ધોરણ ૧૦ વિજ્ઞાન વિષય (વિભાગ A)મા Gujarat Board Std 10 Science Important Questions બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા તમામ પ્રકરણોના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો આપવામાં આવ્યા છે.
પ્ર -1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો
(1)નીચે આપેલ પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયા ખોટા છે.?
2PbO(s) + C(s) → 2Pb(s) + CO2(g)
(a) લેડ રિડક્શન પામે છે. (b) કાર્બન ડાયોકસાઇડ ઓક્સિડેશન પામે છે. (c) કાર્બન ઓક્સિડેશન પામે છે. (d) લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે.
(i) (a) અને (b) (ii) (a) અને (c) (iii) (a) , (b) અને (c) (iv) આપેલ તમામ
ઉત્તર : (i) (a) અને (b)
(2)Fe2O3 + 2Al → Al2O3 + 2Fe ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનુ ઉદાહરણ છે.?
(a) સંંયોગીકરણ પ્રક્રિયા (b) દ્વિવિસ્થાપન પ્રક્રિયા (c) વિઘટન પ્રક્રિયા (d) વિસ્થાપન પ્રક્રિયા
ઉત્તર : (d) વિસ્થાપન પ્રક્રિયા
(3)આયર્નના ભુકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શુ થાય છે.? સાચો ઉત્તર લખો.
(a) હાઇડ્રોજન વાયુ અને આયર્ન ક્લોરાઇડ ઉદભવે છે. (b) ક્લોરિન વાયુ અને આયર્ન હાઇડ્રોકસાઇડ ઉદભવે છે. (c) કોઇ પ્રક્રિયા થતી નથી. (d) આયર્ન ક્ષાર અને પાણી બને છે.
ઉત્તર : (a) હાઇડ્રોજન વાયુ અને આયર્ન ક્લોરાઇડ ઉદભવે છે.
પ્ર – 2 એસિડ,બેઇઝ અને ક્ષાર
( 1 ) એક દ્રાવણ લાલ લિટસમને ભૂરુ બનાવે છે. તેની pH લગભગ ………હશે.
(A) 1 (B) 4 (C) 5 (D) 10
ઉત્તર :- (D) 10
( 2 ) એક દ્રાવણ ઇંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે ચુનાના પાણીને દૂધિયુ બનાવે છે, તો દ્રાવણ ……..ધરાવે છે
(A) NaCl (B) HCl (C) LiCl (D) KCl
ઉત્તર :- (B) HCl
( 3 ) 10 mL NaOHના દ્રાવણનું 8 mL આપેલ HClના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે.જો આપણે તે જ NaOH નું 20 mL દ્રાવણ લઇએ, તો તેને તટસ્થીકરણ કરવા માટે HClના દ્રાવણની જરૂરી માત્રા ………. .
(A) 4 mL (B) 8 mL (C) 12 mL (D) 16 mL
ઉત્તર :- (D) 16 mL
( 4 ) અપચાના ઉપચાર માટે નીચેની પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે?
(A) એન્ટિબાયોટિક(પ્રતિજીવી) (B) એનાલ્જેસિક(વેદનાહર) (C) એન્ટાસિડ(પ્રતિએસિડ) (D) એન્ટિસેપ્ટિક(જીવાણુનાશી)
ઉત્તર :- (C) એન્ટાસિડ(પ્રતિએસિડ)
પ્ર – 3 ધાતુઓ અને અધાતુ
1. નીચેની પૈકી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે?
(a) NaCl દ્રાવણ અને કૉપર ધાતુ (b) MgCl2 દ્રાવણ અને ઍલ્યુમિનિયમ ધાતુ (c) FeSO4 દ્રાવણ અને ચાંદી ધાતુ (d) AgNO3 દ્રાવણ અને કૉપર ધાતુ
ઉત્તર :- (d) AgNO3 દ્રાવણ અને કૉપર ધાતુ
2. નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાંતળવાની તવી (Frying Pan) ને કાટ લાગવાથી અટકાવી શકે છે?
(a) ગ્રીઝ લગાવવાની (b) રંગ લગાવવાની (c) ઝિંકનું સ્તર લગાવવાની (d) ઉપર્યુક્ત તમામ
ઉત્તર :- (c) ઝિંકનું સ્તર લગાવવાની
3. એક તત્ત્વ ઑક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊંચું ગલનબિંદુ ધરાવતું સંયોજન આપે છે. આ સંયોજન પાણીમાં પણ દ્રાવ્ય છે. આ તત્ત્વ …… હોઈ શકે.
(a) કૅલ્શિયમ (b) કાર્બન (c) સિલિકોન (d) આયર્ન
ઉત્તર :- (a) કૅલ્શિયમ
4. ખાદ્યપદાર્થના ડબા પર ટીનનું સ્તર લાગે છે નહિં કે ઝિંકનું, કારણ કે
(a) ઝિંક ટીન કરતા મોંઘી છે. (b) ઝિંક ટીન કરતાં ઊંચું ગલનબિંદુ ધરાવે છે. (c ) ઝિંક ટીન કરતાં વધુ સક્રિય છે. (d) ઝિંક ટીન કરતાં ઓછી સક્રિય છે.
ઉત્તર :- (c ) ઝિંક ટીન કરતાં વધુ સક્રિય છે.
પ્રકરણ – 4 કાર્બન અને તેના સંયોજનો
1. ઇથેન અણુનું આણ્વીય સૂત્ર C2H6 છે, તેમાં _______
(a) 6 સહસંયોજક બંધ છે. (b) 7 સહસંયોજક બંધ છે. (c) 8 સહસંયોજક બંધ છે. (d) 9 સહસંયોજક બંધ છે.
ઉત્તર : (b) 7 સહસંયોજક બંધ છે.
2. બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે, જેમાં ક્રિયાશીલ સમૂહ _____
(a) કાર્બોક્સિલિક ઍસિડ (b) આલ્ડિહાઇડ (c) કીટોન (d) આલ્કોહોલ
ઉત્તર : (c) કીટોન
3. ખોરાક રાંધતી વખતે, જો વાસણનાં તળિયાં બહારથી કાળાં થઈ રહ્યાં હોય, તો તેનો અર્થ એ છે કે _____
(a) ખોરાક સંપૂર્ણ રંધાયો નથી. (b) બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. (c) બળતણ ભીનું છે. (d) બળતણ સંપૂર્ણ રીતે દહન પામી રહ્યું છે.
ઉત્તર : (b) બળતણનું સંપૂર્ણ દહન થયું નથી.
પ્ર – 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ
1. આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતાં બદલાતા વલણ વિશે નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી?
(a) તત્ત્વનો ધાત્વીય ગુણ ઘટતો જાય છે. (b) સંયોજકતા ઇલેક્ટ્રૉનની સંખ્યા વધતી જાય છે. (c) પરમાણુઓ સહેલાઈથી તેમના ઇલેક્ટ્રૉન ગુમાવે છે. (d) ઑક્સાઇડ વધુ ઍસિડિક બને છે.
ઉત્તર : (c) પરમાણુઓ સહેલાઈથી તેમના ઇલેક્ટ્રૉન ગુમાવે છે.
2. તત્ત્વ X એ XCl2 સૂત્ર ધરાવતો ક્લોરાઇડ બનાવે છે જે ઊંચું ગલનબિંદુ ધરાવતો ઘન પદાર્થ છે. X મહદંશે એવા સમાન સમૂહમાં હશે કે જેમાં હશે.
(a) Na (b) Mg (c) Al (d) Si
ઉત્તર : (b) Mg
3. કયા તત્વમાં (a) બે કક્ષાઓ છે તથા બન્ને ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલ છે? (b) ઇલેક્ટ્રોન રચના 2, 8, 2 છે? (c) કુલ ત્રણ કક્ષા છે કે જે સંયોજકતા કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન ધરાવે છે? (d) કુલ બે કક્ષા છે કે જે સંયોજકતા કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન ધરાવે છે? (e) બીજી કક્ષામાં પ્રથમ કક્ષા કરતાં બમણા ઇલેક્ટ્રોન છે?
ઉત્તર :- (a) નિયોન (2,8) (b) મેગ્નેશિયમ (2,8,2) (c) સિલિકોન (2,8,4) (d) બોરોન (2,3) (e) કાર્બન (2,4)
પ્ર – 6 જૈવિક ક્રિયાઓ
પ્ર.- 1 મનુષ્યમાં મૂત્રપિંડ એ —– સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે.
ઉત્તર :- (a) ઉત્સર્જન
પ્ર.- 2 વનસ્પતિઓમાં જલવાહક —– માટે જવાબદાર છે.
ઉત્તર :- (b) પાણીના વહન
પ્ર.- 3 સ્વયંપોષી માટે —– આવશ્યક છે.
ઉત્તર :- (d) આપેલ તમામ
પ્ર.- 4 —– માં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોકસાઇડ,પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે.
ઉત્તર :- (b) કણાભસૂત્રો
પ્રકરણ – 7 નિયંત્રણ અને સંકલન
1. નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતઃસ્રાવ છે ?
(a) ઇન્સ્યુલિન (b) ઇસ્ટ્રોજન (c) થાઇરોક્સિન (d) સાયટોકાઇનિન
ઉત્તર :- (d) સાયટોકાઇનિન
2. બે ચેતાકોષોની વચ્ચે આવેલ ‘ખાલી ભાગ’ને _____ કહે છે.
(a) શિખાતંતુ (b) ચેતોપાગમ (c) અક્ષતંતુ (d) આવેગ
ઉત્તર :- (b) ચેતોપાગમ
3. મગજ _____ જવાબદાર છે.
(a) વિચારવા માટે (b) હૃદયના સ્પંદન માટે (c) શરીરનું સમતુલન જાળવવા માટે (d) આપેલ તમામ
ઉત્તર :- (d) આપેલ તમામ
પ્રકરણ – 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?
1. _____ માં અલિંગી પ્રજનન કલિકાસર્જન દ્વારા થાય છે?
(a) અમીબા (b) યીસ્ટ (c) પ્લાઝ્મોડિયમ (d) લેશમાનિયા
ઉત્તર : (b) યીસ્ટ
2. નીચે આપેલ પૈકી ક્યું માનવ માદા પ્રજનનતંત્રનો ભાગ નથી?
(a) અંડાશય (b) ગર્ભાશય (c) શુક્રવાહિકા (d) અંડવાહિની
ઉત્તર : (c) શુક્રવાહિકા
૩. પરાગાશયમાં _____ હોય છે.
(a) વજપત્ર (b) અંડાશય (c) સ્રીકેસર (d) પરાગરજ
ઉત્તર : (d) પરાગરજ
પ્ર – 9 આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ
1. મેન્ડલના એક પ્રયોગમાં ઊંચો વટાણાનો છોડ જેના પુષ્પ જાંબલી રંગના હતા. તેનું સંકરણ નીચા વટાણાના છોડ કે જેના પુષ્પ સફેદ રંગના હતા, તેની સાથે કરાવવામાં આવ્યું. તેમની સંતતિના બધા જ છોડમાં પુષ્પ જાંબલી રંગના હતા, પરંતુ તેમાંથી અડધોઅડધ છોડ નીચા હતા. આ પરથી કહી શકાય કે ઊંચા પિતૃછોડની આનુવંશિક રચના નીચેના પૈકી એક હતી.
(a) TTWW (b) Ttww (c) TtWW (d) TtWw
ઉત્તર : (c) TtWW
2. સમજાત અંગો કે સમમૂલક અંગોનું ઉદાહરણ છે.
(a) આપણો હાથ અને કૂતરાનું અગ્રઉપાંગ (b) આપણા દાંત અને હાથીના દાંત (c) બટાટા અને ઘાસનું પ્રરોહ (d) આપેલ તમામ
ઉત્તર : (d) આપેલ તમામ
3. ઉદ્વિકાસીય દૃષ્ટિકોણથી આપણી કોની સાથે વધારે સમાનતા છે?
(a) ચીનનો વિદ્યાર્થી (b) ચિમ્પાન્ઝી (c) કરોળિયો (દ) જીવાણુ
ઉત્તર : (a) ચીનનો વિદ્યાર્થી
પ્ર – 10 પ્રકાશ – પરાવર્તન અને વક્રીભવન
1. નીચેનાં દ્રવ્યો પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં?
(a) પાણી (b) કાચ (c) પ્લાસ્ટિક (d) ક્લે (માટી)
ઉત્તર : (d) ક્લે (માટી)
[Hint : લેન્સનું દ્રવ્ય પારદર્શક જ હોય. ક્લે (માટી) પારદર્શક નથી.]
2. એક અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી, ચત્તું અને વસ્તુ કરતાં મોટું દેખાય છે. વસ્તુનું સ્થાન ક્યાં હશે?
(a) મુખ્ય કેન્દ્ર અને વક્રતાકેન્દ્રની વચ્ચે (b) વક્રતાકેન્દ્ર પર (c) વક્રતાકેન્દ્રની પાછળ (d) અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે
ઉત્તર : (d) અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે
૩. બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યાં રાખતાં તેનું સાચું અને વસ્તુના પરિમાણ જેટલું જ પ્રતિબિંબ મળે ?
( a ) લેન્સના મુખ્ય કેન્દ્ર પર ( b ) કેન્દ્રલંબાઈ કરતાં બમણા અંતરે ( c ) અનંત અંતરે ( d ) લેન્સના પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે
ઉત્તર : ( b ) કેન્દ્રલંબાઈ કરતાં બમણા અંતરે
4. એક ગોલીય અરીસા અને એક પાતળા લેન્સ દરેકની કેન્દ્રલંબાઈ – 15 cm છે. અરીસો અને લેન્સ કયા કયા પ્રકારના હશે?
(a) બંને અંતર્ગોળ (b) બંને બહિર્ગોળ (c) અરીસો અંતર્ગોળ અને લેન્સ બહિર્ગોળ (d) અરીસો બહિર્ગોળ અને લેન્સ અંતર્ગોળ
ઉત્તર : (a) બંને અંતર્ગોળ
5. અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો પણ પ્રતિબિંબ ચત્તું મળે છે, તો અરીસો હશે.
(a) માત્ર સમતલ (b) માત્ર બહિર્ગોળ (c) માત્ર અંતર્ગોળ (d) સમતલ અથવા બહિર્ગોળ
ઉત્તર : (d) સમતલ અથવા બહિર્ગોળ
(Hint : સમતલ અને બહિર્ગોળ અરીસો બંને વસ્તુ ગમે ત્યાં હોય છતાં પ્રતિબિંબ ચત્તું જ મળે છે.)
6. શબ્દકોશમાં જોવા મળતાં નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેના પૈકી કયો લેન્સ પસંદ કરશો?
(a) 50 cm કેન્દ્રલંબાઈનો બહિર્ગોળ લેન્સ (b) 50 cm કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ લેન્સ (c) 5 cm કેન્દ્રલંબાઈનો બહિર્ગોળ લેન્સ (d) 5 cm કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ લેન્સ
ઉત્તર : (c) 5 cm કેન્દ્રલંબાઈનો બહિર્ગોળ લેન્સ
(Hint : બહિર્ગોળ લેન્સ વસ્તુનું મોટું પ્રતિબિંબ આપે છે. વળી જેમ લેન્સની કેન્દ્રલંબાઈ ઓછી તેમ પ્રતિબિંબની મોટવણી વધુ)
પ્રકરણ – 11 માનવઆંખ અને રંગબેરંગી દુનિયા
(1) આંખના લેન્સની કેન્દ્રલંબાઇમાં ફેરફાર કરીને માનવઆંખ વિવિધ અંતરે રાખેલી વસ્તુઓને જોઇ શકે છે. આવુ _______ ને લીધે થાય છે.
(a) પ્રેસબાયોપીઆ (b) સમાવેશ ક્ષમતા (c) લઘુદ્રષ્ટિ (d) ગુરુદ્રષ્ટિ
ઉત્તર : (b) સમાવેશ ક્ષમતા
(2) માનવઆંખ પોતાના ભાગ _____ પર પ્રતિબિંબ રચે છે.
(a) પારદર્શક પટલ (b) કનીનિકા (આઇરિસ) (c) કીકી (d) નેત્રપટલ (રેટિના)
ઉત્તર :- (d) નેત્રપટલ (રેટિના)
(3) સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિનુ લઘુત્તમ અંતર આશરે _____ હોય છે.
(a) 25 m (b) 2.5 m (c) 25 cm (d) 2.5 m
ઉત્તર :- (c) 25 cm
(4) આંખના લેંસની કેંદ્રલંબાઇમાં ફેરફાર _____ કરે છે.
(a) કીકી (b) નેત્રપટલ (c) સિલિયરી સ્નાયુઓ (d) આઇરિસ
ઉત્તર :- (c) સિલિયરી સ્નાયુઓ
પ્ર – 12 વિદ્યુત
પ્રકરણ – 14 ઊર્જાના સ્ત્રોતો
1. ગરમ પાણી મેળવવા માટે સોલર વૉટર હીટરનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ નહિ ?
(a) તડકાવાળો દિવસ (b) વાદળાવાળો દિવસ (c) ગરમ દિવસ (d) પવનવાળો દિવસ
ઉત્તર : (b) વાદળાવાળો દિવસ
2. નીચેના પૈકી કયું જૈવભાર ઊર્જાસ્રોતનું ઉદાહરણ નથી ?
(a) લાકડું (b) ગોબરગૅસ (c) ન્યુક્લિયર ઊર્જા (d) કોલસો
ઉત્તર : (c) ન્યુક્લિયર ઊર્જા
3. જેટલા ઊર્જાસ્રોતોનો આપણે ઉપયોગ કરીએ છીએ તેમાંથી મોટા ભાગે સંગૃહીત સૌર – ઊર્જાને દર્શાવે છે. નીચેના પૈકી કયો ઊર્જાસ્રોત અંતે સૌર – ઊર્જામાંથી મળેલ નથી?
(a) ભૂતાપીય ઊર્જા (b) પવન – ઊર્જા (c) ન્યુક્લિયર ઊર્જા (d) જૈવભાર
ઉત્તર : (c) ન્યુક્લિયર ઊર્જા
પ્ર – 15 આપણુ પર્યાવરણ
(1) નીચે આપેલ પૈકી ક્યો સમૂહ માત્ર જૈવ – વિઘટનીય પદાર્થો છે ?
(a) ઘાસ, પુષ્પો અને ચામડું (b) ઘાસ, લાકડું અને પ્લાસ્ટિક (C) ફળોની છાલ, કેક તેમજ લીંબુનો રસ (d) કેક, લાકડું તેમજ ઘાસ
ઉત્તર :- (a) ઘાસ, પુષ્પો અને ચામડું (c) ફળોની છાલ, કેક તેમજ લીંબુનો રસ (d) કેક, લાકડું તેમજ ઘાસ
(2) નીચેનામાંથી કોણ આહારશૃંખલાનું નિર્માણ કરે છે ?
( a ) ઘાસ , ઘઉં અને કેરી ( b ) ઘાસ , બકરી અને માનવ ( c ) બકરી , ગાય અને હાથી ( d ) ઘાસ , માછલી અને બકરી
ઉત્તર:- ( b ) ઘાસ , બકરી અને માનવ
(3) નીચે આપેલમાંથી ક્યો પર્યાવરણ પ્રત્યેનો હકારાત્મક અભિગમ દર્શાવે છે ?
( a ) બજાર જતી વખતે સામાન માટે કપડાંની થેલીઓ લઇ જવી . ( b ) કાર્ય સમાપ્ત થવાની સાથે લાઇટ ( બલ્બ ) અને પંખાની સ્વિચો બંધ કરી દેવી . ( c ) માતા દ્વારા , સ્કૂટર પર શાળાએ મૂકવા આવવાને સ્થાને તમારી શાળાએ ચાલતા જવું . ( d ) આપેલ તમામ
ઉત્તર:- ( d ) આપેલ તમામ