std 10 science ch9 ધો.10 વિજ્ઞાન પ્ર – 9 આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ

std 10 science ch9

ધો.10 વિજ્ઞાન પ્ર – 9 આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ સ્વાધ્યાય (std 10 science ch9) પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 143

std 10 science ch9

1. જો એક ‘લક્ષણ A’ અલિંગી પ્રજનનવાળી વસતિમાં 10 % સભ્યોમાં જોવા મળે છે અને ‘લક્ષણ B’ તેની વસતિમાં 60 સજીવોમાં મળી આવે છે, તો કયું લક્ષણ પહેલાં ઉત્પન્ન થયું હશે?

ઉત્તર : અલિંગી પ્રજનન કરતી વસતિમાં લક્ષણ B ધરાવતી વસતિ 60 % છે. તેથી લક્ષણ B, લક્ષણ A કરતાં પહેલાં ઉત્પન્ન થયું હશે.

કારણ કે, અલિંગી પ્રજનન કરતી વસતિઓમાં DNA પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે નવા લક્ષણ ઉત્પન્ન થવાની સંભાવના ખૂબ ઓછી રહે છે. તેથી ‘લક્ષણ A’ અલિંગી પ્રજનનવાળી વસતિમાં પછીથી ઉત્પન્ન થયું હરશે.

2. ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે?

ઉત્તર : જાતિમાં ભિન્નતાઓની ઉત્પત્તિ DNA પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે કે લિંગી પ્રજનન દરમિયાન થાય છે. → ભિન્નતાઓની પ્રકૃતિના આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારનો લાભ મળે છે. → લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો પર્યાવરણનાં પરિબળો સામે અનુકૂલન સાધી વધારે યોગ્ય રીતે અસ્તિત્વ ટકાવી રાખે છે. → લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો તેમની સંખ્યાનો વધારો કરે છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 147

std 10 science ch9

1. મેન્ડલના પ્રયોગો દ્વારા કેવી રીતે સમજી શકાય કે લક્ષણ પ્રભાવી અથવા પ્રચ્છન્ન હોય છે.?

ઉત્તર : મેન્ડલે શુદ્ધ ઊંચા (TT) અને શુદ્ધ નીચા (tt) છોડ વચ્ચે પરપરાગનયન/સંકરણ પ્રયોગ યોજ્યો અને F1 પેઢીમાં બધા ઊંચા (T t) છોડ મેળવ્યા.

આ દર્શાવે છે કે, જનીનની એક જ નકલ છોડને ઊંચા બનાવવા માટે પર્યાપ્ત છે. તે પરથી કહી શકાય કે એક લક્ષણ તેના વૈકલ્પિક સ્વરૂપની હાજરીમાં વ્યક્ત થાય છે. આ પ્રભાવી લક્ષણ છે. અને તેની હાજરીમાં વ્યક્ત ન થતું વૈકલ્પિક લક્ષણ પ્રચ્છન્ન છે.

2. મેન્ડલના પ્રયોગો દ્વારા કેવી રીતે સમજી શકાય કે વિવિધ લક્ષણો સ્વતંત્ર રીતથી આનુવંશિક હોય છે.?

ઉત્તર : મેન્ડલે વટાણાના છોડ પર દ્વિસંકરણ પ્રયોગ કર્યો.

ગોળ બીજ ધરાવતા ઊંચા છોડ સાથે ખરબચડાં બીજ ધરાવતા નીચા છોડનું સંકરણ કરાવતાં F1 , પેઢીમાં બધા છોડ ગોળ બીજ ધરાવતા ઊંચા જોવા મળ્યા. F1 સંતતિમાં સ્વપરાગનયન કરાવતાં F2 પેઢી મળી. F2 પેઢીમાં પિતૃ સંયોજન સાથે નવા સંયોજન ધરાવતા છોડ મળ્યા. કેટલાંક ગોળ બીજ ધરાવતા નીચા છોડ અને કેટલાંક ખરબચડા બીજ ધરાવતા ઊંચા છોડ મળ્યા.

તેઓ અર્થ બીજનો આકાર અને છોડની ઊંચાઈ આ બે લક્ષણોનું નિયમન કરતા કારકો (જનીનો) પુનઃસંયોજન પામી F2 પેઢીમાં નવો સંયોજનો રચે છે. આથી ગોળાકાર/ખરબચડાં હોય અને ઊંચા/નીચા છોડનાં લક્ષણો સ્વતંત્ર રીતથી આનુવંશિક હોય છે.

3. એક પુરુષનું રુધિરજૂથ A છે. તે એક સ્ત્રી કે જેનું રુધિરજૂથ ૦ છે, તેની સાથે લગ્ન કરે છે. તેમની પુત્રીનું રુધિરજૂથ ૦ છે. શું આ વિધાન પર્યાપ્ત છે કે જો તમને કહેવામાં આવે કે ક્યા વિકલ્પ રુધિરજૂથ A અથવા ૦ પ્રભાવી લક્ષણ માટે છે? તમારા જવાબનું સ્પષ્ટીકરણ આપો.

ઉત્તર : ના, આપેલી માહિતી એ કહેવા માટે પર્યાપ્ત નથી કે A અથવા O રુધિરજૂથ પ્રભાવી છે. કારણ કે, રુધિરજૂથનું લક્ષણ જનીન વડે નિયંત્રિત છે અને પિતૃમાંથી આનુવંશિક થાય છે.

પુત્રીમાં રુધિરજૂથ O છે અને તે માટેના જનીનની બે નકલો પૈકી એક પિતામાંથી અને બીજી માતામાંથી આનુવંશિક થાય છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 150

std 10 science ch9

1. તે કઈ વિવિધ રીતો છે કે જેના દ્વારા એક વિશેષ લક્ષણવાળા વ્યક્તિગત સજીવોની સંખ્યા, વસતિમાં વધારો કરી શકે છે?

ઉત્તર : વિશેષ લક્ષણવાળા સજીવોની સંખ્યાનો વસતિમાં વધારો નીચેની રીતે થાય છે. (1) પ્રાકૃતિક પસંદગી – ઉત્તરજીવિતતાના લાભ સાથે ઉદ્વિકાસની દિશા સૂચવે. (2) આનુવંશિક વિચલન – કોઈ પણ અનુકૂલન વગર ભિન્નતા ઉત્પન્ન થાય અથવા દુર્ઘટનાવશ જનીન આવૃત્તિમાં ફેરફાર થાય.

2. એક એકલા સજીવ દ્વારા ઉપાર્જિત લક્ષણ સામાન્યત: આગળની પેઢીમાં આનુવંશિકતા પામતો નથી. કેમ?

ઉત્તર : એક એકલા સજીવ દ્વારા ઉપાર્જિત લક્ષણ સામાન્યત: આગળની પેઢીમાં આનુવંશિકતા પામતો નથી, કારણ કે બિનપ્રજનનીય દૈહિક પેશીમાં થતા ફેરફાર જનનકોષોના DNA માં દાખલ થતા નથી અને તેથી સંતતિમાં વારસાગમન પામતો નથી.

3. વાઘની સંખ્યામાં થતો ઘટાડો આનુવંશિકતાના દૃષ્ટિકોણથી શા માટે ચિંતાનો વિષય છે?

ઉત્તર : વાઘની સંખ્યામાં થતો ઘટાડો આનુવંશિકતાના દૃષ્ટિકોણથી ચિંતાનો વિષય છે, કારણ કે જો તેઓ લુપ્ત થઈ જાય તો આ જાતિના જનીનો કાયમી ગુમાવી દેવાશે. ભવિષ્યમાં આ જાતિને પુનઃજીવિત કરવાની કોઈ શક્યતા રહેશે નહીં.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 156

std 10 science ch9

1. બે જાતિઓના ઉદ્દિકાસીય સંબંધને નક્કી કરવા માટેની એક લાક્ષણિકતાનું ઉદાહરણ આપો.

ઉત્તર : બે જાતિઓના ઉદ્વિકાસીય સંબંધને નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાતી લાક્ષણિકતાનું ઉદાહરણ સમમૂલક અંગો છે.

ઉભયજીવી, સરીસૃપ, પક્ષી અને સસ્તનમાં ઉપાંગો વિવિધ કાર્ય કરવા માટે રૂપાંતરિત થવા છતાં ઉપાંગોની આધારભૂત સંરચના એકસમાન હોય છે.

2.એક પતંગિયાની પાંખ અને ચામાચીડિયાની પાંખને સમજાત અંગ કહી શકાયછે? કેમ અથવા કેમ નહી?

ઉત્તર :- ના, તેમને સમજાત અંગ કહી શકાય નહી, કારણ કે પતંગિયાની પાંખ અને ચામાચીડિયાની પાંખનુ કાર્ય સમાન છે, પરંતુ બન્નેની પાંખની રચના, તેમનુ બંધારણ અને ઉત્પત્તિ સમાન નથી. તેથી તેમને સમજાત અંગ નહી, પરંતુ સમરૂપ અંગ કહી શકાય.

3.અશ્મી શુ છે? તે જૈવ ઉદ્વિકાસની ક્રિયા વિશે શુ દર્શાવે છે?

ઉત્તર :-  ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા વનસ્પતિ કે પ્રાણી શરીરના અંગો કે તેમની છાપ પૃથ્વીના પેટાળમાંથી રક્ષણ પામેલા અવશેષરૂપે મળી આવે તેને અશ્મિ કે જીવાવશેષ કહે છે. → અશ્મીઓ ઉદ્વિકાસના સીધા પુરાવા છે. પૃથ્વીની સપાટી નજીક આવેલા જીવાશ્મ વધુ ઊંડાઈના સ્તરમા મળી મળેલા જીવાશ્મની સાપેક્ષે તાજેતરના છે. → અશ્મીઓના અભ્યાસ પરથી પ્રાચીન અને વર્તમાન સજીવો વચ્ચે ઉદ્વિકાસીય સંબંધ શોધી શકાય છે. → અશ્મીઓ પ્રાચીન સજીવોની તેમજ તે સમયગાળાની પણ માહિતી આપે છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 158

std 10 science ch9

1. આકાર, કદ, રૂપ-રંગમાં ભિન્ન દેખાતા માનવો એક જ જાતિના સભ્ય છે. તેનું કારણ શું છે?

ઉત્તર :- બધા માનવો પર્યાવરણીય પરિબળો અને પ્રજનન દરમિયાન જનીનોનાં નવાં સંયોજનોને કારણે આકાર, કદ, રૂપ-રંગમાં એકબીજાથી ભિન્ન દેખાય છે.

પરંતુ તે બધા હોમો સેપિયન્સ માનવજાતિના સભ્યો છે અને આફ્રિકામાં સામાન્ય પૂર્વજમાંથી ઉદ્રિકાસ પામ્યા છે. તેઓ પરસ્પર આંતરપ્રજનન દ્વારા પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે. આ બાબત એક જ જાતિના સભ્ય માટે સૌથી અગત્યનો માપદંડ છે.

2. ઉદ્રિકાસના આધારે શું તમે જણાવી શકો છો કે જીવાણુ, કરોળિયો, માછલી અને ચિમ્પાન્ઝીમાં કોનું શારીરિક બંધારણ ઉત્તમ છે? તમારા ઉત્તરની સમજૂતી આપો.

ઉત્તર : ઉદ્વિકાસના આધારે ચિમ્પાન્ઝીનું શારીરિક બંધારણ ઉત્તમ છે, કારણ કે અન્ય ત્રણ સજીવોની સાપેક્ષે ચિમ્પાન્ઝીની શરીરરચના વધારે સુવિકસિત અને જટિલ કક્ષાની છે. તે પર્યાવરણ સાથે વધુ અનુકૂલિત છે.

સ્વાધ્યાય પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 157

std 10 science ch9

1. મેન્ડલના એક પ્રયોગમાં ઊંચો વટાણાનો છોડ જેના પુષ્પ જાંબલી રંગના હતા. તેનું સંકરણ નીચા વટાણાના છોડ કે જેના પુષ્પ સફેદ રંગના હતા, તેની સાથે કરાવવામાં આવ્યું. તેમની સંતતિના બધા જ છોડમાં પુષ્પ જાંબલી રંગના હતા, પરંતુ તેમાંથી અડધોઅડધ છોડ નીચા હતા. આ પરથી કહી શકાય કે ઊંચા પિતૃછોડની આનુવંશિક રચના નીચેના પૈકી એક હતી.

(a) TTWW (b) Ttww (c) TtWW (d) TtWw

ઉત્તર : (c) TtWW

2. સમજાત અંગો કે સમમૂલક અંગોનું ઉદાહરણ છે.

(a) આપણો હાથ અને કૂતરાનું અગ્રઉપાંગ (b) આપણા દાંત અને હાથીના દાંત (c) બટાટા અને ઘાસનું પ્રરોહ (d) આપેલ તમામ

ઉત્તર : (d) આપેલ તમામ

3. ઉદ્વિકાસીય દૃષ્ટિકોણથી આપણી કોની સાથે વધારે સમાનતા છે?

(a) ચીનનો વિદ્યાર્થી (b) ચિમ્પાન્ઝી (c) કરોળિયો (દ) જીવાણુ

 ઉત્તર : (a) ચીનનો વિદ્યાર્થી

 4. એક અભ્યાસ પરથી જાણી શકાયું કે આછા રંગની આંખોવાળાં બાળકોના પિતૃ (માતા-પિતા) ની આંખો પણ આછા રંગની હોય છે. તેના આધારે શું આપણે કહી શકીએ કે આંખોના આછા રંગનું લક્ષણ પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે? તમારા જવાબની સમજૂતી આપો.

ઉત્તર : ના. આપેલી માહિતી આધારે કહી શકાય નહીં કે, આંખોના આછા રંગનું લક્ષણ પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે, કારણ કે આંખોના રંગના બે વૈકલ્પિક લક્ષણ આછા રંગ અને કાળા રંગ વચ્ચેના સંકરણના પરિણામ આ બાબત નક્કી કરવા માટે જરૂરી છે.

5. જૈવ-ઉદ્વિકાસ અને વર્ગીકરણના અભ્યાસક્ષેત્ર કઈ રીતે પરસ્પર સંબંધિત છે?

ઉત્તર : જાતિઓના જૈવ-ઉદ્વિકાસનો ક્રમ તેમનાં લક્ષણોને આધારે સમૂહ બનાવીને નક્કી કરી શકાય છે. સજીવોને તેમની સમાનતાઓને આધારે સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જો બે જાતિઓ વચ્ચે વધુ લક્ષણો સામાન્ય હોય, તો તેઓ વધુ નજીક સંકળાયેલી છે અને નજીકના ભૂતકાળમાં સામાન્ય પૂર્વજમાંથી તેમનો ઉદ્વિકાસ થયો છે.

આમ, નજીકના સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓના નાના સમૂહ, પછી દૂરના પૂર્વજ ધરાવતા મોટા સમૂહ તૈયાર કરવામાં આવે, તો જૈવ-ઉદ્વિકાસ અને વર્ગીકરણ અભ્યાસ-ક્ષેત્રને પરસ્પર સાંકળી શકાય છે.

6. સમજાત અને સમરૂપ અંગો ઉદાહરણ આપી સમજાવો.

ઉત્તર : સમજાત અંગો :- ઉત્પત્તિ તેમજ સંરચનાની દષ્ટિએ એકસમાન, પરંતુ કાર્યની દૃષ્ટિએ ભિન્ન હોય તેવાં અંગોને સમજાત અંગો કહે છે.

ઉદાહરણ:- દેડકા, ગરોળી, પક્ષી અને મનુષ્યનાં ઉપાંગો

સમરૂપ અંગો:- સરખો દેખાવ અને સમાન કાર્ય કરતાં પરંતુ પાયાની સંરચના અને ઉત્પત્તિની દષ્ટિએ તદ્દન જુદાં હોય તેવાં અંગોને સમરૂપ અંગો કહે છે.

ઉદાહરણ :- ચામાચીડિયાની પાંખ અને પક્ષીની પાંખ

8 ઉદ્ઘિકાસીય સંબંધ સ્થાપિત કરવા માટે જીવાશ્મ કે અશ્મીનું શું મહત્ત્વ છે?

ઉત્તર : → અશ્મીઓ ઉદ્વિકાસના સીધા પુરાવા છે. પૃથ્વીની સપાટી નજીક આવેલા જીવાશ્મ વધુ ઊંડાઈના સ્તરમા મળી મળેલા જીવાશ્મની સાપેક્ષે તાજેતરના છે. → અશ્મીઓના અભ્યાસ પરથી પ્રાચીન અને વર્તમાન સજીવો વચ્ચે ઉદ્વિકાસીય સંબંધ શોધી શકાય છે. → અશ્મીઓ પ્રાચીન સજીવોની તેમજ તે સમયગાળાની પણ માહિતી આપે છે.

9. કયા પુરાવાને આધારે આપણે કહી શકીએ છીએ કે જીવની ઉત્પત્તિ અજૈવિક પદાર્થોમાંથી થઈ છે?

ઉત્તર : સ્ટેનલી એલ . મિલર અને હેરાલ્ડ સી . ઉરે  ઇ.સ. 1953 માં  એક પ્રયોગમાં આદિ પૃથ્વીના વાતાવરણ જેવું સમાન વાતાવરણ કૃત્રિમ રીતે નિર્માણ કર્યું.

તેમાં તેમણે એમોનિયા, મિથેન, હાઇડ્રોજન અને પાણીની વરાળ વગેરે અણુઓ સંયોજનો લીધા, પરંતુ ઑક્સિજનની ગેરહાજરી રાખી. આ મિશ્રણને 100° C થી થોડા ઓછા તાપમાને રાખ્યું અને આ વાયુ મિશ્રણમાં વિદ્યુત તણખાઓ ઉત્પન્ન કરવામાં આવ્યા. એક અઠવાડિયા પછી, 15 % કાર્બન સરળ કાર્બનિક સંયોજનોમાં રૂપાંતરિત થયા. તેમાં પ્રોટીન અણુઓનું નિર્માણ કરતા એમિનો ઍસિડ પણ હતા.

10. “અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વધારે સ્થાયી હોય છે.’’ સમજાવો. આ લિંગી પ્રજનન કરનારા સજીવોના ઉદ્વિકાસને કેવી રીતે પ્રભાવિત કરે છે?

ઉત્તર : (1) અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન વધારે દશ્ય ભિન્નતાઓ સર્જે છે, કારણ કે લિંગી પ્રજનનમાં દરેક પેઢીમાં પૂર્વઅસ્તિત્વ ધરાવતા બે પિતૃના DNA ની નકલોનું સંયોજન પ્રાપ્ત થાય છે.

(2) જનનકોષોના નિર્માણમાં અર્ધસૂત્રીભાજન દરમિયાન જનીનોનાં નવાં સંયોજનો રચાય છે. લિંગી પ્રજનન દરમિયાન વધારે દૃશ્ય ભિન્નતાઓમાંથી પ્રાકૃતિક પસંદગી દ્વારા કેટલીક અનુકૂલિત ભિન્નતાઓની પસંદગી થાય છે. જ્યારે અલિંગી પ્રજનનમાં સંતતિઓ તેમના પિતૃની આબેહૂબ નકલો હોય છે. આથી લિંગી પ્રજનનમાં ઉત્પન્ન થતી ભિન્નતાઓ સ્થાયી થઈ સંચય પામે છે અને ઉદ્વિકાસને પ્રેરે છે.

11 સંતતિ કે બાળપેઢીમાં નર અને માદા પિતૃઓ દ્વારા આનુવંશિક યોગદાનમાં સરખી ભાગીદારી કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય છે?

ઉત્તર : નર અને માદા પિતૃઓ અનુક્રમે નર જનનકોષો (શુક્રકોષો) અને માદા જનનકોષો (અંડકોષો) ઉત્પન્ન કરે છે. તેમ બિનપ્રજનનકોષો વાનસ્પતિક કોષોની તુલનામાં રંગસૂત્રોની સંખ્યા અને DNA ની માત્રા અડધી હોય છે. બંને પિતૃ નર અને માદાના આ શુક્રકોષ અને અંડકોષ સંમિલન પામી યુગ્મેનજ (ફલિતાંડ) બનાવે છે. ફલિતાંડ નવી સંતતિનો પ્રથમ કોષ છે. આ બાબત સુનિશ્ચિત કરે છે કે ફલિતાંડમાંથી વિકાસ પામતી સંતતિમાં નર અને માદા પિતૃની આનુવંશિક (જનીનિક) ભાગીદારી સરખી છે.

12. માત્ર તે ભિન્નતાઓ જે કોઈ એકલ સજીવના માટે ઉપયોગી હોય છે, વસતિમાં પોતાના અસ્તિત્વને જાળવી રાખે છે. શું તમે આ વિધાન સાથે સંમત છો? શા માટે અથવા શા માટે નહિ?

ઉત્તર : હા. હું આ વિધાન સાથે સંમત છું, કારણ કે સજીવમાં આનુવંશિક (જનીનિક) ભિન્નતા તેને અનુકૂલન સાધવામાં અને જીવિતતા માટે ઉપયોગી નીવડી શકે. આ ઉપરાંત, ઉપયોગી ભિન્નતા ધરાવતા સજીવ પ્રજનન દ્વારા વધુ સંતતિ ઉત્પન્ન કરે અને આ જનીનિક ભિન્નતા વસતિમાં અસ્તિત્વ જાળવી રાખવા મદદરૂપ બને.


વિચાર વિસ્તાર અને નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3

Plz share this post

Leave a Reply