ધો.10 વિજ્ઞાન પ્ર – 9 આનુવંશિકતા સ્વાધ્યાય (std 10 science ch8) પાઠયપુસ્તકના Intext તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.
નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.
પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 129
std 10 science ch8
1. જો એક ‘લક્ષણ A’ અલિંગી પ્રજનનવાળી વસતિમાં 10 % સભ્યોમાં જોવા મળે છે અને ‘લક્ષણ B’ તેની વસતિમાં 60 સજીવોમાં મળી આવે છે, તો કયું લક્ષણ પહેલાં ઉત્પન્ન થયું હશે?
ઉત્તર : અલિંગી પ્રજનન કરતી વસતિમાં લક્ષણ B ધરાવતી વસતિ 60 % છે. તેથી લક્ષણ B, લક્ષણ A કરતાં પહેલાં ઉત્પન્ન થયું હશે.
કારણ કે, અલિંગી પ્રજનન કરતી વસતિઓમાં DNA પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે નવા લક્ષણ ઉત્પન્ન થવાની સંભાવના ખૂબ ઓછી રહે છે. તેથી ‘લક્ષણ A’ અલિંગી પ્રજનનવાળી વસતિમાં પછીથી ઉત્પન્ન થયું હરશે.
2. ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે?
ઉત્તર : જાતિમાં ભિન્નતાઓની ઉત્પત્તિ DNA પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે કે લિંગી પ્રજનન દરમિયાન થાય છે. → ભિન્નતાઓની પ્રકૃતિના આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારનો લાભ મળે છે. → લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો પર્યાવરણનાં પરિબળો સામે અનુકૂલન સાધી વધારે યોગ્ય રીતે અસ્તિત્વ ટકાવી રાખે છે. → લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો તેમની સંખ્યાનો વધારો કરે છે.
પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 147
std 10 science ch8
1. મેન્ડલના પ્રયોગો દ્વારા કેવી રીતે સમજી શકાય કે લક્ષણ પ્રભાવી અથવા પ્રચ્છન્ન હોય છે.?
ઉત્તર : મેન્ડલે શુદ્ધ ઊંચા (TT) અને શુદ્ધ નીચા (tt) છોડ વચ્ચે પરપરાગનયન/સંકરણ પ્રયોગ યોજ્યો અને F1 પેઢીમાં બધા ઊંચા (T t) છોડ મેળવ્યા.
આ દર્શાવે છે કે, જનીનની એક જ નકલ છોડને ઊંચા બનાવવા માટે પર્યાપ્ત છે. તે પરથી કહી શકાય કે એક લક્ષણ તેના વૈકલ્પિક સ્વરૂપની હાજરીમાં વ્યક્ત થાય છે. આ પ્રભાવી લક્ષણ છે. અને તેની હાજરીમાં વ્યક્ત ન થતું વૈકલ્પિક લક્ષણ પ્રચ્છન્ન છે.
2. મેન્ડલના પ્રયોગો દ્વારા કેવી રીતે સમજી શકાય કે વિવિધ લક્ષણો સ્વતંત્ર રીતથી આનુવંશિક હોય છે.?
ઉત્તર : મેન્ડલે વટાણાના છોડ પર દ્વિસંકરણ પ્રયોગ કર્યો.
ગોળ બીજ ધરાવતા ઊંચા છોડ સાથે ખરબચડાં બીજ ધરાવતા નીચા છોડનું સંકરણ કરાવતાં F1 , પેઢીમાં બધા છોડ ગોળ બીજ ધરાવતા ઊંચા જોવા મળ્યા. F1 સંતતિમાં સ્વપરાગનયન કરાવતાં F2 પેઢી મળી. F2 પેઢીમાં પિતૃ સંયોજન સાથે નવા સંયોજન ધરાવતા છોડ મળ્યા. કેટલાંક ગોળ બીજ ધરાવતા નીચા છોડ અને કેટલાંક ખરબચડા બીજ ધરાવતા ઊંચા છોડ મળ્યા.
તેઓ અર્થ બીજનો આકાર અને છોડની ઊંચાઈ આ બે લક્ષણોનું નિયમન કરતા કારકો (જનીનો) પુનઃસંયોજન પામી F2 પેઢીમાં નવો સંયોજનો રચે છે. આથી ગોળાકાર/ખરબચડાં હોય અને ઊંચા/નીચા છોડનાં લક્ષણો સ્વતંત્ર રીતથી આનુવંશિક હોય છે.
3. એક પુરુષનું રુધિરજૂથ A છે. તે એક સ્ત્રી કે જેનું રુધિરજૂથ ૦ છે, તેની સાથે લગ્ન કરે છે. તેમની પુત્રીનું રુધિરજૂથ ૦ છે. શું આ વિધાન પર્યાપ્ત છે કે જો તમને કહેવામાં આવે કે ક્યા વિકલ્પ રુધિરજૂથ A અથવા ૦ પ્રભાવી લક્ષણ માટે છે? તમારા જવાબનું સ્પષ્ટીકરણ આપો.
ઉત્તર : ના, આપેલી માહિતી એ કહેવા માટે પર્યાપ્ત નથી કે A અથવા O રુધિરજૂથ પ્રભાવી છે. કારણ કે, રુધિરજૂથનું લક્ષણ જનીન વડે નિયંત્રિત છે અને પિતૃમાંથી આનુવંશિક થાય છે.
પુત્રીમાં રુધિરજૂથ O છે અને તે માટેના જનીનની બે નકલો પૈકી એક પિતામાંથી અને બીજી માતામાંથી આનુવંશિક થાય છે.
સ્વાધ્યાય પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 133
std 10 science ch8
1. મેન્ડલના એક પ્રયોગમાં ઊંચો વટાણાનો છોડ જેના પુષ્પ જાંબલી રંગના હતા. તેનું સંકરણ નીચા વટાણાના છોડ કે જેના પુષ્પ સફેદ રંગના હતા, તેની સાથે કરાવવામાં આવ્યું. તેમની સંતતિના બધા જ છોડમાં પુષ્પ જાંબલી રંગના હતા, પરંતુ તેમાંથી અડધોઅડધ છોડ નીચા હતા. આ પરથી કહી શકાય કે ઊંચા પિતૃછોડની આનુવંશિક રચના નીચેના પૈકી એક હતી.
(a) TTWW (b) Ttww (c) TtWW (d) TtWw
ઉત્તર : (c) TtWW
2. એક અભ્યાસ પરથી જાણી શકાયું કે આછા રંગની આંખોવાળાં બાળકોના પિતૃ (માતા-પિતા) ની આંખો પણ આછા રંગની હોય છે. તેના આધારે શું આપણે કહી શકીએ કે આંખોના આછા રંગનું લક્ષણ પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે? તમારા જવાબની સમજૂતી આપો.
ઉત્તર : ના. આપેલી માહિતી આધારે કહી શકાય નહીં કે, આંખોના આછા રંગનું લક્ષણ પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે, કારણ કે આંખોના રંગના બે વૈકલ્પિક લક્ષણ આછા રંગ અને કાળા રંગ વચ્ચેના સંકરણના પરિણામ આ બાબત નક્કી કરવા માટે જરૂરી છે.
4. સંતતિ કે બાળપેઢીમાં નર અને માદા પિતૃઓ દ્વારા આનુવંશિક યોગદાનમાં સરખી ભાગીદારી કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય છે?
ઉત્તર : નર અને માદા પિતૃઓ અનુક્રમે નર જનનકોષો (શુક્રકોષો) અને માદા જનનકોષો (અંડકોષો) ઉત્પન્ન કરે છે. તેમ બિનપ્રજનનકોષો વાનસ્પતિક કોષોની તુલનામાં રંગસૂત્રોની સંખ્યા અને DNA ની માત્રા અડધી હોય છે. બંને પિતૃ નર અને માદાના આ શુક્રકોષ અને અંડકોષ સંમિલન પામી યુગ્મેનજ (ફલિતાંડ) બનાવે છે. ફલિતાંડ નવી સંતતિનો પ્રથમ કોષ છે. આ બાબત સુનિશ્ચિત કરે છે કે ફલિતાંડમાંથી વિકાસ પામતી સંતતિમાં નર અને માદા પિતૃની આનુવંશિક (જનીનિક) ભાગીદારી સરખી છે.
વિચાર વિસ્તાર અને નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.
Gujarati Nibandhmala
ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1
આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1
આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2
આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3