ધો.10 સામાજિક વિજ્ઞાન પ્ર – 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો : ગરીબી અને બેરોજગારી

std10 social science ch17

ધો.10 સામાજિક વિજ્ઞાન ગાઇડ પ્ર – 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો : ગરીબી અને બેરોજગારી (std10 social science ch17) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.std10 social science ch17

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો.

std10 social science ch17

(1) ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો.

ઉત્તર :- ગરીબી ઘટાડવા માટે ભારત સરકારે આયોજનમાં નીચે પ્રમાણે ચાર પ્રકારની વ્યૂહરચના (વિવિધ ઉપાયો) અપનાવી હતી :

→ દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકોમાં વધારો થશે તેમજ શ્રીમંતોને પ્રાપ્ત થતા લાભો ગરીબો  સુધી વિસ્તરશે એવી આશાએ ‘ગરીબી હટાવો’ના સૂત્ર સાથે સરકારે આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગોની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું. દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા બધી પંચવર્ષીય યોજનાઓમાં કૃષિક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું. આમ છતાં, દેશમાં મંદ આર્થિક વિકાસ અને વિકાસના લાભોની અસમાન વહેંચણીને કારણે ગરીબીમાં અપેક્ષિત ઘટાડો થઈ શક્યો નથી. ધનિકો વધુ ધનિક થયા અને ગરીબો વધુ ગરીબ બન્યા !

→ સરકારે આવકની સમાન વહેંચણી કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધર્યા, જેથી ધનિકો અને ગરીબો વચ્ચેનું અંતર ઘટી શકે. જેમ કે

(1) ધનિક વર્ગ અને મધ્યમવર્ગ પર કરવેરા નાખ્યા.

(2) ધનિક વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી મોજશોખની, ભોગવિલાસની અને સુખસગવડની વસ્તુઓના ઉત્પાદન પર ઊંચા કરવેરા નાખવામાં આવ્યા.

(૩) ગરીબ લોકોની રોજિંદા વપરાશની વસ્તુઓના ઉત્પાદનને અગ્રિમતા આપી તેમજ એ વસ્તુઓ બજારભાવી કરતાં ઓછા ભાવે ગરીબોને મળી રહે તેવી જાહેર વિતરણ પ્રણાલી (PDS) ગોઠવી. ગરીબોને વાજબી ભાવની દુકાનો (FPSS) દ્વારા નિયત જથ્થામાં રાહતદરે જીવનજરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડીને તેમના જીવનધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવ્યો.

→ જમીનદારી પ્રથાની નાબૂદી, ગણોતિયાઓ માટે જમીનની માલિકીના હકની પ્રાપ્તિ અંગેની જોગવાઈઓ ધરાવતો ગણોતધારો, જમીન ટોચમર્યાદાનો કાયદો, ફાજલ પડતર જમીનની ભૂમિહીન ખેડૂતોને વહેંચણી, ગણોતનું નિયમન, ખેડહકની સલામતી, જમીનની હદનું સીમાંકન વગેરે જમીનધારાના સુધારાના ઉપાયો હાથ ધરીને ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો થાય અને જમીનવિહોણા, ખેતમજૂરો કે ગણોતિયાની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિ સુધારવાનો વ્યૂહ અપનાવ્યો છે.

→ સરકારે રોજગારીની આર્થિક તકો વધારવા કૃષિપેદાશો પર આધારિત ઉદ્યોગો, ડેરી ઉદ્યોગ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, નાની- મોટી સિંચાઈ યોજનાઓ, ગૃહઉદ્યોગો, લઘુઉદ્યોગો, કુટિર ઉદ્યોગો વગેરે શ્રમપ્રધાન ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને આર્થિક મદદ કરી. આ ઉપરાંત, સરકારે કાયદા ઘડીને કેટલી ચીજવસ્તુઓનું ઉત્પાદન ગૃહઉદ્યોગો અને લઘુઉદ્યોગો પૂરતું અનામત રાખ્યું.

→ (1) સ૨કારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, આરોગ્ય, વસવાટ, કુટુંબનિયોજન, સંદેશવ્યવહાર, રસ્તા, સિંચાઈ, કૌશલ્યોનો વિકાસ વગેરે અંગેના કાર્યક્રમો અમલમાં મૂક્યા. બિયારણો, ખાતરો અને ટ્રેક્ટર માટે સસ્તી બૅન્ક લોનની સગવડ કરી.

(2) શૈક્ષણિક ક્ષેત્રે ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શરૂ કર્યા અને તાલીમકેન્દ્રો ખોલ્યાં.

(૩) યુવક-યુવતીઓના ઉચ્ચ શિક્ષણ માટે સ્કૉલરશિપ, ફી-માફી, આશ્રમશાળાઓ વગેરેની સગવડ કરી.

(4) મહિલા સશક્તીકરણના પ્રયાસરૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા સ્વરોજગારીના કાર્યક્રમો શરૂ કર્યા.

(2) ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વયે ‘કૃષિક્ષેત્રે’ તથા ‘ગ્રામોદયથી ભારત ઉદયના કાર્યક્રમ હેઠળ સરકારે લીધેલાં પગલાંઓની વિગતે ચર્ચા કરો.

ઉત્તર :- ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વયે ભારત સરકારે ‘કૃષિક્ષેત્રે’ અમલમાં મૂકેલી યોજનાઓ નીચે પ્રમાણે છે :

( i ) પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના : આ યોજના દ્વારા કૃષિ- ઉત્પાદનના દરમાં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગોનો વિકાસ થાય, સિંચાઈની સવલતોમાં વધારો થાય, જળસંકટ નાથવા માટે નાના-મોટા ચેકડેમો બાંધવા વગે૨ે હેતુઓ સિદ્ધ કરીને ખેડૂતોને ખેતીનાં જોખમો અને દેવાંથી બચાવવાનો તેમજ રોજગારી પૂરી પાડીને તેમને ગરીબીમાંથી ઉ૫૨ લાવવાનો પ્રયાસ છે.

( ii ) પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના : આ યોજના ખેતસુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રથિત કરીને અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના મુજબ કુદરતી આફતોથી ખેતીના ઊભા પાકને થતા નુકસાન માટે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત, ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બોનસ આપવામાં આવે છે. કૃષિપેદાશોના ભાવો સ્થિર રાખવા માટે સરકારે ‘ક્ષતિમુક્ત કૃષિભાવ પંચ’ની રચના કરી છે.

(iii) રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ : આ કાર્યક્રમ હેઠળ સરકારે દરેક ખેતરને પાણી, હયાત કૅનાલનાં માળખાં સુધારવાં, જમીન-ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ટ્યૂબવેલ બનાવવા, ક્ષાર-પ્રવેશ નિયંત્રણ વગેરે કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. આ ઉપરાંત, તળાવોનું ખોદકામ, વૉટર શેડ વિકાસ, ટાંકી-નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનીકરણ, નહેરોનું બાંધકામ, બાગાયત કામ, ચૅકડૅમોનું બાંધકામ વગેરે રોજગારલક્ષી કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત કુટુંબોને ગરીબીમાંથી ઉપર લાવવા પ્રયત્નો કરવામાં આવે છે.

( iv ) ઇ-નામ્ યોજના : આ યોજનાનો મુખ્ય હેતુ કૃષિપેદાશોના વેચાણના વચેટિયાઓ અને દલાલોથી ખેડૂતોને થતું આર્થિક નુકસાન અટકાવવાનો તેમજ ખેડૂતોને તેમની પેદાશોની હરીફાઈથી વધુ લાભ અપાવવાનો છે. આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિબજાર ઊભું કર્યું છે. તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઑનલાઇન સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી એ પેદાશોની કોઈ પણ જગ્યાએથી બોલી લગાવી શકે છે.

std10 social science ch17

(3) ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો.

ઉત્તર:- ભારત સરકારે ગરીબીનિર્મૂલન માટે પાંચ પ્રકારના કાર્યક્રમો બનાવ્યા : 1. વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો, 2. સ્વરોજગારીના કાર્યક્રમો, 3. અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો, 4. સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો અને 5. શહેરી ગરીબીનિવારણના કાર્યક્રમો.

1. કૃષિવિકાસ માટેના કાર્યક્રમો અથવા યોજનાઓ :

( i ) પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના : આ યોજના દ્વારા કૃષિ- ઉત્પાદનના દરમાં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગોનો વિકાસ થાય, સિંચાઈની સવલતોમાં વધારો થાય, જળસંકટ નાથવા માટે નાના-મોટા ગૅકડેમો બાંધવા વગે૨ે હેતુઓ સિદ્ધ કરીને ખેડૂતોને ખેતીનાં જોખમો અને દેવાંથી બચાવવાનો તેમજ રોજગારી પૂરી પાડીને તેમને ગરીબીમાંથી ઉ૫૨ લાવવાનો પ્રયાસ છે.

( ii ) પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના : આ યોજના ખેતસુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રથિત કરીને અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના મુજબ કુદરતી આફતોથી ખેતીના ઊભા પાકને થતા નુકસાન માટે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત, ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બોનસ આપવામાં આવે છે. કૃષિપેદાશોના ભાવો સ્થિર રાખવા માટે સરકારે ‘ક્ષતિમુક્ત કૃષિભાવ પંચ’ની રચના કરી છે.

(iii) રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ : આ કાર્યક્રમ હેઠળ સરકારે દરેક ખેતરને પાણી, હયાત કૅનાલનાં માળખાં સુધારવાં, જમીન-ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ટ્યૂબવેલ બનાવવા, ક્ષાર-પ્રવેશ નિયંત્રણ વગેરે કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. આ ઉપરાંત, તળાવોનું ખોદકામ, વૉટર શેડ વિકાસ, ટાંકી-નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનીકરણ, નહેરોનું બાંધકામ, બાગાયત કામ, ચૅકડૅમોનું બાંધકામ વગેરે રોજગારલક્ષી કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત કુટુંબોને ગરીબીમાંથી ઉપર લાવવા પ્રયત્નો કરવામાં આવે છે.

( iv ) ઇ-નામ્ યોજના : આ યોજનાનો મુખ્ય હેતુ કૃષિપેદાશોના વેચાણના વચેટિયાઓ અને દલાલોથી ખેડૂતોને થતું આર્થિક નુકસાન અટકાવવાનો તેમજ ખેડૂતોને તેમની પેદાશોની હરીફાઈથી વધુ લાભ અપાવવાનો છે. આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિબજાર ઊભું કર્યું છે. તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઑનલાઇન સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી એ પેદાશોની કોઈ પણ જગ્યાએથી બોલી લગાવી શકે છે.

2. ગ્રામોદયથી ભારત ઉદય :-

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ હેઠળ કરવામાં આવતાં તમામ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કામોનો મુખ્ય હેતુ રોજગારીની તકોનું સર્જન કરી ગામડાઓને સમૃદ્ધ બનાવવાનો છે. આ યોજનાનાં કામોમાં ગરીબોને ન્યૂનતમ વેતન આપવામાં આવે છે.

આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓથી પાકોનું રક્ષણ કરવા તારની વાડ બાંધવા આર્થિક સહાય, અછત કે દુષ્કાળના સમયે પશુધનને બચાવવા માટે ઘાસ-ઉત્પાદન તથા પશુ-શેલ્ટર (આશ્રયસ્થાન) બાંધવા માટે સહાય, આધુનિક ટેક્નોલૉજીથી વરસાદની આગાહી, જમીનનો સર્વે કરી તેનો રેકૉર્ડ રાખવાની જોગવાઈ, ખેતીનાં યાંત્રિક સાધનોની ખરીદીમાં સબસિડી આપવી, મસાલાની ગુણવત્તા માટે નવી ટેસ્ટિંગ લબોરેટરી સ્થાપવી વગેરેનો સમાવેશ થાય છે.

3. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના :

આ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રે વિના અવરોધે 24 × 7 રાત-દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવો, ઘરોમાં અને ખેતરોમાં રાહતદરે વીજળી પૂરી પાડવી, દેશભરમાં વીજળીની સુવિધા વિનાનાં 18,000 ગામોમાં વીજળી પહોંચાડવા નવી લાઇનો અને નવાં વીજ સબસ્ટેશનો સ્થાપવાં તથા કૃષિક્ષેત્રનાં વીજળીનાં સાધનો ખરીદવાં તેમજ સૌરઊર્જા દ્વારા વીજળી મેળવવા અને સોલાર માટે ટેકનિક-સાધનો ખરીદવાં સબસિડીરૂપે સહાય પૂરી પાડીને ખેડૂતોની ગરીબી નિવારવા પ્રયાસો કરવામાં આવે છે.

4. આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના’ :

આ યોજના હેઠળ કૃષિવિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે તેમજ વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા સહાય, સજીવ ખેતી ગ્રેડિંગ અને પૅકેજિંગની તાલીમ અને માર્ગદર્શન પૂરાં પાડવામાં આવે છે.

5. સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન :

આ યોજના હેઠળ ખેતીની સામગ્રીની ખરીદી માટે ઓછા દરે ધિરાણ, ખેડૂતો માટે તાલીમી શિક્ષણની વ્યવસ્થા, ખેતપેદાશોના વેચાણ માટેની વ્યવસ્થા, પર્યાવરણની જાળવણી વગેરે સવલતો દ્વારા ગરીબ ખેડૂતોના ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

6. પ્રધાનમંત્રી સડક યોજના :

આ યોજના હેઠળ ગામડાંને નજીકનાં નાનાં-મોટાં શહેરો સાથે જોડવા ઍપ્રોચ રોડ બનાવવામાં આવે છે.

7. મા અન્નપૂર્ણા યોજના :

આ યોજના હેઠળ રાજ્યનાં અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબીરેખા નીચે જીવતાં તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે. આ યોજના મુજબ મધ્યમવર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં 7 2 પ્રતિકિલો, ચોખા હૈં 3 પ્રતિકિલો અને જાડું અનાજ ર્ 1 પ્રતિકિલોના ભાવે આપવામાં આવે છે.

8. સાંસદ આદર્શ ગ્રામ યોજના :

આ યોજના હેઠળ દરેક સંસદ- સભ્યે પોતાના મતવિસ્તારના દત્તક લીધેલા ગામમાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડીને તેમજ વિવિધ કામો દ્વારા રોજગારીની તકોનું નિર્માણ કરીને તેને ‘આદર્શ ગામ’ બનાવવાનું હોય છે.

9. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના (MGNREGA) :

‘આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વાજબી દામ’ના સૂત્ર દ્વારા અમલી બનેલી આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબદીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે. કામ પૂરું પાડવામાં નિષ્ફળતા મળે, તો નિયમ મુજબ તેને ‘બેકારી ભથ્થું’ પણ ચૂકવવામાં આવે છે.

10. મિશન મંગલમ્ :

આ યોજના હેઠળ રાજ્ય સરકાર ગરીબી- રેખા નીચે જીવતાં કુટુંબોની મહિલા સભ્યોને સખીમંડળો કે સ્વસહાય જૂથમાં જોડીને, તેમને તાલીમ આપીને, પાપડ-અથાણાં-અગરબત્તી બનાવવાના ગૃહઉદ્યોગ દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવે છે.

11. દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના :

આ યોજના હેઠળ રાજ્ય સરકાર હસ્તકલા અને હાથશાળના કુટિર ઉદ્યોગોના કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બૅન્ક-લોનની સગવડ પૂરી પાડે છે.

12. જ્યોતિ ગ્રામોદ્ધાર વિકાસ યોજના :

ગ્રામ્ય વિસ્તારોમાં  સ્વરોજગારની તકો પૂરી પાડવા એ વિસ્તારના બેરોજગારોને ઉદ્યોગો સ્થાપવા જમીન, યંત્રસામગ્રી, વીજળી વગેરે માટે સબસિડીરૂપે આર્થિક મદદ આપવામાં આવે છે. સરકારનો સ્ટાર્ટ-અપ ઇન્ડિયા’ નામનો કાર્યક્રમ આ યોજનાનો જ એક ભાગ છે.

13. બાજપાઈ બૅન્કેબલ યોજના :

આ યોજના હેઠળ જેમની ઉંમર 18થી 65 વર્ષની હોય અને ઓછામાં ઓછું 4થું ધોરણ પાસ કર્યું હોય એવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગારોને તાલીમ આપીને તથા વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ આપીને સ્વરોજગારી દ્વારા ગરીબીનિવારણ માટે પ્રયાસો કરવામાં આવે છે.

14. ઍગ્રો બિઝનેસ પૉલિસી 2016 :

દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટની નિકાસોમાં મદદ કરવાની તેમજ ઍગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને લગભગ 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે.

std10 social science ch17

(4) બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજના અને કાર્યક્રમો (મુખ્ય ચાર) સવિસ્તર સમજાવો.

ઉત્તર :- ભારતમાં બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજનાઓ અને કાર્યક્રમો નીચે પ્રમાણે છે :

1. ભારતમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર 10 % જેટલો ઊંચો રાખીને તે લક્ષ્યાંકને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવાં જોઈએ.

→ આ માટે જાહેર અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારીને રોજગારીની તકો ઊભી કરવી જોઈએ.

→ ગૃહઉદ્યોગો અને કુટિર ઉદ્યોગોનો ઝડપી અને સંતુલિત વિકાસ કરવો જોઈએ.

2. શ્રમપ્રધાન ઉત્પાદન-પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો, ગ્રામોઘોગો, હુન્નર ઉદ્યોગો વગેરેના વિકાસ ૫૨ ભાર મૂકવો જોઈએ.

3. ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણ વડે વધારે લોકોને રોજગારી આપી શકાય છે. એવી ખેતીવિષયક પ્રવૃત્તિઓ અને યોજનાઓનો મહત્તમ અમલ કરવો જોઈએ.

→ જેમ કે, કૃષિક્ષેત્રે એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવી, નવી જમીન ખેડાલ હેઠળ લાવવી, દરેક ખેતરને પાછી અને વીજળી પૂરાં પાડવા, નાની-મોટી સિંચાઈ યોજનાઓ બનાવવી, સડકોનું નિર્માણ કરવું, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યઉછેર, મરઘાં- બતકાંકેર, વનીકરણ વગેરે પ્રવૃત્તિઓ વિકસાવવી,

→ બાગાયતી અને શાકભાજી તથા ફળોની ખેતીને પ્રોત્સાહન આપવું વગેરે.

4. ગ્રામીણ ક્ષેત્રે લોકોનો તંદુરસ્ત વિકાસ સાધવા તેમને પૌષ્ટિક આહાર, પીવા માટે ચોખ્ખું પાણી, આરોગ્ય, શિક્ષા, વીજળી, રસ્તાઓ વગેરે પૂરા પાડીને તેમજ બૅન્ક, વીમો, ઇન્ટરનેટ, સંદેશવ્યવહાર, વાહનવ્યહાર વગેરેની સવલતો પૂરી પાડવી જોઈએ, જેથી તેમના જીવનમાં ગુણાત્મક અને પરિમાણાત્મક સુધારો લાવી શકાય.

5. શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા તેમનામાં કૌશલોનો વિકાસ કરવો અને તેમને શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી.

6. ઉત્પાદનક્ષેત્રે ટેકનોલામાં ફેરફાર થવાથી કૌશલયુક્ત શ્રમિકોની માંગ વધી છે. આથી શ્રમિકોને જે-તે ક્ષેત્રનાં પ્રશિક્ષણ અને તાલીમ આપીને કાર્યક્ષમ બનાવવાથી તેમને રોજગારી પ્રાપ્ત થઈ શકે.

→ આ માટે (1) વ્યવસાયલક્ષી કે તકનિકી શિક્ષણ નીતિ અપનાવવી. (2) શાળા-કૉલેજના અભ્યાસક્રમો સ્થાનિક ઉદ્યોગોની માંગ પ્રમાણે રાખવા. (૩) બજારની માંગ પ્રમાણે શ્રમિકોને વ્યાવસાયિક અને ટેકનિકલ શિક્ષણ અને તાલીમ આપવાં. (4) શ્રમિકોને સતત કામ મળી રહેશે એવું આશ્વાસન આપવું. (5) કામની નવી પરિસ્થિતિ મુજબ નૂતન જાણકારી મેળવવી અને શ્રમિકને સક્ષમ બનાવી રોજગારી અપાવવી. (6) વિકસિત દેશોની શિક્તની તાનામાં ભારતીય મિકી વૈશ્વિક કક્ષાએ તેમની સમક્ષ ઊભા રહી શકે એવી પરિસ્થિતિ સર્જવી.

7. ભારત સરકારે યુવા બેરોજગારોને માટે મેક ઇન ઇન્ડિયા’, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા’ જેવી પોજના અમલમાં મૂકી છે. આ યૌજનાઓનો વ્યાપ વધારીને બેરોજગારોને તેની સઘળી માહિતી પૂરી પાડવામાં આવે, તો તે બેરોજગારી ઘટાડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે.

8. શ્રમશક્તિનું આયોજન : રોજગારીનાં નવાં ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. એ ક્ષેત્રોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શાળા અને કૉલેજોમાં નવા અભ્યાસક્રમો દાખલ કરવા જોઈએ.

→ આમ, શ્રમશક્તિની આજની માંગને અનુરૂપ શ્રમિકોને ટૂંકા કે લાંબા સમયના સર્ટિફિકેટ કે ડિપ્લોમાં પ્રકારના તાલીમી અભ્યાસક્રમો સરળ રીતે ઉપલબ્ધ કરાવવાથી વિજિત બેરીજગારી ઘટાડી શકાય છે. આ ક્ષેત્રે ભારત સરકારે દેશનાં બધાં રાજ્યોમાં ઔદ્યોગિક તાલીમી કેન્દ્રો (ITI) તેમજ દરેક રાજ્યમાં એક IIT (આઈ.આઈ.ટી.) અને IIM (આઈ.આઈ.એમ.) જેવી ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ સ્થાપી છે.

→ ઉદ્યોગ-સાહસિકોને નવા ધંધા-ઉદ્યોગો શરૂ કરવા માટે ‘સ્ટાર્ટ-અપ ઇન્ડિયા’ અન્વયે સસ્તી લોનની સહાય આપવામાં આવે છે, જે બેરોજગારી ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

9. ઉદ્યોગસંબંધી વિકાસ : નવા વેપાર-ઉદ્યોગો ઓછી મૂડીથી સ્વરોજગારીની વધુ તકો ઊભી કરવામાં ખૂબ ઉપયોગી બની શકે તેમ છે. આ માટે સરકારે ઓછા વ્યાજના દરે ધિરાણ, કાચો માલ અને યંત્રસામગ્રીની પ્રાપ્તિ, વેચાણ-વ્યવસ્થા વગેરે માટે અનેક પગલાં લીધાં છે.

10. રોજગાર વિનિમય કેન્દ્રો પોતાને ત્યાં નોંધાયેલ બેરોજગારોને તેમની લાયકાત અને અનુભવ મુજબ કામ ક્યાં ક્યાં મળી રહેશે તેની વિશ્વસનીય માહિતી અને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. આ કેન્દ્રો પોતાનાં કદ અને કાર્યક્ષેત્રનો વ્યાપ વિસ્તારીને બેરોજગારોને ઝડપથી સઘળી માહિતી પૂરી પાડે, તો તે બેરોજગારી ઘટાડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે.

→ આજે રોજગાર વિનિમય કેન્દ્રો ‘રોજગાર’, ‘કારકિર્દી’ જેવાં સામયિકો દ્વારા રોજગારીની માહિતી પૂરી પાડે છે.

→ તે મૉડેલ કેરિયર સેન્ટર’ અને હેલ્પલાઇન નંબર 1800-425- 1514 દ્વારા બેરોજગારોને જરૂરી માહિતી આપે છે. આ ઉપરાંત, સરકાર રોજગાર મેળા પણ યોજે છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :

std10 social science ch17

(1) ગરીબી એટલે શું ? ગરીબીરેખા હેઠળ જીવતા લોકોનાં લક્ષણો જણાવો.

ઉત્તર:- ગરીબીનો અર્થ નીચે પ્રમાણે થાય છે

→ જેમને ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ અને તબીબી સારવાર (આરોગ્ય) જેવી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી ત્યારે સમાજની એ સ્થિતિને ‘ગરીબી’ કહે છે.

ગરીબીરેખા હેઠળ જીવતા લોકોનાં લક્ષણો નીચે પ્રમાણે છે:

→ જે લોકોને બે ટંક પૂરતું ભોજન ન મળતું હોય.

→ જેમને રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા ન મળતી હોય.

→ જેમને ગંદા વિસ્તારોમાં રહેવું પડતું હોય.

→ જેમની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય.

→ જેમને પોષણયુક્ત આહાર ન મળતો હોય.

→ જેઓ શારીરિક રીતે અશક્ત હોય.

→ જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આય ને આયુષ્યદરથી ઓછું હોય.

→ જેઓ નિરક્ષર હોય.

→ જેઓ સતત અનેક નાના-મોટા રોગોથી પીડાતા હોય.

→ જેમનાં બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય.

→ જેમનાં બાળકોનું મૃત્યુપ્રમાણ ઊંચું હોય.

સામાન્ય રીતે ઉપર્યુક્ત લક્ષણો ધરાવતા લોકોને ગરીબીરેખાની નીચે જીવતા લોકો ગણવામાં આવે છે.

std10 social science ch17

(2)ભારતમાં ગરીબીનું વર્ણન કરો.

ઉત્તર :- ભારતમાં આયોજનપંચે ઈ. સ. 2011 – 12માં ગરીબીરેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ ખર્ચ ₹ 816 એટલે કે કુટુંબદીઠ ખર્ચ ₹ 4080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ ખર્ચ ₹ 1000 એટલે કે કુટુંબદીઠ હૈં ₹ 5000નું પ્રમાણ નક્કી કર્યું હતું.

→ આ માપદંડના આધારે ભારતમાં ઈ. સ. 2011 – 12માં દેશની કુલ 121 કરોડની વસ્તીમાંથી 27 કરોડ લોકો ગરીબ હતા; જ્યારે ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.9% હતું.

→ વિશ્વબૅન્કે ગરીબીરેખાના ધોરણ માટે ઈ. સ. 2012માં ઈ. સ. 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક 1.90 S (યૂ.એસ.એ. ડૉલર) નક્કી કરી હતી.

→ વિશ્વબૅન્કના એક અહેવાલ મુજબ ઈ. સ. 2010માં ભારતની કુલ વસ્તીના 121 કરોડમાંથી 45.6 કરોડ લોકો ગરીબ હતા, એટલે કે કુલ વસ્તીના 32.7 % લોકો ગરીબીરેખાની નીચે જીવન જીવતા હતા.

→ UNDP – 2015ના રિપૉર્ટ મુજબ ભારતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92 % હતું. તેમાં ગ્રામીણ ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 25.7 % અને શહેરી ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 13.7 % હતું. એટલે કે દેશના 26.93 કરોડ ગરીબોમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ અને શહેરી ક્ષેત્રે 5.28 કરોડ લોકો ગરીબીરેખા નીચે જીવન જીવતા હતા.

→ ભારતમાં ગરીબીના પ્રમાણમાં આંતરરાજ્ય અસમાનતા પ્રવર્તે છે. ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ છત્તીસગઢ રાજ્ય(36,93 %)માં અને સૌથી નીચું પ્રમાણ ગોવા રાજ્ય(5.09%)માં જોવા મળ્યું હતું.

→ ભારતમાં છત્તીસગઢ, અસમ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા વગેરે રાજ્યોમાં ગરીબીનું પ્રમાણ સરેરાશ ૩૦%થી વધારે છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63 % છે.

ગ્રામીણ ક્ષેત્રે ગરીબો : ગ્રામીણ વિસ્તારમાં વસતા ગરીબોમાં મુખ્યત્વે જમીનવિહોણા ખેતમજૂરો, ગૃહઉદ્યોગો કે કુટિર ઉદ્યોગોના કારીગરો, સીમાંત ખેડૂતો, ભિખારીઓ, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો વગેરેનો સમાવેશ થાય છે.

શહેરી ક્ષેત્રે ગરીબો : શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં મુખ્યત્વે કામચલાઉ મજૂર, બેરોજગાર દૈનિક શ્રમિક, ઘરનોકર, રિક્ષાચાલક, ચા-નાસ્તાની લારી-ગલ્લા કે હોટલ-ઢાબા પર કે ઑટોગૅરેજમાં કામ કરનારા શ્રમિકો, ભિક્ષુકો વગેરેનો સમાવેશ થાય છે.

(3) ગરીબી ઉદ્ભવવાનાં કારણો જણાવો

ઉત્તર :- સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે તેવી સ્થિતિને ‘વ્યાપક કે દારૂણ ગરીબી’ કહેવાય છે અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ‘ગરીબ’ ગણવામાં આવે છે.

ભારતમાં ગરીબીના ઉદ્ભવ માટેનાં જવાબદાર કારણો નીચે પ્રમાણે છે:

→ દેશમાં વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડોને કારણે ખેતપેદાશોની આવકમાં ઘટાડો થયો.

→ ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ.

→ ગામડાંના લોકોમાં કૃષિ સિવાયના બીજા વ્યવસાયો માટે જરૂરી 1 શિક્ષણ, જ્ઞાન, તાલીમ કે કુશળતાનો અભાવ.

→ જ્ઞાતિપ્રથા તેમજ પરંપરાગત રૂઢિઓ અને રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચ કરવાથી લોકો દેવાદાર બને છે. આમ, બિનઉત્પાદકીય ખર્ચા કરવાથી વ્યક્તિ ગરીબ જ રહે છે.

→ દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિ શોષણ અને અન્યાયનો ભોગ બને છે. સરકારી યોજનાઓની માહિતીના અભાવે ગરીબોને મળતા લાભ તે મેળવી શકતો નથી.

→ દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક નીતિના ઘડતરમાં સમાજના છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેનાં હિતોની ઉપેક્ષા થવી.

→ ખેતપેદાશોમાં રોકડિયા પાકોને પ્રોત્સાહન મળવાથી ખોરાકી પાકોનું ઉત્પાદન ઘટ્યું. પરિણામે અનાજ, કઠોળના ભાવો વધ્યા. ભાવવધારો અને મોંઘવારીને કારણે વ્યક્તિને બે ટંક પૂરતું ભોજન ન મળ્યું.

→ દેશમાં આર્થિક સુધારાઓને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થઈ. કુટિર અને લઘુઉદ્યોગો બંધ થયા. રોજી-રોટી ન મળવાથી લોકો શહેરો તરફ વળ્યા. આ ઉપરાંત, ખેતીની આવકમાં ઘટાડો થવાથી ગામડાંમાં મજૂરીકામ ઓછું થયું.

→ સતત પોષણક્ષમ આહારના અભાવે ગરીબો નાના-મોટા રોગોના ભોગ બને છે. પરિણામે તેમની સારવારનો ખર્ચ વધે છે, જ્યારે આવકમાં વધારો થતો નથી. તેથી ગરીબોની આર્થિક સ્થિતિ સુધરતી નથી.

→ ટેક્નોલૉજીમાં ફેરફાર થતાં ગામડાંના પરંપરાગત વ્યવસાયો, કુટિર ઉદ્યોગો અને ગ્રામોદ્યોગો પડી ભાંગ્યા. તેથી બેકારીમાં વધારો થયો.

→ જીવનજરૂરિયાતની વસ્તુઓની માંગ સામે પુરવઠો ઘટતાં ભાવો વધ્યા. લોકોની ખરીદશક્તિ ઘટી. પરિણામે જીવનધોરણ નીચું ગયું. અંતે દેશમાં ગરીબીનું પ્રમાણ વધ્યું.

std10 social science ch17

(4) સામાજિક સલામતી અને અન્ન સુરક્ષાના સરકારના કાર્યક્રમો જણાવો.

ઉત્તર :- ભારત સરકારે ઈ. સ. 2013માં રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો પસાર કર્યો.

→ અન્ન સલામતી એટલે ‘દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ’.

→ આ કાયદા અન્વયે ગુજરાત સરકારે મા અન્નપૂર્ણા યોજના’ શરૂ કરી છે.

→ આ યોજના હેઠળ રાજ્યનાં અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબીરેખા નીચે જીવતાં તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે.

→ તેમાં મધ્યમવર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં ₹ 2 પ્રતિકિલો, ચોખા ₹ ૩ પ્રતિકિલો અને જાડું અનાજ ₹ 1 પ્રતિકિલોના ભાવે આપવામાં આવે છે.

→ રાજ્યના લગભગ 3.62 કરોડ લોકોને આ યોજનાનો લાભ આપીને તેમને અન્ન સુરક્ષા બક્ષવામાં આવી છે.

→ આ યોજનાનો લાભ મેળવતાં કુટુંબોની બચતો વધશે, જેથી તેઓ અન્ય વપરાશી વસ્તુઓ ખરીદીને પોતાનું જીવનધોરણ સારું બનાવી શકશે.

(5) ધનિક ભારતમાં ગરીબો વસે છે ! સમજાવો.

ઉત્તર :- ભારત વિવિધ પ્રકારનાં વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો સમૃદ્ધ – ધનિક – દેશ છે.

→ પરંતુ, દેશમાં એ સંસાધનોનો ઉપયોગ કરવાનાં પૂરતાં સાધનો અને ક્ષમતાનો અભાવ છે.

→ દેશમાં એ અંગેનાં શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની સંગીન વ્યવસ્થાનો પણ અભાવ છે.

→દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક વિકાસનું આયોજન પણ ખામીયુક્ત રહ્યું છે.

→ આમ, ભારત વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો ધનિક દેશ હોવા છતાં તેનો દેશની પ્રજાની સુખાકારી અને કલ્યાણ માટે યથોચિત ઉપયોગ થઈ શક્યો નથી. પરિણામે દેશમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નથી.

→ આથી કહી શકાય કે, ‘ધનિક ભારતમાં ગરીબો વસે છે !’

(6) બેરોજગારીનાં કારણો જણાવો.

ઉત્તર :- ભારતમાં બેરોજગારીનાં કારણો નીચે પ્રમાણે છે :

→ વસ્તીવધારો.

→ શિક્ષિત યુવક-યુવતીઓમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, તેમનામાં ટેનિકલ અને પ્રાયોગિક જ્ઞાન કે કૌશલનો અભાવ.

→ દેશના ઔદ્યોગિક વિકાસના ધીમા દરને કારણે પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરવામાં મળેલી નિષ્ફળતા.

→ કૃષિક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડો તેમજ ખેતીના વ્યવસાયમાં જોખમનું વધેલું પ્રમાણ.

→ આજના યુવાનોમાં કૃષિ-વ્યવસાય પ્રત્યે ઉદાસીનતા.

→ ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ.

→ ગ્રામોઘોગો, કુટિર ઉદ્યોગો અને લઘુઉદ્યોગોની નબળી સ્થિતિ.

→ જ્ઞાતિપ્રથા અને સંયુક્ત કુટુંબની વ્યવસ્થાને કારણે કૌટુંબિક ધંધાને કે પરંપરાગત વ્યવસાયને મળતી પ્રાથમિકતા.

→ નવા ધંધા-ઉદ્યોગ શરૂ કરવા માટે યુવાનોમાં સાહસનો અભાવ.

→ યુવાનોમાં ટેક્નિકલ જ્ઞાન, તાલીમ કે અનુભવનો અભાવ.

→ માનવશ્રમની અગતિશીલતા અને તેનું ખામીયુક્ત આયોજન.

→ બચતોના ઓછા પ્રમાણને કારણે નવા મૂડીસર્જનના દરમાં ઘટાડો.

std10 social science ch17

(7) બેરોજગારીની અસરો જણાવો.

ઉત્તર :- ભારતમાં બેરોજગારીની અસરો નીચે પ્રમાણે જોવા મળે છે :

→ યુવાનોમાં શિક્ષણ મેળવવાની અભિરુચિમાં ઘટાડો થાય છે.

→ તેમની માનસિક સ્થિતિ પર વિપરીત અસર થાય છે. તેઓ નિરાશા અને હતાશા અનુભવે છે.

→ લાંબા સમયથી બેકાર રહેલા યુવાનો માદક દ્રવ્યોની હેરાફેરી, ગેરકાનૂની વ્યવસાયો, ચોરી, લૂંટફાટ, ખંડણી વસૂલી જેવાં અસામાજિક, અનૈતિક કે ગુનાહિત કૃત્યો કરવા પ્રેરાય છે.

→ સામાજિક અને આર્થિક અસમાનતા વધે છે, જેથી સમાજમાં વર્ગભેદ સર્જાય છે.

→ બેરોજગારીને કારણે ગરીબી ઉદ્ભવે છે. ગરીબ અને બેકાર બનેલાં કુટુંબોની સ્થિતિ અત્યંત દયનીય બને છે. તેમનું જીવનધોરણ ખૂબ નીચું જાય છે. બેહાલ બનેલાં કુટુંબો માદક દ્રવ્યો કે અન્ય વ્યસનો તરફ વળે છે.

→ આમ, બેરોજગારીની વ્યક્તિ, કુટુંબ, સમાજ તેમજ દેશના અર્થતંત્ર પર વિઘાતક અસરો પડે છે.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો

std10 social science ch17

(1) સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી.

ઉત્તર :- સાપેક્ષ ગરીબી : સાપેક્ષ ગરીબી એટલે સમાજના બીજા વર્ગોની તુલનામાં અમુક એક વર્ગની ગરીબ હોવાની સ્થિતિ. ગરીબીના આ ખ્યાલમાં સમાજના ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચે થયેલ આવકની વહેંચણીનું સ્વરૂપ અને તેમની જીવનશૈલીની આવકની તુલના અભિપ્રેત હોવાથી આવી ગરીબીને ‘સાપેક્ષ (તુલનાત્મક) ગરીબી’ કહે છે.

નિરપેક્ષ ગરીબી : અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જીવનજરૂરિયાતો લઘુતમ બજારભાવે પણ પ્રાપ્ત કરી શકવાની ન્યૂનતમ આવક ન ધરાવતા હોય તેમની ગરીબીને ‘નિરપેક્ષ ગરીબી’ કહે છે.

(2) ‘એગ્રો બિઝનેસ પોલિસી’ તથા ઇ-નામ વિશે જણાવો.

ઉત્તર :- ઍગ્રો બિઝનેસ પૉલિસી અને ઇ-નામ્ – આ બંને યોજનાઓ ગુજરાત સરકારના ગરીબીનિવારણના કાર્યક્રમો છે.

ઍગ્રો બિઝનેસ પૉલિસી : આ કાર્યક્રમ દ્વારા રાજ્ય સ૨કારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટની નિકાસોમાં મદદ કરવાની અને ઍગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને લગભગ 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે.

ઇ-નામ્ : આ યોજનાનો મુખ્ય હેતુ કૃષિપેદાશોના વેચાણના આ પ્રમાણ વ વચેટિયાઓ અને દલાલોથી ખેડૂતોને થતું આર્થિક નુકસાન અટકાવવાનો ૩ તેમજ ખેડૂતોને તેમની પેદાશોની હરીફાઈથી વધુ લાભ અપાવવાનો છે. આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિબજારની રચના કરી છે. તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઑનલાઇન સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી એ પેદાશોની કોઈ પણ સ્થળેથી બોલી લગાવી શકે છે

(3) ‘મનરેગા’ કાર્યક્રમની સ્પષ્ટતા કરો.

ઉત્તર :- મનરેગા’ યોજના ભારત સરકારનો ગરીબીનિવારણનો એક કાર્યક્રમ છે.

→ ‘આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વાજબી દામ’ના સૂત્ર દ્વારા અમલી બનેલી આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબદીઠ 18 વર્ષથી વધુ ઉંમરના એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે.

→ કામ માગ્યા પછી સરકાર કામ પૂરું ન પાડી શકે, તો વ્યક્તિને ‘બેકારી ભથ્થું’ આપવામાં આવે છે.

→ ‘મનરેગા’ યોજના હેઠળ ગામમાં કૂવા, શૌચાલયો અને ઇન્દિરા આવાસનાં બાંધકામમાં મજૂરી, ઢોર-છાપરી, જૈવિક ખાતર, જમીનને સમથળ કરવી, માછલી સુકવણી, કૅનાલ સફાઈ, રસ્તા પર વનીકરણ, જળસંગ્રહ જેવાં ગ્રામોદ્ધારનાં કામો કરવામાં આવે છે.

→ આમ, આ યોજનામાં ગ્રામજનોને રોજગારીની બાંહેધરી આપીને તેમને ગરીબીરેખાથી ઉપર લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

(4) ઔદ્યોગિક બેરોજગારી એટલે શું ?

ઉત્તર :- ઔદ્યોગિક ક્ષેત્રે વીજળી કાપ, વિદેશી માલની આયાત, કાચા માલની અછત, ટેક્નોલૉજીમાં ફેરફાર વગેરે કારણોસર વસ્તુનું ઉત્પાદન ઘટે કે વસ્તુની માંગ ઘટે તો વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાના થવું પડતું હોય, તો તેવી સ્થિતિને ‘ઔદ્યોગિક બેરોજગારી’ કહે છે.

(5) વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો.

ઉત્તર:- વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું પરસ્પર આદાન-પ્રદાન : કરે છે, તેને ‘વિશ્વ-શ્રમબજાર’ કહે છે.

4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.

std10 social science ch17

(1) ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ ક્યા રાજ્યમાં છે ?

(A) ઉત્તરપ્રદેશ

(B) ઓડિશા

(C) છત્તીસંગઢ

(D) બિહાર

ઉત્તર:- (C) છત્તીસંગઢ

(2) ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ કેટલું હતું (કરોડમાં) ?

(A) 21.65

(B) 26.93

(C) 36.93

(D) 21.92

ઉત્તર:- (B) 26.93

(3) મહિલા સશક્તિકરણ, કૌશલ્યવર્ધન તાલીમ, સ્વરોજગારી અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનામાં રાખવામાં આવ્યો છે ?

(A) પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના

(B) રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના

(C) મિશન મંગલમ્ યોજના

(D) એગ્રો બિઝનેસ પોલિસી – 2016

ઉત્તર:- (C) મિશન મંગલમ્ યોજના

(4) ભારતના કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું ?

(A) બિહાર

(B) ઝારખંડ

(C) કેરાલા

(D) હરિયાણા

ઉત્તર:- (C) કેરાલા

(5) અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં આવી ?

(A) મા અન્નપૂર્ણા યોજના

(B) મનરેગા

(C) અંત્યોદય યોજના

(D) સુકન્યા સમૃદ્ધિ યોજના

ઉત્તર:- (A) મા અન્નપૂર્ણા યોજના

(6) યુવા બેરોજગારોને નવા આઇડિયા સાથે ઉદ્યોગ સાહસિક બની સ્વરોજગાર તરફ કઈ યોજના પ્રેરે છે ?

(A) મેક-ઇન-ઇન્ડિયા

(B) સ્ટાર્ટ અપ ઇન્ડિયા

(C) ડિજીટલ ઇન્ડિયા

(D) સ્વચ્છ ભારત અભિયાન

ઉત્તર:- (B) સ્ટાર્ટ અપ ઇન્ડિયા

(7) બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંસ્થા.

(A) રોજગાર વિનિમય કેન્દ્ર

(B) શ્રમ મંત્રાલય

(C) મોડેલ કેરિયર સેન્ટર

(D) ગ્રામ પંચાયત

ઉત્તર:- (A) રોજગાર વિનિમય કેન્દ્ર

std10 social science ch17


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર-1 ભારતનો વારસો

પ્ર-2 ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિતકલા

પ્ર – 3 ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય

પ્ર – 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્ર – 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વારસો

પ્ર – 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો

પ્રકરણ-7 આપણા વારસાનું જતન

પ્રકરણ – 8 કુદરતી સંસાધનો

પ્રકરણ-9 વન અને વન્યજીવ સંસાધન

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ -10 ભારત – કૃષિ


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1 MCQ-2

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-1 :- જોડકાં જોડો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1  સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1MCQ

ધોરણ – 10 સામાજિક વિજ્ઞાન : પ્રકરણ – ૮ કુદરતી સંશાધનો :- સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-૮ કુદરતી સંશાધનો :- જોડકાં જોડો.જમીન અને તેમા થતા પાક

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 2
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 1

બોર્ડની વાર્ષિક પરીક્ષાનુ નમૂનાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

માર્ચ-૨૦૨૦ માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.


STD 10 QUESTIONS PAPER GUJARATI MEDIUM CLICK HERE


ધો.10 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં

 

 

 

 

 

 

 

Plz share this post

Leave a Reply