std 10 gujarati ch23

std 10 gujarati ch23

ધોરણ 10 ગુજરાતીમાં પ્રકરણ – 23 લઘુકાવ્યો : દુહા-મુક્તક-હાઈકુ (std 10 gujarati ch23) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 23 લઘુકાવ્યો : દુહા-મુક્તક-હાઈકુ

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1.નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

std 10 gujarati ch23

(1) કવિ કયાં જવાની ના પાડે છે ?

(A)  આવકાર મળે ત્યાં

(B) આદર મળે ત્યાં

(C) આંખોમાં સ્નેહ દેખાય ત્યાં

(D) આવકારો ન મળે ત્યાં

ઉત્તર :- (D) આવકારો ન મળે ત્યાં

(2) શું બનવું દુર્લભ છે ?

(A) કુલદીપક

(B) દેશદીપક

(C) વીર

(D) મહાન

ઉત્તર :- (A) કુલદીપક

2. એક વાકયમાં ઉત્તર આપો.

std 10 gujarati ch23

(1) કવિની દૃષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું ?

ઉત્તર :- જવાબદારીવાળો

3. બે-ત્રણ વાકયોમાં ઉત્તર આપો.

std 10 gujarati ch23

(1) મુરલી ઠાકુરને આંગણું મોટું શા માટે લાગે છે?

ઉત્તર:-  ખોરડું નાનું છે, બહાર મજાનું આંગણું છે. સૂર્યનો ઉજાસ ચારે બાજુ ફેલાય છે. કવિની ચેતના એ ઉજાસને ઝીલે છે. ચેતના સ્વયં વિસ્તાર પામે છે, તેથી ઓરડાની બહારનું આંગણું કવિને મોટું લાગે છે.

4.સાત-આઠ લીટીમાં ઉત્તર આપો.

std 10 gujarati ch23

(1) પ્રથમ મુકતકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે? વિસ્તારથી સમજાવો.

ઉત્તર :- પ્રથમ મુક્તકમાં કવિ એ વાતની ચેતવણી આપે છે કે જગતમાં કદી હાર જ ન હોય અને સુખ એ દુઃખનો કોઈ પ્રકાર જ ન હોય એમ માનવું નહિ. માનવીનું જીવન એક ગતિશીલ ચક્ર જેવું છે. એની સાથે હાર અને જીત તથા સુખ અને દુઃખ સંકળાયેલાં છે. જગતમાં એવો કોઈ મુગટ બન્યો જ નથી જેને માથા પર મૂકતાં એનો ભાર ન લાગે. એટલે જેના માથે મુગટ હોય તેના માથે અનેકગણી જવાબદારી હોય છે. એ જવાબદારી એને નિભાવવી જ પડે છે. મુગટ કાંઈ માત્ર શોભા માટે નથી.

(2)પંક્તિઓ સમજાવો.

‘‘સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,

ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી.’’

ઉત્તર :-  આ પંક્તિઓમાં કવિએ હાથમાં દેખાતી રેખાઓના આધારે જીવનમાં સફળતા શોધવાનો પ્રયત્ન કરતા પ્રારબ્ધવાદીઓ ઉપર કટાક્ષ કર્યો છે. જગતમાં અનેક માણસો એવા છે જે એમ માને છે કે પ્રારબ્ધ(નસીબ)માં સુખ, સમૃદ્ધિ, સફળતા લખાયાં હશે તો મળશે. તેઓ ભાગ્યોદયની રાહ જોતા નિષ્ક્રિય બેસી રહે છે. તેમની આ સંકુચિત વિચારસરણીને પડકારતાં કવિ કર્મનું અને પુરુષાર્થનું મહત્ત્વ સમજાવે છે. જેમ કોઈ આર્કિટેક્ટે કોઈ ઇમારત બાંધવા માટે નકશો દોરી આપ્યો, પણ એ નકશો કાંઈ રહેવા માટેની ઇમારત બની જતી  નથી. ઇમારત બનાવવા માટે એનું ચણતર કરવું પડે છે. એ માટે પુરુષાર્થ કરવો પડે છે. કેવળ હસ્તરેખા પર ભરોસો રાખીને બેસવાથી સાચી સફળતા મળતી નથી.


◊વ્યાકરણ વિભાગ◊

♦સમાનાર્થી શબ્દ♦

દુર્લભ – મુશ્કેલીથી મળે તેવું,દુષ્પ્રાપ્ય

અંશી – જેનો તે ચોક્કસ અંશ છે તેવું

મેહ – વરસાદ, મેઘ

જગત – વિશ્વ

મુગટ –  તાજ(અહીં) સત્તા, જવાબદારી

ભાર – બોજ

આંગણ – ઘરના બારણા સામેની ખુલ્લી જગ્યા, ફળિયું

♦તળપદા શબ્દો♦

કો – કોઈક

નેહ – સ્નેહ

હોલાવું – હોલવવું

♦વિરુદ્ધાર્થી શબ્દો♦

દુર્લભ × સુલભ

આદર × અનાદર


આ ઉપરાંત  નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ધો.9 થી 12 ની પરીક્ષાઓમાં આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) કરવાનો હોય છે.જેના 4 કે 5 ગુણ હોય છે.આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) ભાગ – ૧ , ૨ માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૧

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૨

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

Plz share this post

Leave a Reply