ધોરણ 10 ગુજરાતી પ્રકરણ – 19 એક બપોરે

std 10 gujarati ch19

ધોરણ 10 ગુજરાતીમાં પ્રકરણ – 19 એક બપોરે (std 10 gujarati ch19) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 19 એક બપોરે

કવિનુ નામ :- રાવજી પટેલ

કાવ્યનો પ્રકાર :- ઊર્મિકાવ્ય

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1.નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

std 10 gujarati ch19

(1) ખેતરના શેઢે શું બન્યું હતું ?

(A) બળદ થાકીને બેસી ગયા હતા.

(B) સારસી ઊડી ગઈ હતી.

(C) વરસાદ તૂટી પડ્યો હતો.

(D) ગળા સમું ઘાસ ઊગી ગયું હતું.

ઉત્તર :- (B) સારસી ઊડી ગઈ હતી.

(2) કવિ કયા વૃક્ષ નીચે બેઠા હતા ?

(A) બાવળ

(B) બોરડી

(C) આંબો

(D) મહુડી

ઉત્તર :- (D) મહુડી

2.એક – એક વાક્યમાં ઉત્તર આપો.

std 10 gujarati ch19

(1) ઢોચકીમાં છાશ પાછી રેડવાનું કવિ કોને કહે છે ?

ઉત્તર :- માને

(2) કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે ?

ઉત્તર :- 

3.નીચેના પ્રશ્નનો બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો.

std 10 gujarati ch19

(1) કવિ ક્યાં સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માગે છે ?

ઉત્તર :- આખું આકાશ ભલે રેલાઈ જાય. તેમના ગળા સુધી ઘાસ ભલે ઊગી જાય, અર્થાત જીવનના અંત સુધી કવિ મહુડીની છાંય તળે પડી રહેવા માગે છે.

4.નીચેના પ્રશ્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો.

(1) સારસીના ઊડી જવાથી કવિ ઉપર થયેલી અસર તમારા શબ્દોમાં લખો.

ઉત્તર :- કવિ ગ્રામજીવન સાથે સંકળાયેલા છે. ખેતર, શેઢો, સારસી, ભાથું, મહુડીના છાંયે કરાતો આરામ, બળદ, હળ વગેરે તેમના જીવનમાં વણાયેલાં છે. એમાં અચાનક પોતાના ખેતરના શેઢેથી સારસી ઊડી જતાં કવિ વ્યાકુળ થઈ જાય છે. કવિને ક્યાંય ચેન પડતું નથી એટલે તે બપોરે જમવા માટે ઢોચકીમાંથી કાઢેલી છાશને ફરી ઢોચકીમાં રેડી દેવાનું અને રોટલા બાંધી દેવાનું એમની માને કહે છે. હવે તેમને ખાવામાંય રસ રહ્યો નથી. જમ્યા પછી ચલમ ફૂંકવામાં જે મજા આવતી હતી તેમાં પણ તેમને કસ જણાતો નથી. કેવળ શૂન્યમનસ્ક થઈને તેને મહુડીની છાંય નીચે પડ્યા રહેવું છે. ભલે આકાશમાંથી તડકો રેલાઈ જાય, ગળા સુધી ઘાસ ઊગે તોપણ તેમને એની પરવા નથી. હવે તો બળદને હળે જોતરવાની પણ ના પાડી દે છે. સારસીના પ્રતીક દ્વારા તે પ્રતિબિંબિત થાય છે.

(2) ગ્રામજીવનમાં ખેતર-વાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો.

ઉત્તર :- ગ્રામજીવનમાં ખેતર-વાડી ખેડૂતનું સારસર્વસ્વ ગણાય છે. સવારે નાહી-ધોઈ નાસ્તો કરીને ખેડૂત પોતાને ખેતરે જવા નીકળી પડે. બપોર સુધી ખેતરમાં બળદને હળ સાથે જોતરી કામ કરે. બપોર થતાં જ પત્ની ભાથું લઈને આવી હોય. બંને સાથે બેસીને છાશ રોટલો જમે. સાથે ડુંગળીનો દડો કે લસણની ચટણી હોય. થોડી વાર મહુડીને છાંયે આરામ કરે. બળદને પણ હળમાંથી છૂટા કર્યા હોય. બળદ પણ આમતેમ ફરે, ઘાસ ચરે અને થોડી વાર એ પણ આરામ કરી લે. ખેતરની એક બાજુ પાણીનો પંપ ચાલતો હોય. શેરડી ઊગી હોય, તો શેરડીનો કોલુ પણ ફરતો હોય. એક બાજુ ગોળ તૈયાર થતો હોય, તો બીજી બાજુ શેરડીનો રસ નીકળતો હોય. આવનાર મહેમાનોને સોના જેવો પીળો ગોળ ખાવા આપે અને આદુ-લીંબુ નાખીને શેરડીના રસ પાય. આ રીતે મહેમાનોનું સ્વાગત કરે. નાનાં બાળકો વડવાઈ પર ઝૂલતા હોય. આવું સુંદર દશ્ય તો ગામડાનાં ખેતરોમાં જ જોવા મળે.


◊વ્યાકરણ વિભાગ◊

♦સમાનાર્થી શબ્દ♦

શેઢો – બે ખેતરની વચ્ચેની હદનો ખુલ્લો મુકેલો પટ્ટો

♦તળપદા શબ્દો♦

ઢોચકી – દોણી, માટીનું વાસણ

ભારવેલો – ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો

લ્યા – એલા, અલ્યા

અગની – અમિ

સમું – સમાન

તળે – નીચે

નંઈ – નહીં

છાંય –  છાંયડો


આ ઉપરાંત  નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ધો.9 થી 12 ની પરીક્ષાઓમાં આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) કરવાનો હોય છે.જેના 4 કે 5 ગુણ હોય છે.આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) ભાગ – ૧ , ૨ માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૧

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૨

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

Plz share this post

Leave a Reply