ધો.9 વિજ્ઞાન પ્ર – 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્વ છે?

અહી,ધો.9 વિજ્ઞાન પ્ર – 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્વ છે? (std 9 science ch2) પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 15 std 9 science ch2

1. શુદ્ધ પદાર્થનો અર્થ શું થાય છે ?

ઉત્તર : જે પદાર્થમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેને શુદ્ધ પદાર્થ કહી શકાય.

2. સમાંગ અને વિષમાંગ મિશ્રણ વચ્ચેના તફાવતના મુદ્દાની યાદી બનાવો.

ઉત્તર :

સમાંગ મિશ્રણવિષમાંગ મિશ્રણ
તે એકસમાન સંઘટન ધરાવતું મિશ્રણ છે.તે અસમાન સંઘટન ધરાવતું મિશ્રણ છે.
તેના ભાગો ભૌતિક રીતે અલગ અલગ પડે છે.તેના ભાગો ભૌતિક રીતે અલગ પડતા નથી.
મિશ્ર થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે.મિશ્ર થયા બાદ અલગ અલગ ભૌતિક અવસ્થા ધરાવે છે.
ખાંડ અને પાણી; મીઠું અને પાણી; હવા, આયોડિન અને આલ્કોહોલ વગેરેનું મિશ્રણરેતી અને ખાંડ, મીઠું અને લાકડાનો વહેર, મીઠું અને સલ્ફર, પાણી અને તેલ વગેરેનું મિશ્રણ.
 

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 18 std 9 science ch2

1. સોલ, દ્વાવણ અને નિલંબન એકબીજાથી કઇ રીતે અલગ પડે છે?

સોલદ્વાવણનિલંબન
દ્વાવ્ય કણોનો વ્યાસ 1 nm થી 1000 nm ની વચ્ચે હોય છે.દ્વાવ્ય કણોનો વ્યાસ 1 nm થી ઓછો હોય છે.દ્વાવ્ય કણોનો વ્યાસ 1000 nm થી વધુ હોય છે.
તે સ્થાયી છે.તે સ્થાયી છે.તે સ્થાયી નથી.
તે પ્રકાશકિરણોનુ પ્રકિર્ણન કરે છે.તે પ્રકાશકિરણોનુ પ્રકિર્ણન કરતા નથી.તે પ્રકાશકિરણોનુ પ્રકિર્ણન કરે છે.
દ્વાવ્ય કણો ફિલ્ટર પેપરમાંથી પસાર થાય છે.દ્વાવ્ય કણો ફિલ્ટર પેપરમાંથી પસાર થાય છે.દ્વાવ્ય કણો ફિલ્ટર પેપરમાંથી પસાર થતા નથી.

2. સંતૃપ્ત દ્વાવણ બનાવવા માટે  36 g સોડિયમ ક્લોરાઇડને 293 K  તાપમાને 100 g પાણીમાં ઓગળેલ છે, તો તે તાપમાને દ્વાવણની સાંદ્વતા શોધો.

ઉત્તર : દ્વાવ્ય(સોડિયમ ક્લોરાઇડ)નુ વજન = 36 g

દ્વાવક (પાણી)નુ વજન = 100 g

∴ દ્વાવણનુ વજન = દ્વાવ્યનુ વજન + દ્વાવકનુ વજન

36 g  + 100 g

= 136 g

∴ દ્વાવણની સાંદ્વતા = દ્વાવ્યનુ વજન / દ્વાવણનુ વજન × 100

= 36 / 136 x 100

= 26.47 %

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 24 std 9 science ch2

1.પેટ્રોલ અને કેરોસીન જે એકબીજામાં મિશ્ર થઈ શકે છે, તેના બનાવેલા મિશ્રણને (તેમના ઉત્કલનબિંદુનો તફાવત 25°C કરતાં વધુ છે.) કેવી રીતે અલગ કરશો ?

ઉત્તર : પેટ્રોલ અને કેરોસીન જે એકબીજામાં મિશ્ર થઈ શકે છે, તેના બનાવેલા મિશ્રણને વિભાગીય નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે. 

2. નીચેનાના અલગીકરણ માટે યોગ્ય પદ્ધતિનાં નામ દર્શાવો : (1) દહીંમાંથી માખણ (2) દરિયાના પાણીમાંથી મીઠું (૩) મીઠામાંથી કપૂર

ઉત્તર : (1) દહીંમાંથી માખણ :- સેન્ટ્રિક્યૂગેશન

(2) દરિયાના પાણીમાંથી મીઠું :- બાષ્પીભવન

(૩) મીઠામાંથી કપૂર :- ઊર્ધ્વપાતન

3. કેવા પ્રકારના મિશ્રણોને સ્ફટિકીકરણ દ્વારા અલગ કરી શકાય ?

ઉત્તર :- દરિયાના પાણીમાંથી મીઠું અને દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થોને સ્ફટિકીકરણ દ્વારા અલગ કરી શકાય છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 24 std 9 science ch2

1. નીચેનાને ભૌતિક અથવા રાસાયણિક ફેરફારોમાં વર્ગીકૃત કરો.

ઉત્તર :-

ભૌતિક ફેરફારો :- – ઝાડનું કાપવું. – તવીમાં માખણનું પીગળવું.  – પાણી ઉકાળીને વરાળ બનાવવી. – પાણીમાં સામાન્ય ક્ષાર (મીઠું) ઓગાળવું. – કાચાં ફળો વડે ફૂટસલાડ બનાવવું.

રાસાયણિક ફેરફારો :-  – તિજોરીને કાટ લાગવો. – પાણીમાં વિદ્યુતપ્રવાહ પસાર કરી, પાણીનું હાઇડ્રોજન અને ઑક્સિજન વાયુમાં વિઘટન કરવું. – કાગળ અને લાકડાનું સળગવું.

2. તમારી આસપાસ (ચોપાસ) ની વસ્તુઓને શુદ્ધ પદાર્થો અથવા મિશ્રણોમાં અલગ કરવાનો પ્રયત્ન કરો.

ઉત્તર : શુદ્ધ પદાર્થો :- પાણી, ખાંડ, સોનું, લોખંડ, આલ્કોહોલ

મિશ્રણ :- સ્ટીલ, દૂધ, હવા, ચા, પિત્તળ

સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 28

(1) નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરશો ?

1. સોડિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણમાંથી

2. એમોનિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણમાંથી

3. ધાતુના નાના કણો (ટુકડા) ને મોટરકારના એન્જિન ઑઇલમાંથી

4. જુદા જુદા રંગીન કણોને ફૂલની પાંખડીઓના અર્કમાંથી

5. માખણને દહીંમાંથી

6. તેલને પાણીમાંથી

7. ચાની પત્તીને પીવા માટે બનાવેલ ચામાંથી

8. રેતીમાંથી લોખંડની ટાંકણીઓને

9. ઘઉંના દાણાને ભૂસાં (છોતરા)માંથી

10. માટી (કાદવ) ના બારીક કણોને પાણીમાં નિલંબિત માટીના કણોમાંથી

ઉત્તર : 1. બાષ્પીભવન 2. ઊર્ધ્વપાતન 3. ગાળણ 4. ક્રોમેટોગ્રાફી 5. સેન્ટ્રિક્યુગેશન 6. ભિન્નકારી ગળણી 7. ગાળણ 8. ચુંબકીય અલગીકરણ 9.ઊપણવાથી     10. નિતારણ અને ગાળણ

( 2 ) ચા બનાવવા માટે તમે કયાં કયાં પગલાં લેશો? દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય, ઓગળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગાળણ અને અવશેષ જેવા શબ્દોનો ઉપયોગ કરો.

ઉત્તર : ( 1 ) એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી લઈ તેને ગરમ કરો. ( 2 ) ખાંડને દ્રાવ્ય તરીકે લઈ પાણીમાં ઉમેરો અને ખાંડ સંપૂર્ણ ઓગળે નહીં ત્યાં સુધી ગરમ કરો. ( ૩ ) આથી ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થશે. ( 4 ) ખાંડ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય છે.  ( 5 ) આશરે અડધી ચમચી જેટલી ચાની ભૂકી ઉમેરો, જે પાણી (દ્રાવણ) માં અદ્રાવ્ય છે. ( 6 ) પાત્રમાંના દ્રાવણને ઉકાળો, તેમાં દૂધ ઉમેરી ફરી ગરમ કરો. અહીં દૂધએ દ્રાવણમાં સુદ્રાવ્ય થાય છે. ( 7 ) ગળણી વડે દ્રાવણને ગાળો. ગળણીમાં અદ્રાવ્ય અવશેષ રહેશે, જ્યારે કપમાં ગાળણ (ચા) તૈયાર થશે.

( 3 ) પ્રજ્ઞા ત્રણ જુદા જુદા પદાર્થોની જુદા જુદા તાપમાને દ્રાવ્યતા ચકાસે છે અને નીચે દર્શાવેલા આંકડા એકત્ર કરે છે. (100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલ પદાર્થનું વજન કે જે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે, તે નીચે દર્શાવેલ કોષ્ટકમાં આપેલ છે).

std 9 science ch2

( a ) 313 K તાપમાને 50 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટનું કેટલું દળ જોઈએ?

( b ) પ્રજ્ઞા 353 K તાપમાને પોટેશિયમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને તેને ઓરડાનાં તાપમાને ઠંડું પડવા મૂકે છે. જેમ દ્રાવણ ઠંડું પડશે તેમ તેનું અવલોકન શું હશે? સમજાવો.

( c ) 293 K તાપમાને દર્શાવેલ દરેક ક્ષારની દ્રાવ્યતા શોધો. આ જ તાપમાને કયા ક્ષારની દ્રાવ્યતા સૌથી વધુ હશે?

( d ) ક્ષારની દ્રાવ્યતા પર તાપમાનના ફેરફારની શી અસર થશે?

ઉત્તર : ( a ) 313 K તાપમાને 100 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી પોટૅશિયમ નાઇટ્રેટનું વજન = 62 g

50 g પાણીમાં જરૂરી પોટૅશિયમ નાઇટ્રેટનું વજન = 62 x 50 / 100 = 31 g

( b ) દ્રાવણને ઠંડું પાડતાં પોટૅશિયમ નાઇટ્રેટના સ્ફટિક મળશે.

( c ) 293 K તાપમાને દરેક ક્ષારની દ્રાવ્યતા (પ્રતિ 100 g પાણીમાં) નીચે મુજબ છે :

( i ) પોટેશિયમ નાઇટ્રેટ : 32 g (ii ) સોડિયમ ક્લોરાઇડ : 36 g ( iii ) પોટેશિયમ ક્લોરાઇડ : 35 g ( iv ) એમોનિયમ ક્લોરાઇડ : 37 g

• 293 K તાપમાને એમોનિયમ ક્લોરાઇડની દ્રાવ્યતા સૌથી વધુ હશે.

( d ) જેમ તાપમાન વધે તેમ દ્રાવ્યતામાં વધારો થાય છે.

( 4 ) નીચેના શબ્દો ઉદાહરણ સહિત સમજાવો : 1. સંતૃપ્ત દ્રાવણ 2. શુદ્ધ પદાર્થ ૩. કલિલ 4. નિલંબન

ઉત્તર : 1. સંતૃપ્ત દ્રાવણ : નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય, તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. દા.ત. મીઠાનું સંતૃપ્ત દ્રાવણ

2. શુદ્ધ પદાર્થ : એક જ પ્રકારના કણોના બનેલા પદાર્થને શુદ્ધ પદાર્થ કહે છે. દા.ત.સોનું, ચાંદી.

3. કલિલ : જે વિષમાંગ પ્રણાલીમાં દ્રાવ્ય પદાર્થ (વિક્ષેપિત કલા) એ દ્રાવકમાં (વિક્ષેપિત માધ્યમમાં) વિક્ષેપિત અવસ્થામાં મળે, તો આવા દ્રાવણને કલિલ દ્રાવણ (સોલ) કહે છે. દા.ત. દૂધ, ચીઝ, ધુમાડો, વાદળ વગેરે.

4. નિલંબન : જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં જોવા મળે ત્યારે મળતા દ્રાવણને નિલંબિત (આલંબિત) દ્રાવણ કહે છે. દા.ત. બેરિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ, ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ.

( 5 ) નીચે દર્શાવેલ દરેકને સમાગ કે વિષમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો :

સોડાવૉટર, લાકડું, હવા, જમીન, વિનેગર, ગાળેલી ચા

ઉત્તર : સમાંગ મિશ્રણ : સોડાવૉટર, હવા, વિનેગર, ગાળેલી ચા

વિષમાંગ મિશ્રણ : લાકડું, જમીન

( 6 ) તમને આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે, તે તમે કેવી રીતે નક્કી કરશો ?

ઉત્તર : આપેલ રંગહીન પ્રવાહીનું ઉત્કલનબિંદુ થરમૉમીટર વડે નક્કી કરવામાં આવે છે. જો પ્રવાહીનું ઉત્કલનબિંદુ 100°C (વાતાવરણના દબાણે) મળે, તો તે પુરવાર કરે છે કે આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે. કારણ કે દરેક શુદ્ધ પદાર્થનું ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ નિશ્ચિત જ હોય છે.

( 7 ) નીચેના પૈકી કયા પદાર્થોને શુદ્ધ પદાર્થોના સમૂહમાં મૂકી શકાય છે ?

1. બરફ 2. દૂધ ૩. લોખંડ 4. હાઇડ્રોક્લોરિક ઍસિડ 5. કૅલ્શિયમ ઑક્સાઇડ  6. મરક્યુરી (પારો) 7. ઈંટ 8. લાકડું 9. હવા

ઉત્તર : આપેલ પદાર્થો પૈકી બરફ, લોખંડ, હાઇડ્રોક્લોરિક ઍસિડ, કૅલ્શિયમ ઑક્સાઇડ અને મરક્યુરી (પારો) ને શુદ્ધ પદાર્થોના સમૂહમાં વર્ગીકૃત કરી શકાય.   

( 8 ) નીચે દર્શાવેલા મિશ્રણોમાંથી દ્રાવણોને ઓળખો.

1. માટી 2.દરિયાનું પાણી ૩.હવા 4. કોલસો 5. સોડાવૉટર

ઉત્તર : દ્રાવણો : દરિયાનું પાણી, હવા અને સોડાવૉટર

( 9 ) નીચેના પૈકી કયો પદાર્થ ટિંડલ અસર દર્શાવશે ?

1. મીઠાનું દ્રાવણ 2. દૂધ 3. કૉપર સલ્ફેટનું દ્રાવણ 4. સ્ટાર્ચનું દ્રાવણ

ઉત્તર : આપેલ પદાર્થો પૈકી દૂધ અને સ્ટાર્ચનું દ્રાવણ ટિંડલ અસર દર્શાવશે.

( 10 ) નીચેનાને તત્ત્વ, સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો.

1. સોડિયમ  2. માટી 3. ખાંડનું દ્રાવણ 4. સિલ્વર 5. કૅલ્શિયમ કાર્બોનેટ 6. ટિન 7. સિલિકોન 8. કોલસો 9. હવા 10. સાબુ 11. મિથેન  12. કાર્બન ડાયૉક્સાઇડ 13. રુધિર

ઉત્તર : તત્ત્વ :- સોડિયમ, સિલ્વર, ટિન, સિલિકોન

સંયોજન :- કૅલ્શિયમ કાર્બોનેટ, સાબુ, મિથેન, કાર્બન ડાયૉક્સાઇડ

મિશ્રણ :- માટી, ખાંડનું દ્રાવણ, કોલસો, હવા, રુધિર

( 11 ) નીચેના પૈકી કયા ફેરફારો રાસાયણિક ફેરફારો છે ?

1. છોડની વૃદ્ધિ 2. લોખંડનું કટાવું  ૩. લોખંડની ભૂકી અને રેતીને મિશ્ર કરવા 4. ખોરાકનું રાંધવું 5. ખોરાકનું પાચન 6. પાણીનું ઠરવું 7. મીણબત્તીનું સળગવું

ઉત્તર : આપેલ ફેરફારો પૈકી રાસાયણિક ફેરફારો નીચે મુજબ છે.

1. છોડની વૃદ્ધિ 2. લોખંડનું કટાવું  4. ખોરાકનું રાંધવું 5. ખોરાકનું પાચન 7. મીણબત્તીનું સળગવું


આ ઉપરાંત બીજા પ્રકરણોની લિંક નીચે આપેલ છે.

ધો.9 વિજ્ઞાન પ્ર -1 આપણી આસપાસમાં દ્રવ્ય

ધો.9 વિજ્ઞાન પ્ર – 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્વ છે?

ધો.9 વિજ્ઞાન પ્ર -5 સજીવનો પાયાનો એકમ

ધોરણ 9 વિજ્ઞાન પ્ર – 10 ગુરુત્વાકર્ષણ 

ધો.9 વિજ્ઞાન પ્ર – 14 નૈસર્ગિક સ્ત્રોતો

ધોરણ 9 વિજ્ઞાન પ્ર – 15 અન્નસ્ત્રોતોમાં સુધારણા

Plz share this post

Leave a Reply