ધો.10,ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના તમામ 40 વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ (શૈક્ષણિક વર્ષ 2020/21 માટે જ )

કોવિડ -૧૯ ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ – ૨૦૨૦-૨૧ માં સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ -૯ થી ધોરણ -૧૨ ના અભ્યાસક્રમમાં ૩૦ % જેટલો ઘટાડો કરવામાં આવેલ છે . તેમજ પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે .

જે મુજબ ધોરણ -૯ , ૧૦ , ૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને 30 % કરેલ છે . જે અગાઉ ૨૦ % જેટલું હતું .

ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અગાઉની જેમ જ પ્રશ્નપત્રોમાં ૫૦ % બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો અને પ ૦ % વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવેલ છે .

ધોરણ -૯ થી ૧૨ માં પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવનાર છે . ઉક્ત ફેરફાર અન્વયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -૧૦ અને ૧૨ ના મુખ્ય ૪૦ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ , ગુણભાર તથા નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલા છે .

ધો.10,ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના તમામ 40 વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ (શૈક્ષણિક વર્ષ 2020/21 માટે જ ) ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post

Leave a Reply