરૂરી ઑક્સિજનનું વજન = 24 g
પ્રશ્ન 3. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા દ્રવ્ય-સંચયના નિયમનું પરિણામ છે?
ઉત્તર : “દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી.” આ અભિધારણા દ્રવ્ય-સંચયના નિયમનું પરિણામ છે.
પ્રશ્ન 4. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે છે?
ઉત્તર : “કોઈ પણ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે.” આ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે છે.
પ્રશ્નોના ઉત્તરો પેજ નંબર – 35
std 9 science ch3
પ્રશ્ન 1. પરમાણ્વીય દળ એકમને વ્યાખ્યાયિત કરો.
ઉત્તર : કાર્બન-12 સમસ્થાનિકના એક પરમાણુના દળના 1/12 મા ભાગને પરમાણ્વીય દળ એકમ કહે છે.
→ તેને ‘u’ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે.
પ્રશ્ન 2. કોઈ એક પરમાણુને નરી આંખે જોવો શા માટે શક્ય નથી?
ઉત્તર : દરેક તત્ત્વનો પરમાણુ અતિસૂક્ષ્મ હોવાથી નરી આંખે જોઈ શકાતો નથી.
પ્રશ્નોના ઉત્તરો પેજ નંબર – 39
std 9 science ch3
પ્રશ્ન 1. રાસાયણિક સૂત્રો લખો :
(i) સોડિયમ ઑક્સાઇડ (ii)ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ (iii) સોડિયમ સલ્ફાઈડ (iv) મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ
ઉત્તર :
(i) સોડિયમ ઑક્સાઇડ :
સંજ્ઞા : Na O
વીજભાર : +1 -2
સૂત્ર : Na2O
(ii) ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ :
સંજ્ઞા : Al Cl
વીજભાર :+3 -1
સૂત્ર : AlCl3
(III) સોડિયમ સલ્ફાઇડ :
સંજ્ઞા : Na S
વીજભાર : +1 -2
સૂત્ર : Na2S
(iv) મૅગ્નેશિયમ હાઇડ્રૉક્સાઇડ :
સંજ્ઞા : Mg OH
વીજભાર : +2 -1
સૂત્ર : Mg(OH)2
પ્રશ્ન 2. નીચે દર્શાવેલ સૂત્રો ધરાવતાં સંયોજનોનાં નામ લખો :
( i ) Al2(S04)3 (ii) CaCl2 (iii) K2SO4 (iv) KNO3 (v) CaCO3
ઉત્તર : સંયોજન સંયોજનનું નામ
(i) Al2(S04)3 ઍલ્યુમિનિયમ સલ્ફેટ
(ii) CaCl2 કૅલ્શિયમ ક્લોરાઇડ
(iii) K2SO4 પોટૅશિયમ સલ્ફેટ
(iv) KNO3 પોટૅશિયમ નાઇટ્રેટ
(v) CaCO3 કૅલ્શિયમ કાર્બોનેટ
પ્રશ્ન 3. ‘રાસાયણિક સૂત્ર’ શબ્દનો અર્થ શું છે?
ઉત્તર : સંયોજનમાં રહેલા ઘટકોને સાપેક્ષ પ્રમાણ દર્શાવતા સુત્રને રાસાયણિક સૂત્ર કહે છે.
પ્રશ્ન 4. નીચેનામાં કેટલા પરમાણુઓ હાજર છે?
( i ) H2S અણુ (ii) PO43- આયર્ન
ઉત્તરઃ (i) H2Sમાં બે હાઇડ્રોજન અને એક સલ્ફર એમ કુલ ત્રણ પરમાણુઓ હાજર છે.
(ii) PO43- આયનમાં એક ફૉસ્ફરસ અને ચાર ઓક્સિજન એમ કુલ પાંચ પરમાણુઓ હાજર છે.
પ્રશ્નોના ઉત્તરો પેજ નંબર – 40
std 9 science ch3
પ્રશ્ન 1. નીચેનાનાં આણ્વીય દળ ગણો : H2, O2, Cl2, CO2, CH4, C2H6, C2H4, NH3, CH3OH
ઉકેલ : → H2નું આણ્વીય દળ = 2 (Hનું પરમાણ્વીય દળ)
= 2 (1) = 2 u
→ O2નું આણ્વીય દળ
= 2 (Oનું પરમાણ્વીય દળ)
= 2 (16) = 32 u
→ Cl2નું આણ્વીય દળ
= 2 (Clનું પરમાણ્વીય દળ)
=2(35.5) = 71 u
→ CO2નું આણ્વીય દળ
= 1 (Cનું પરમાણ્વીય દળ) + 2 (Oનું પરમાણ્વીય દળ)
= 1 (12) +2 (16)
= 12 + 32
= 44 u
→ CH4 (મિથેન)નું આણ્વીય દળ
= 1 (Cનું પરમાણ્વીય દળ) + 4 (Hનું પરમાણ્વીય દળ)
= 1 (12) + 4 (1)
= 12 + 4
= 16 u
→ C2H6 (ઇથેન)નું આસ્વીય દળ
= 2 (Cનું પરમાણ્વીય દળ) + 6 (Hનું પરમાણ્વીય દળ)
= 2(12) +6 (1)
= 24 + 6 = 30 u
→ C2H2 (ઇથીન)નું આણ્વીય દળ
=2 (Cનું પરમાણ્વીય દળ) + 4 (Hનું પરમાણ્વીય દળ)
=2(12) +4(1)
= 24 + 4
= 28 u
→ NH3 (એમોનિયા)નું આણ્વીય દળ
= 1 (Nનું પરમાણ્વીય દળ) + 3 (Hનું પરમાણ્વીય દળ)
= 1 (14)+3(1)
=14 + 3
= 17 u
→ CH3OH (મિથેનોલ)નું આણ્વીય દળ
= 1 (Cનું પરમાણ્વીય દળ) + 4 (Hનું પરમાણ્વીય દળ) + 1 (Cનું પરમાણ્વીય દળ
= 1 (12) + 4 (1) + 1 (16)
= 12 + 4 + 16
= 32 u
પ્રશ્ન 2. Zn0, Na2O, K2CO3 માટે સૂત્ર એકમ દળની ગણતરી કરી :
Znનું પરમાણ્વીય દળ = 65 u
Naનું પરમાણ્વીય દળ = 23 u
Kનું પરમાણ્વીય દળ = 39 u
Cનું પરમાણ્વીય દળ = 12 u
Oનું પરમાણ્વીય દળ = 16 u
ઉકેલ :
→ Zn0નું સૂત્ર એકમ દળ
= 1 (znનું પરમાણ્વીય દળ) + 1 (Oનું પરમાણ્વીય દળ)
= 1 (65) + 1 (16)
= 65 + 16
= 81 u
→ Na2Oનું સૂત્ર એકમ દળ
= 2 (Naનું પરમાણ્વીય દળ) + 1 (Oનું પરમાણ્વીય દળ)
= 2 (23) + 1 (16)
= 46 + 16
= 62 u
→ K 2CO3નું સૂત્ર એકમ દળ
= 2 (Kનું પરમાણ્વીય દળ) + 1 (Cનું પરમાણ્વીય દળ) + 3 (Oનું પરમાણ્વીય દળ)
= 2 (39) + 1 (12) + 3 (16)
= 78+ 12 + 48
= 138 u
પ્રશ્નોના ઉત્તરો પેજ નંબર – 42
std 9 science ch3
પ્રશ્ન 1. જો એક મોલ કાર્બન પરમાણુનું દળ 12 g હોય, તો કાર્બનના એક પરમાણુનું દળ કેટલું થશે?
ઉકેલ : એક પરમાણુનું દળ = એક મોલ પરમાણુનું દળ /ઍવોગેડ્રો અંક
= 12/ 6.022 × 10²³
= 1.99 x 10²³ g
પ્રશ્ન 2. 100 ગ્રામ સોડિયમ અથવા 100 ગ્રામ લોખંડ પૈકી શેમાં પરમાણુની સંખ્યા વધુ હશે?
Naનું પરમાણ્વીય દળ = 23 u, Feનું પરમાણ્વીય દળ = 56 u
ઉકેલ : મોલ = પરમાણુનું દળ /પરમાણ્વીય દળ
Na (સોડિયમ)ના મોલ = 100/ 23 = 4.34 મોલ
Na પરમાણુની સંખ્યા = 4.34 × 6.022 x 10²³
= 26.135 x 10²³ Na પરમાણુ
Fe(લોખંડ)ના મોલ = 100/ 56 = 1.78 મોલ
Fe પરમાણુની સંખ્યા = 1.78 × 6.022 x 10²³
= 10.71 × 10²³
આમ, 100 g સોડિયમ અને 100g લોખંડ પૈકી 100 g લોખંડમાં પરમાણુની સંખ્યા વધુ હશે.
સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો
(1) ઑક્સિજન અને બોરોન ધરાવતા એક સંયોજનના 0.24 g નેમૂનામાં 0.096 g બોરોન અને 0.144g ઓક્સિજન હાજર છે, તો વજનથી સંયોજનના ટકાવાર પ્રમાણની ગણતરી કરો.
ઉત્તર :-
સંયોજનમાં તત્ત્વનું ટકાવાર પ્રમાણ = તત્ત્વનું વજન /સંયોજનનું વજન × 100
બોરોન તત્ત્વનું ટકાવાર પ્રમાણ = 0.096/ 0.24 x 100 = 40 %
ઑક્સિજન તત્ત્વનું ટકાવાર પ્રમાણ = 0.144/ 0.24 x 100 = 60 %
આમ, બોરોન અને ઑક્સિજન ધરાવતા સંયોજનમાં ટકાવાર પ્રમાણ અનુક્રમે 40 અને 60 છે.
( 2 ) 8 g ઑક્સિજનમાં જ્યારે 3g કાર્બનનું દહન કરવામાં આવે ત્યારે 11 g કાર્બન ડાયૉક્સાઇડ બને છે. જ્યારે ૩g કાર્બનને 50 g ઑક્સિજનમાં દહન કરવામાં આવે ત્યારે કેટલા ગ્રામ કાર્બન ડાયૉક્સાઇડ બનશે? રાસાયણિક સંયોગીકરણનો કર્યો નિયમ તમારા જવાબ માટે દિશા સૂચવે છે?
ઉત્તર :- કાર્બનનું ઑક્સિજનની હાજરીમાં દહન સમીકરણ નીચે મુજબ છે :
C(s) + O2(g) → CO2(g)
1 મોલ 1 મોલ 1 મોલ
12 g 32 g 44 g
સમીકરણ પરથી કહી શકાય કે, 12 g કાર્બનનું દહન 32 g ઑક્સિજનની હાજરીમાં થવાથી 44 g કાર્બન ડાયૉક્સાઇડ મળે છે.
આથી ૩g (1/4 મોલ) કાર્બનનું 8 g(1/4 મોલ) ઑક્સિજનની હાજરીમાં દહન થવાથી 11g (1/4 મોલ) કાર્બન ડાયૉક્સાઇડ મળે છે.
આમ, જ્યારે ૩g કાર્બનનું 50 g ઑક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યા૨ે 8 g ઑક્સિજન બનશે.
પરિણામે, 50 – 8 = 42 g ઑક્સિજન સંયોજાવામાં બાકી રહેશે.
આ જવાબ નિશ્ચિત પ્રમાણના નિયમ તરફ દોરી જાય છે.
(૩) બહુપરમાણ્વીય આયન એટલે શું? ઉદાહરણ આપો.
ઉત્તર : પરમાણુઓનો સમૂહ કે જે આયનની માફક વર્તે છે, તેને બહુપરમાણ્વીય આયન કહે છે. અથવા એક કરતાં વધુ પરમાણુ ધરાવતા આયનને બહુપરમાણ્વીય આયન કહે છે.
ઉદાહરણ : NH4 1+ : એમોનિયમ આયન
CO32- : કાર્બોનેટ આયન
SO4²¯ : સલ્ફેટ આયન
PO43- : ફૉસ્ફેટ આયન
( 4 ) નીચે દર્શાવેલાં સંયોજનોનાં રાસાયણિક સૂત્રો લખો :
(a) મૅગ્નેશિયમ ક્લોરાઇડ (b) કૅલ્શિયમ ઑક્સાઈડ (c) કૉપર નાઇટ્રેટ ( d ) એલ્યુમિનિયમ ક્લોરાઇડ (e) કાયમ કાર્બોનેટ
ઉત્તર :
(a) મેગ્નેશિયમ ક્લોરાઇડ :
સંજ્ઞા : Mg Cl
વીજભાર : +2 -1
સૂત્ર : MgCl2
(b) કેલ્શિયમ ઑક્સાઇડ :
સંજ્ઞા : Ca O
વીજભાર : +2 -2
સૂત્ર : CaO
(c) કૉપર નાઇટ્રેટ :
સંજ્ઞા : Cu NO3
વીજભાર : +2 -1
સૂત્ર : Cu(NO3)2
( d ) ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ :
સંજ્ઞા : Al Cl
વીજભાર : +3 -1
સૂત્ર : AlCl3
( e) કૅલ્શિયમ કાર્બોનેટ :
સંજ્ઞા : Ca CO3
વીજભાર : + 2 -2
સૂત્ર : CaCO3
( 5 ) નીચે દર્શાવેલાં સંયોજનોમાં હાજર રહેલ તત્ત્વોનાં નામ જણાવો : (a) ક્વિક લાઇમ (b ) હાઇડ્રોજન બ્રોમાઇડ (e) બેકિંગ પાઉડર ( d ) પોટિશયમ સલ્ફેટ
ઉત્તર :
સંયોજન → રાસાયણિક નામ→ સૂત્ર→ તત્ત્વોનાં નામ
( a ) ક્વિક લાઇમ→ કૅલ્શિયમ ઑક્સાઇડ→ CaO→ કૅલ્શિયમ (Ca), ઑક્સિજન (0)
( b ) હાઇડ્રોજન બ્રોમાઇડ→ હાઇડ્રોજન બ્રોમાઇડ→ HBr→ હાઇડ્રોજન (H), બ્રોમિન (Br)
( c ) બૅન્કિંગ પાઉડર→ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ→ NaHCO3→ સોડિયમ (Na), હાઇડ્રોજન (H), કાર્બન (C), ઑક્સિજન (O)
( d ) પોટૅશિયમ સલ્ફેટ→ પોટૅશિયમ સલ્ફેટ→ K2SO4→ પોટૅશિયમ (K), સલ્ફર (S), ઑક્સિજન (0)
( 6 ) નીચેના પદાર્થોના મોલર દળની ગણતરી કરો :
( a ) ઇથાઇન (C2H2), (b ) સલ્ફર અણુ (S8), (C) ફૉસ્ફરસ અણુ (P4) (ફૉસ્ફરસનું પરમાણ્વીય દળ = 31 u), ( હૈં) હાઇડ્રોક્લોરિક ઍસિડ (HCl), ( d ) નાઇટ્રિક ઍસિડ (HNO3,)
ઉત્તર :-
( a ) ઇથાઇન C2H2 = 2 (C નું પરમાણ્વીય દળ) + 2 (Hનું પરમાણ્વીય દળ)
=2(12) + 2(1)
= 24 + 2 = 26 u
( b ) સલ્ફર અણુ S8 = 8 (Sનું પરમાણ્વીય દળ)
= 8 (32)
= 256 u
(c) ફૉસ્ફરસ અણુ P4 = 4 (Pનું પરમાણ્વીય દળ)
= 4 (31) = 124 u
( d ) હાઇડ્રોક્લોરિક ઍસિડ HCl
= 1 (Hનું પરમાણ્વીય દળ) + 1 (Clનું પરમાણ્વીય દળ)
= 1 (1) +1 (35.5)
= 36.5
( e ) નાઇટ્રિક ઍસિડ HNO3
= 1 (Hનું ૫૨માણ્વીય દળ) + 1 (Nનું પરમાણ્વીય દળ) + 3 (Oનું પરમાણ્વીય દળ)
= 1 (1) +1 (14) + 3 (16)
= 63 u
(7 ) નીચેનાનાં દળ શું હશે?
(a) 1 મોલ નાઇટ્રોજન પરમાણુ (b) 4 મોલ ઍલ્યુમિનિયમ પરમાણુ (ઍલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ = 27 u) (c) 10 મોલ સોડિયમ સલ્ફાઇટ (Na2S03)
ઉત્તર:-
(a) 1 મોલ નાઇટ્રોજન પરમાણુનું દળ = 14 g
(b) 4 મોલ ઍલ્યુમિનિયમ પરમાણુનું દળ = 4 × 27
= 108 g
(c) 10 મોલ સોડિયમ સલ્ફાઇટ (Na2S03)
1 મોલ Na2SO3નું દળ = 2 (Na) + 1 (S) + 3 (O)
=2 (23) +1 (32) + 3 (16)
= 126 u
10 મોલ સોડિયમ સલ્ફાઇટનું દળ = 10 × 126
= 1260 g
(8) નીચેનાનું મોલમાં રૂપાંતર કરો :
( a ) 12 g ઑક્સિજન વાયુ
(b) 20 g પાણી
(c) 22 g કાર્બન ડાયૉક્સાઇડ
ઉત્તર:- ( a ) મોલ સંખ્યા = આપેલ દળ/ મોલર દળ
=12/ 32
= 0.375 મોલ
(b) મોલ-સંખ્યા = આપેલ દળ/ મોલર દળ
= 20/18
= 1.11 મોલ
(c) મોલ-સંખ્યા = આપેલ દળ/ મોલર દળ
= 22/44
= 0.5 મોલ
(9) નીચેનાનું દળ કેટલું થશે?
(a) 0.2 મોલ ઑક્સિજન પરમાણુ
(b) 0.5 મોલ પાણીના અણુ
ઉત્તર :- (a) 0.2 મોલ ઑક્સિજન પરમાણુનું દળ = 0.2 × 16
= 3.2 g
(b) 0.5 મોલ પાણીના અણુનું દળ = 0.5 x 18
= 9.0 g
(10) 16 g ઘન સલ્ફરમાં રહેલા અણુ (S8)ની સંખ્યા ગણો.
ઉત્તર :- અણુની સંખ્યા = આપેલ દળ ઉકેલ / મોલર દળ × ઍવોગેડ઼ો અંક
N = m/ M × No
= 16/ 256 X 6.022 x 10²³
= 0.376 × 10²³
= 3.76 x 10²² અણુ
(11) 0.051 g ઍલ્યુમિનિયમ ઑક્સાઈડમાં હાજર રહેલા ઍલ્યુમિનિયમ આયનની સંખ્યા ગણો.
ઉકેલ : Al2O3નું મોલર દળ
= 2 (Alનું પરમાણ્વીય દળ) + 3 (Oનું પરમાણ્વીય દળ)
=2 (27) + 3 (16) = 102 u
મોલ-સંખ્યા = આપેલ દળ /આણ્વીય દળ (મોલર દળ)
= 0.051/ 102
= 0.0005 = 5 x 10-4 મોલ
1 મોલ Al2O3માં Al3+ આયનની સંખ્યા = 2 × 6.022 × 10²³
∴ 5.0 × 10-4 મોલ Al2O3 માં Al3+ આયનની સંખ્યા
= 2 × 6.022 × 10²³ x 5 x 10-4
= 10¹ x 6.022 × 10²³ x 10-4
= 6.022 x 1020 Al3+ આયન
આ ઉપરાંત બીજા પ્રકરણોની લિંક નીચે આપેલ છે.
ધો.9 વિજ્ઞાન પ્ર -1 આપણી આસપાસમાં દ્રવ્ય
ધો.9 વિજ્ઞાન પ્ર – 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્વ છે?
ધો.9 વિજ્ઞાન પ્ર -5 સજીવનો પાયાનો એકમ
ધોરણ 9 વિજ્ઞાન પ્ર – 10 ગુરુત્વાકર્ષણ
ધો.9 વિજ્ઞાન પ્ર – 14 નૈસર્ગિક સ્ત્રોતો
ધોરણ 9 વિજ્ઞાન પ્ર – 15 અન્નસ્ત્રોતોમાં સુધારણા