ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-14 પરિવહન : સંદેશા વ્યવહાર અને વ્યાપાર

std10 social science ch14

ધો.10 સામાજિક વિજ્ઞાન ગાઇડ પ્ર – 14 પરિવહન : સંદેશા વ્યવહાર અને વ્યાપાર (std10 social science ch14) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.std10 social science ch14

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો.

std10 social science ch14

(1) રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ટૂંકનોંધ લખો.

ઉત્તર :- 1. રાષ્ટ્રીય ધોરી માર્ગો (National Highways) : તે આર્થિક અને સંરક્ષણની દૃષ્ટિએ દેશના ઉત્તમ કક્ષાના સડક માર્ગો છે.

→ તે દેશનાં અગત્યનાં મહાબંદરો, બંદરો, રાજ્યોનાં પાટનગરો, મોટાં ઔદ્યોગિક અને વ્યાપારી મથકો અને વ્યૂહાત્મક સ્થાનોને જોડે છે.

→ તેનું નિર્માણ અને જાળવણી કેન્દ્ર સરકાર કરે છે.

→ તે મ્યાનમાર, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, ચીન જેવા પાડોશી દેશોને ભારત સાથે જોડે છે.

→ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના એ દિલ્લી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા આ ચાર મહાનગરોને જોડનારી યોજના છે.

→ રાષ્ટ્રીય ધોરી માર્ગોને ક્રમાંક આપવામાં આવ્યા છે, જેમ કે 27, 41, 47, 48, 141, 147 વગેરે નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગો ગુજરાતમાંથી પસાર થાય છે.

→ શ્રીનગરથી કન્યા કુમારીને જોડતો ધોરી માર્ગ નંબર 44 દેશની સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે,

→ જનસંખ્યાની દૃષ્ટિએ દેશમાં ચંડીગઢ, પુચેરી, દિલ્લી, ગોવા વગેરે પ્રદેશોમાં આ માર્ગોની લંબાઈ વધે છે; જ્યારે વધારે વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત વગેરે રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરી માર્ગોની લંબ ઓછી છે.

→ ભારત સરકારે ઈ. સ. 2011માં રાષ્ટ્રીય ધોરી માર્ગના નંબરોમાં ફેરફાર કર્યા છે.

2. રાજ્ય ધોરી માર્ગો (State_Highways) : તે પાટનગરને જિલ્લાનાં મુખ્ય મથકો તથા મહત્ત્વનાં અન્ય શહેરો સાથે સાંકળે છે.

→ આ માર્ગોનું નિર્માણ અને તેમની જાળવણી જે-તે રાજ્ય સરકાર કરે છે.

→ તે રાજ્યના વ્યાપાર અને ઉદ્યોગની દૃષ્ટિએ મહત્ત્વના માર્ગો છે.

3. જિલ્લા માર્ગો (District Roads) : તે જિલ્લાના મુખ્ય મથકને તાલુકા મથકો, ગામડાં, શહેરો અને અન્ય મહત્ત્વનાં સ્થળો સાથે જોડે છે.

→ આ માર્ગોનું નિર્માણ અને તેની જાળવણી જે-તે જિલ્લા પંચાયત કરે છે.

→ ગુજરાતમાં બધા જિલ્લા માર્ગો પાકી સડકો છે.

4. ગ્રામીણ માર્ગો (Village Roads) : ભારતમાં મોટા ભાગના ગ્રામીણ માર્ગો કાચી સડકોવાળા હોવાથી ચોમાસામાં બિનઉપયોગી થઈ જાય છે. તેથી તેમને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પાકી સડકોમાં ફેરવવાનું કામ મોટા પાયા પર શરૂ કરવામાં આવ્યું છે.

→ આ માર્ગોનું નિર્માણ અને તેની જાળવણી જે-તે ગ્રામપંચાયત કરે છે.

5. સરહદી માર્ગો (Border Roads) : ભારતના સરહદી વિસ્તારોનું સંરક્ષણ કરવાના ઉદ્દેશથી આ ક્ષેત્રોમાં ‘સરહદ માર્ગ સંસ્થાન’ (Border Road Organization) દ્વારા સરહદી માર્ગો બાંધવામાં આવ્યા છે.

→ દુર્ગમ ક્ષેત્રોનું નિર્માણ, તેની જાળવણી, માર્ગોમાંથી બફ દૂર કરવો જેવાં કાર્યો પણ તે કરે છે. દેશનો સૌથી વધુ ઊંચાઈ પર તૈયાર કરેલો એક સરહદી માર્ગ હિમાચલ પ્રદેશના મનાલીને જમ્મુ-કશ્મીરના લેહ સાથે જોડે છે.

(2) ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો જણાવો.

ઉત્તર :- ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો નીચે મુજબ છે :

→ જો તમે વિદ્યાર્થી છો અને વાહન ચલાવવા માટેનું લાઇસન્સ ધરાવતા છે નથી, તો તમારે વાહન ચલાવવું ન જોઈએ.

→ અનિવાર્ય હોય તો જ મોટા વાહનને ઓવરટેક કરવું. તે માટે પોતાના વાહનની સિગ્નલ લાઇટથી પૂરો સંકેત આપવો અને આગળ જતા વાહનની જમણી બાજુએથી જ તેને ‘ઓવરટેક’ કરવું.

→ સાઇકલ, સ્કૂટર વગેરે કિચક્રી વાહનો ડાબી બાજુએ જ ચલાવવાં જોઈએ તેનાથી મોટાં અને ઝડપી વાહનો સરળતાથી જમળી બાજુએ જઈ શકશે.

→ વાહનચાલક ચાલુ વાહને મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવો. અનિવાર્ય હોય તો સાઇડ બતાવી વાહનને રસ્તાની ડાબી બાજુએ ઊભું રાખીને પછી જ ફોન પર વાત કરવી.

→ 108, એમ્બ્યુલન્સ અને ફાયરિબોર્ડનાં વાહનોને પહેલાં પસાર થવા દેવા જોઈએ.

→ નજીકનાં સ્થળોએ ચાલીને જાઓ અથવા માઇકલનો ઉપયોગ કરવો.

→ બિનજરૂરી ‘હૉન’ મારવાનું ટાળવું.

→ વાહનચાલક ખૂબ કાળજીપૂર્વક વાહન ચલાવવું કે જેથી અકસ્માત ન થાય.

→ ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરવું.

→ રાત્રે વાહન ચલાવતી વખતે આવશ્યકતા હોય ત્યારે જ ડીપરનો ઉપયોગ કરવો.

→ વાહન ચલાવતી વખતે બે વાહનો વચ્ચે સલામત અંતર રાખવું.

→ નિયત સમયમર્યાદામાં વાહનની જાળવણી અને મરામત કરાવવી.

→ પોતાના વાહનમાં અગ્નિશામક અને પ્રાથમિક સારવારપેટી રાખવી. વાહન ચલાવતાં પહેલાં વાહનમાં પૂરતા ઈંધણની, ટયરમાં હવાના જરૂરી દબાણની તેમજ વાહનમાં કોઈ પાંત્રિક ખામી છે કે નહિ તેની ચકાસણી કરી લેવી. વાહનમાં સ્પેર વ્હીલની વ્યવસ્થા પણ રાખવી.

→ ગાડીમાં બેઠેલ દરેક વ્યક્તિએ સીટબેલ્ટનો અવશ્ય ઉપયોગ કરવો. વાહન પાછળ રેડિયમ પટ્ટી અને રિફ્લેક્ટર લગાવવાં જરૂરી છે,

→ ચાર રસ્તાની નજીક સિગ્નલ પાસે અને રેલવે ફાટક પર ઊભા રહેતાં વાહનોને બંધ કરવા, જેથી ઈંધણનો બચાવ થાય.

→ વાહનચાલકોએ પૂરતી ઊંઘ લેવી જોઈએ.

→ એકમાર્ગીય રસ્તા ઉપર વિરુદ્ધ દિશામાં વાહન ચલાવવું નહિ. .

→ વાહનચાલકે વાહનની બંને બાજુના તેમજ વાહનની વચ્ચેના અરીસાનો ઉપયોગ કરવો.

→ વાહનનું પાર્કિંગ નક્કી કરેલ સ્થળે, અડચણરૂપ ન બને એ રીતે કરવું.

→ વાહનની બ્રેકલાઇટ ચાલુ હોવી જ જોઈએ. જમણી કે ડાબી બાજુએ રસ્તો પસાર કરતી વખતે જે-તે ઇન્ડિકેટર લાઇટનો અવશ્ય ઉપયોગ કરવો.

→ સ્ટેટ હાઈવે તથા એક્સપ્રેસ હાઈવે પર લાઇન હોય તો સ્પીડવાળી ગાડીઓ નિયત કરેલ લેનમાં ચલાવવી જોઈએ. ભારવાષક વાહનો ડાબી બાજુએ ચલાવવાં.

→ માલવાહક વાહનોમાં ઉતારુઓને બેસાડવાં નહિ.

→ વાહન ચલાવતી વખતે ગતિમર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ.

→ અકસ્માત થાય ત્યારે પોતાનું વાહન નિયત લેનમાં રાખી ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવો. રસ્તા પર અકસ્માત જોવ મળે ત્યારે તાત્કાલિક 108 નંબરને જાણ કરવી અને ઘાયલ થયેલ મુસાફરોને તાત્કાલિક સારવાર મળે એવી વ્યવસ્થામાં મદદરૂપ થવું.

→ દ્વિચક્રી વાહનચાલકોએ હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવું.

→ રસ્તા પર વળાંક દેખાય ત્યારે વાહનની ગતિ ઓછી કરવી.

→ શાળા, હૉસ્પિટલ વગેરે ‘નો હૉર્ન’ વિસ્તારમાંથી પસાર થતી વખતે હૉર્ન વગાડવું નહિ તેમજ ગતિમર્યાદા જાળવવી. બમ્પ આવે ત્યારે પણ વાહનની ગતિ ઓછી કરવી.

→ વાહનચાલકે ટ્રાફિક અંગેના બધા નિયમોની જાણકારી મેળવી લેવી.

(3) ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો કયા- કયા છે ?

ઉત્તર :- ઉત્તર : ભારતના આંતરિક જળમાર્ગોની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે :

→ આ પરિવહન સેવા ઉત્તર-પૂર્વ ભારતનાં અસમ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવાં રાજ્યોમાં વધારે છે. દક્ષિજ્ઞ ભારતમાં પણ આંતરિક જળમાર્ગનો વિકાસ થયો છે.

→ જળમાર્ગ તરીકે ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ સૌથી વધુ ઉપયોગી છે.  

→ ભારતમાં સૌથી વધુ વહાણવટું ગંગાની શાખા હુગલીમાં થાય છે.

→ ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો : ભારતમાં પશ્ચિમ બંગાળ, બિહાર, અસમ અને તમિલનાડુ રાજ્યોમાં નદીઓનો જળમાર્ગ તરીકે વધારે ઉપયોગ થાય છે. આ જળમાર્ગોમાં નાની-મોટી સ્ટીમરો ચાલે છે.

→ આંતરિક જળમાર્ગોની જાળવણી માટે સરકારે નીચેના જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગોનો દરજ્જો આપ્યો છેઃ

( 1 ) રાષ્ટ્રીય જળમાર્ગ 1 : ગંગા નદીમાં 1620 કિલોમીટરની લંબાઈનો હલ્દિયા – અલાહાબાદ જળમાર્ગ.

( 2 ) રાષ્ટ્રીય જળમાર્ગ 2 : બ્રહ્મપુત્ર નદીમાં 891 કિલોમીટરની લંબાઈનો ધબ્રી – સાદિયા જળમાર્ગ,

( ૩ ) રાષ્ટ્રીય જળમાર્ગ ૩: પશ્ચિમ કિનારાની 250 કિલોમીટરની લંબાઈનો કોલમ – કોટ્ટાપુરમ જળમાર્ગ.

( 4 ) રાષ્ટ્રીય જળમાર્ગ 4 : ગોદાવરી-કૃષ્ણા નદીમાં 1078 કિલોમીટરની લંબાઈનો કાકીનાડા – પુડુચેરી જળમાર્ગ.

( 5 ) રાષ્ટ્રીય જળમાર્ગ 5 : બ્રહ્માણી નદીમાં 588 કિલોમીટરની લંબાઈનો ગોએનખલી – તાલચે૨ જળમાર્ગ.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :

std10 social science ch14

(1) સમૂહસંચારમાં શાનો સમાવેશ થાય છે ?

ઉત્તર :- સમૂહસંચારમાં બે માધ્યમોનો સમાવેશ થાય છે : (1) મુદ્રિત માધ્યમ – તેમાં વર્તમાનપત્રો, ટપાલ અને પત્રિકાઓનો સમાવેશ થાય છે. (2) ઇલેક્ટ્રૉનિક માધ્યમ – તેમાં આકાશવાણી અને દૂરદર્શનનો સમાવેશ થાય છે.

(2) ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજ-વસ્તુઓ કઈ-કઈ છે ?

ઉત્તર :- ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજવસ્તુઓ કાચું લોખંડ, ઇજનેરી સામાન, સાઇકલ, પંખા, સિલાઈ મશીનો, વાહનો, રેલવેના ડબ્બા, કમ્પ્યૂટર સૉફ્ટવેર, રસાયણો, રત્ન-આભૂષણો, ચામડાં અને ચામડાંનો સામાન, સુતરાઉ કાપડ અને વસ્ત્રો, શણ અને શણનું કાપડ, માછલાં, હસ્તકલાની વસ્તુઓ, ચા, કૉફી, તેજાના અને મસાલાઓ છે.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો.

std10 social science ch14

(1) ગુજરાતમાં રજજુમાર્ગ કયા સ્થળોએ આવેલા છે ?

ઉત્તર :- ગુજરાતમાં પાવાગઢ, સાપુતારા અને અંબાજી ખાતે રજ્જુ માર્ગ (રોપ-વે) આવેલા છે.

(2) વ્યક્તિગત સંચારતંત્રમાં અસરકારક સાધનો કયાં છે ?

ઉત્તર :- ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોન વ્યક્તિગત સંચારતંત્રનાં અસરકારક સાધનો છે.

(3‌) આંતરિક વ્યાપાર કોને કહેવાય છે ?

ઉત્તર :- એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓ બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે અને બીજા રાજ્યમાં ઉત્પાદિત ચીજવસ્તુઓ પોતાના રાજ્યમાં આયાત કરવામાં આવે તેને ‘આંતરિક વ્યાપાર’ કહેવાય છે.

(4) પહેલાંના જમાનામાં સંદેશા વ્યવહાર કેવી રીતે થતો ?

ઉત્તર :- પહેલાંના જમાનામાં ઢોલ વગાડીને, ધુમાડો ઉત્પન્ન કરીને, કબૂતરો અને પશુઓ દ્વારા સંદેશાવ્યવહાર થતો.

4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.

std10 social science ch14

(1) ઍવરેસ્ટના આરોહણ સમયે સામાન ઊંચકવાનું કામ કોણ કરે છે ?

(A) નેપાળી

(B) ભોટિયા

(C) ભૈયાજી

(D) એકપણ નહિ

ઉત્તર :- (B) ભોટિયા

(2) ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ કયો છે ?

(A) 3 નંબર

(B) 8 નંબર

(C) 44 નંબર

(D) 15 નંબર

ઉત્તર :- (C) 44 નંબર

(3) રાષ્ટ્રીય ધોરી માર્ગ નિર્માણની જવાબદારી કોની છે ?

(A) રાજ્ય સરકાર

(B) કેન્દ્ર સરકાર

(C) જિલ્લા પંચાયત

(D) એકપણ નહિ

ઉત્તર :- (B) કેન્દ્ર સરકાર


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર-1 ભારતનો વારસો

પ્ર-2 ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિતકલા

પ્ર – 3 ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય

પ્ર – 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્ર – 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વારસો

પ્ર – 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો

પ્રકરણ-7 આપણા વારસાનું જતન

પ્રકરણ – 8 કુદરતી સંસાધનો

પ્રકરણ-9 વન અને વન્યજીવ સંસાધન

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ -10 ભારત – કૃષિ


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1 MCQ-2

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-1 :- જોડકાં જોડો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1  સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1MCQ

ધોરણ – 10 સામાજિક વિજ્ઞાન : પ્રકરણ – ૮ કુદરતી સંશાધનો :- સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-૮ કુદરતી સંશાધનો :- જોડકાં જોડો.જમીન અને તેમા થતા પાક

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 2
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 1

બોર્ડની વાર્ષિક પરીક્ષાનુ નમૂનાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

માર્ચ-૨૦૨૦ માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.


STD 10 QUESTIONS PAPER GUJARATI MEDIUM CLICK HERE


ધો.10 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં


 

Plz share this post

Leave a Reply