ધોરણ 10 ગુજરાતી પ્રકરણ – 6 વાઇરલ ઇન્ફેક્શન

std 10 gujarati ch6

ધોરણ 10 ગુજરાતીમાં પ્રકરણ – 6 વાઇરલ ઇન્ફેક્શન (std 10 gujarati ch6) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 6 વાઇરલઇન્ફેક્શન

લેખકનુ નામ :- ગુણવંત શાહ

સાહિત્યપ્રકાર :- નિબંધ

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1.નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.std-10-gujarati-ch6

(1) એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઇ માંદું પડે તો શું કરતા?

(A) દવાખાને જતા

(B) ડૉક્ટર પાસે જતા

(C) દાક્તરને સજા કરતા

(D) ખબર કાઢવા જતા

ઉત્તર: (C) દાક્તરને સજા કરતા

(2) હૉસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે ?

(A) હૉસ્પિટલ દર્દીઓથી ઊભરાતી હોય તેનાથી

(B) હૉસ્પિટલના મોટાભાગના ખાટલા ખાલી પડી રહેવાથી

(C) રંગ – બેરંગી લાઇટ કરવાથી

(D) ફૂલોથી શણગારવાથી

ઉત્તર: (B) હૉસ્પિટલના મોટાભાગના ખાટલા ખાલી પડી રહેવાથી

2. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો.std-10-gujarati-ch6

(1) ખાવા-પીવાની બાબતમાં કોણ બેદરકાર છે?

ઉત્તર:ભણેલા અને અભણ લોકો

(2) ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા, તે પાઠના આધારે જણાવો.

ઉત્તર:વિવેકાનંદ

3. નીચેના પ્રશ્નોના બે – ત્રણ વાક્યોમાં ઉત્તર આપો.std-10-gujarati-ch6

(1) લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે?

ઉત્તર:કીડિયારાની જેમ ઓ.પી.ડી. પુષ્કળ દર્દીઓથી ઊભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે. અનાથઆશ્રમમાં બાળકોની અને ઘરડાંઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે.

(2) લેખકનામતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જશે?

ઉત્તર: લેખકના મતે ઘરમાં મા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જશે.

4. નીચેના પ્રશ્નોના સાત – આઠ લીટીમાં જવાબ આપો.std-10-gujarati-ch6

(1) આરોગ્ય જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો.

ઉત્તર:આરોગ્યની જાળવણી માટે માણસોએ નિયમિતપણે આરોગ્યસંબંધી કોઈ ફરિયાદ ન હોય, તોપણ ડૉક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ, વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ. ગંદકીને કારણે રોગ ન ફેલાય એ માટે પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ.

તમાકુના ગુટકા, સિગારેટ વગેરે વ્યસનોથી દૂર રહેવું જોઈએ, કેમ કે એની સીધી અસર આરોગ્ય પર પડે છે. કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે એ માટે ખાવામાં સંયમ રાખવો જરૂરી છે. મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે, કેમ કે મનની પ્રસન્નતા પાચનશક્તિને જાળવે છે.

માણસે હસવાની ટેવ પાડવી જોઈએ. ભજનાનંદ અને પ્રાર્થનાથી તાણ ઓછી થાય છે. જીવનમાં દાવપેચ રમવાથી કે છળકપટ કરવાથી પણ શરીર સ્વસ્થ રહેતું નથી. એનાથી દૂર રહેવું જરૂરી છે. આરોગ્યની જાળવણી માટેનો અકસીર ઉપાય ‘લવ થેરપી’ છે.

(2) લેખકે સૂચવેલાં સામાજિક જાગૃતિનાં પગલાં જણાવો.

ઉત્તર:લેખકે સામાજિક જાગૃતિ અંગે કેવાં પગલાં લેવાં તેનાં કેટલાંક સૂચનો કર્યાં છે. પ્રજામાં મોટા પાયે મહામારી જેવા રોગ ન ફેલાય એ માટે સૌપ્રથમ હૉસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે. અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડાંઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી.તમાકુના ગુટકા, ધૂમ્રપાન, વગેરે વ્યસનો આરોગ્ય માટે નુકસાનકારક છે અને રોગનું મૂળ કારણ ગરીબી અને ગંદકી છે. વ્યસનો વ્યક્તિ તેમજ સમાજના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ વાત પ્રજા સમજે એવી પરિસ્થિતિ સમાજે ઊભી કરવી જોઈએ.


◊વ્યાકરણ વિભાગ◊

♦સમાનાર્થી શબ્દ♦

બેદરકાર – કાળજી વગરનું

મથવું – મહેનત કરવી (અહીં) પ્રયત્ન કરવો

વાઈરલ – રોગ પેદા કરનાર અતિસૂક્ષ્મ જંતુવાળું

સાધના – સાધવું તે

નીરોગી – તંદુરસ્ત,આરોગ્યમય

પ્રહાર – ધા

કાર્ડિયોગ્રામ – હૃદયના ધબકારા આલેખતું યંત્ર

સંકટ – આપત્તિ,આફત

અહંકાર – અભિમાન

સાઈકીએટ્રિસ્ટ – મનોચિકિત્સક

♦તળપદા શબ્દો♦

વછૂટી જવું – નીકળી જવું (અહીં) રેબઝેબ થઈ જવું

♦વિરુદ્ધાર્થી શબ્દો♦

માંદું x સાજું

અસહ્ય × સહ્ય

સ્વીકાર x અસ્વીકાર

સ્વસ્થ x અસ્વસ્થ

સ્થૂળ × સૂક્ષ્મ

ગંદકી x સ્વચ્છતા

સ્વચ્છ x અસ્વચ્છ

♦રૂઢિપ્રયોગ♦

સૂગ હોવી – ચીતરી ચડવી

મનના મેલા હોવું – ખરાબ દાનતના હોવું

♦શબ્દસમૂહ માટે એક શબ્દ♦

વ્યંગમાં કહેવું તે – કટાક્ષ

જેની કોઈ સંભાળ રાખનાર નથી – અનાથ

જેને કોઈ રોગ નથી – નીરોગી


આ ઉપરાંત  નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ધો.9 થી 12 ની પરીક્ષાઓમાં આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) કરવાનો હોય છે.જેના 4 કે 5 ગુણ હોય છે.આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) ભાગ – ૧ , ૨ માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૧

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૨

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

 

Plz share this post

Leave a Reply