std 10 gujarati ch24

std 10 gujarati ch24

ધોરણ 10 ગુજરાતીમાં પ્રકરણ – 24 ઘોડીની સ્વામીભક્તિ (std 10 gujarati ch24) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 24 ઘોડીની સ્વામીભક્તિ

લેખકનુ નામ :- જોરાવરસિંહ જાદવ

સાહિત્યપ્રકાર :- લોકકથા

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1.નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

std 10 gujarati ch24

(1) આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી ?

(A) ખદડ

(B) રેવાળ

(C) ઉભડક

(D) ઠેકતી

ઉત્તર :- (B) રેવાળ

(2) ઢેલ જેવી જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી ચંત્યા શાની ? આ વાકય કોણ બોલે છે?

(A) ગામ લોકો

(B) મામા

(C) ગણેશની બા

(D) આંબા પટેલ

ઉત્તર :- (D) આંબા પટેલ

2. એક-એક વાકયમાં ઉત્તર આપો.

std 10 gujarati ch24

(1) ‘પટલાણીની દીકરી થૈ ને મને મોળું ઓહાણ આલો છો?”- આ વાત આંબા પટેલ કોને કહે છે?

ઉત્તર :- પત્નીને

(2) ‘શેત્રુંજી જેવી સાત નદિયું આડી ચ્યમ નથી પડી?”- આ વાકય કોણ બોલે છે?

ઉત્તર :- આંબા પટેલ

3.નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાકયોમાં ઉત્તર આપો.

std 10 gujarati ch24

(1) આંબા પટેલને મણાર શા માટે જવું પડયું ?

ઉત્તર :- આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેશો કહેવડાવ્યો હતો કે ભાણેજને માલૂમ થાય કે જે કામ કરતા હોય તે પડતા મૂકીને મણા૨ (ગામ) આવીને રોટલા શિરાવજો. મામાનો આ સંદેશો સાંભળીને આંબા પટેલને મણાર જવું પડ્યું.

(2) પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવનદાન મળ્યું ?

ઉત્તર :- કાંઠા સુધી પહોંચેલી ઢેલ ઘોડીએ જાણ્યું કે તેની પીઠ પર આંબા પટેલ નથી એટલે નસકોરાં ફુલાવતી પૂરમાં ડૂબતા આંબા પટેલને શોધવા નીકળી. સડસડાટ કરતી આંબા પટેલ સુધી પહોંચી. ઘોડીને જોતાં જ આંબા પટેલ તેના ગળે વળગી પડ્યા અને ચતુર ઘોડી આંબા પટેલને લઈ પાણીના વહેણને ફંગોળતી ફંગોળતી મહામુસીબતે કાંઠે આવી. આ રીતે ઢેલ ઘોડીને કારણે પૂરમાં ડૂબતા આંબા પટેલને જીવનદાન મળ્યું.

4.નીચેના પ્રશ્નનો સાત-આઠ લીટીમાં જવાબ આપો.

std 10 gujarati ch24

(1) ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો.

ઉત્તર : આંબા પટેલ ઢેલ ઘોડી પર સવાર થઈને મામાને ત્યાંથી પોતાને ઘેર જવા ઉપડ્યા. ચોમાસાના દિવસો હતા. વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આંબા પટેલ શેત્રુંજી નદી ઓળંગીને સામે પા૨ કેમ જવું એની વિમાસણમાં હતા. મામાને ત્યાં પાછા જવાય તેમ નહોતું અને ઘેર પહોંચ્યા વિના છૂટકો નહોતો, એમ વિચારીને આંબા પટેલે કેડ્યે બાંધીને ઘોડીને એડી મારી અને ઘોડી છલાંગ મારી શેત્રુંજી નદીમાં ખાબકી; પરંતુ નદીમાં પાણીનું વહેણ પુષ્કળ હતું.

ઢેલ ઘોડી તો જેમતેમ કરીને કાંઠા સુધી પહોંચી ગઈ, પણ ઘોડીને જાણ થઈ કે તેનો માલિક પાણીમાં રહી ગયો છે એટલે ઘોડી નસકોરાં ફુલાવતી સહેજ પણ રોકાયા વિના પાણીમાં ખાબકીને ધણીને શોધવા નીકળી. તે વખતે આંબા પટેલ પાણીમાં તણાતા હતા. તરવામાં તેમની એક પણ કારી ફાવતી નહોતી. તેમનામાં હિંમત રહી નહોતી. ત્યાં તો સડસડાટ કરતી ઘોડી આંબા પટેલની નજીક પહોંચી. ઘોડીને જોતાં જ આંબા પટેલમાં હિંમત આવી અને સઘળી તાકાત એકઠી કરીને ઘોડીને વળગી પડ્યા. ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો. પાણીમાં ફંગોળાતી ફંગોળાતી ઘોડી મહામુસીબતે નદીના કાંઠે આવી.

આમ, જાતવાન ઘોડીએ પોતાના ધણીનો જીવ બચાવ્યો. ઢેલ ઘોડી જાતવાન હતી. ઘોડીએ સંકટ સમયે પોતાના ધણીને બચાવીને તેના પ્રત્યેની વફાદારી અને ખાનદાની દર્શાવી.


◊વ્યાકરણ વિભાગ◊

♦સમાનાર્થી શબ્દ♦

માવજત – સંભાળ

આગંતુક – આવી ચડેલું

ઓલાદ – સંતાન(અહીં) જાત

છાતીસલો – હિંમતવાળો

ગોહિલવાડ – કાઠિયાવાડનો ભાવનગર રાજ્યનો ભાગ

ઝોક – નેસડાનો ઢોર બેસતાં હોય તે ભાગ, ઘેટાં-બકરાંનો વાડો

અહૂરવેળા – કસમય, અસૂરવેળા

ગજર ભાંગવો – એક પ્રહર પૂરો થવો

મઝરો મઝરો –  ઝાંખો ઝાંખો

હમચી ખૂંદવી – (અહીં) થોડી તાનમાં આવી ઊછળકૂદ કર તે

અનરવો – માંદો

હડિયાપાટી – દોડાદોડી, દોડધામ કરવી

ગદરો – ગારો, કાદવ

ધરાહાર – ધરાર, બિલકુલ

બગદાટી – ધબધબાટી

કાહરી ફાવવી – પ્રયત્ન સફળ થવો

હરેરી જવું – નાહિંમત થવું

♦તળપદા શબ્દો♦

ખોરડું – માટીની ભીંત કે ગારવાળું નાનું મકાન

સંધાય – બધાં, સૌ

બકોરવું – બોલાવવું

મૂલવવું – કિંમત આંકવી

જડવું – હાથ લાગવું, મળી આવવું

રેવાળ – ઊછળે નહિ છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ

ભોં – ભોંય

સંધેવો – સંદેશો

ઓહાણ – ખયાલ યાદી

વાવડ – સમાચાર, સગડ

વાળું – સાંજ પછીનું ભોજન

ચંત્યા – ચિંતા, ફિકર

વાંહે – પાછળ

સડપ – ઝડપથી, એકદમ

હવારે – સવારે

મોહુંઝણું – પરોઢિયાનો સમય

સોમાહું – ચોમાસું, વરસાદના દિવસો

ભરૂહો – ભરોસો

બિકાળવા – બીક લગાડે તેવાં (અહીં)બીકણ

લગણ – લગી

ઘોડયે – ની જેમ

સળાવો – (વીજળીનો)ચમકારો

મઉ થઈ જવું – ભૂખથી ટળવળતું (અહીં)ખૂબ ભૂખ લાગવ

ગણ – ગુણ

♦રૂઢિપ્રયોગ♦

સોંસરવું નીકળવું – મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું

આંખો ફાટી જવી – આશ્ચર્યચકિત થઈ જવું

પેટ દેવું – મનની વાત કહેવી

હડી કાઢવી – દોટ મૂકવી

એકના બે ન થવું – વાત પર મક્કમ રહેવું

બે ઘોડે વાટ જોવી – આતુરતાથી રાહ જોવી

જીવતરનાં દાન દેવાં – કુરબાન થઈ જવું

મોળું ઓહાણ આપવું – માણસ નાહિંમત બને, ઢીલો પડે એવું કહેવું

અર્ધઅર્ધા થવું – ચિંતાતુર થવું

એકના બે ન થવું – મક્કમ રહેવું

ખાટુંમોળું થવું – બગડી જવું

♦શબ્દસમૂહ માટે એક શબ્દ♦

દળી – ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન

તંગ – ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો

પેંગડું – ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડું

ગમાણ્ય – ગમાણ, ઢોરની નીરણ માટે આડું લાકડું રાખી કરેલી જગા

જોગાણ – ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ


આ ઉપરાંત  નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ધો.9 થી 12 ની પરીક્ષાઓમાં આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) કરવાનો હોય છે.જેના 4 કે 5 ગુણ હોય છે.આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) ભાગ – ૧ , ૨ માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૧

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૨

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

Plz share this post

Leave a Reply