ધો.10 સામાજિક વિજ્ઞાન પ્ર – 19 માનવ વિકાસ

std10 social science ch19

ધો.10 સામાજિક વિજ્ઞાન ગાઇડ પ્ર – 19 માનવ વિકાસ (std10 social science ch19) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.std10 social science ch19

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો.

std10 social science ch19

(1) માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય છે ?

ઉત્તર :- ઈ. સ. 2010થી માનવવિકાસ માપવા માટેના નિર્દેશકોની સમજૂતી નીચે પ્રમાણે છે :

1. અપેક્ષિત આયુષ્ય આંક [(Life Expectancy Index – LEI) (સરેરાશ આયુષ્ય)]: અપેક્ષિત આયુષ્ય એટલે દીર્ઘ અને નીરોગી જીવન માટે બાળકના જન્મસમયનું અપેક્ષિત આયુષ્ય. તેમાં મહત્તમ 83.6 વર્ષ અને ન્યૂનતમ 20 વર્ષ નક્કી કરવામાં આવ્યું છે.

→ માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષ છે.

2. શિક્ષણ આંક [(Education Index – EI) (શિક્ષણ- સંપાદન)] : શિક્ષણ આંકના બે પેટાનિર્દેશકો નીચે પ્રમાણે છે :

( i ) શાળાકીય સરેરાશ વર્ષો (Mean Years of Schooling – MYS) એટલે 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલાં વર્ષો.

 → તેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ શૂન્ય વર્ષ નક્કી કરેલ છે.

 → માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ છે.

(ii) અપેક્ષિત શાળાકીય વર્ષો (Expected Years of Schooling – EYS) : 5 વર્ષનું બાળક પોતાના જીવનનાં કેટલાં વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો. તેમાં વધુમાં વધુ 18 વર્ષ અને ઓછામાં ઓછા શૂન્ય વર્ષ નક્કી કરેલ છે.

  → ભારતનાં અપેક્ષિત શાળાકીય વર્ષો 11.7 વર્ષ છે.

3. આવક આંક [(Income Index – II) (જીવન-ધોરણ)]: જીવનનિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલુ પેદાશ- (Gross Domestic Product per capita – GDP)ને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક (Gross National Income per capita-GNI) સાથે જોડવામાં આવે છે.

  → માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $ 5497 અને માથાદીઠ કુલ ઘરેલુ પેદાશ $ 5238 છે.

  → માથાદીઠ આવકની ગણતરી કરવા માટે જે-તે દેશની આવકને યુ.એસ.એ.ના ચલણ મૂલ્યમાં આંકવામાં આવે છે.

  → તે સમખરીદશક્તિ (Purchasing Power Parity) તરીકે ઓળખવામાં આવે છે.

(2) માનવ વિકાસ સામેના પડકારો જણાવો.

ઉત્તર :- માનવવિકાસની પ્રગતિ સામેના મુખ્ય ત્રણ પડકારો છે : 1. સ્વાસ્થ્ય (આરોગ્ય), 2. લૈંગિક સમાનતા (સ્ત્રી-પુરુષ સમાનતા) અને 3. મહિલા સશક્તીકરણ.

1. સ્વાસ્થ્ય (આરોગ્ય) : વ્યક્તિના અંગત, કૌટુંબિક અને સામાજિક જીવન માટે નીરોગી સ્વાસ્થ્યનું ખૂબ મહત્ત્વ છે. તે જીવનની ગુણવત્તા વધારે છે તેમજ તે માનવ-સંસાધન વિકાસનું એક રોકાણ પણ છે.

  → ભારતમાં બાળ-રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને વિવિધ રોગ- વિરોધી રસીઓ આપવાની બાળ-આરોગ્ય અને બાળમૃત્યુમાં નોંધપાત્ર સુધારો થયો છે.

  → સારવારની ઉત્તમ સુવિધાઓને કારણે અનેક નાના-મોટા રોગોને નિર્મૂળ કરી શકાયા છે તેમજ તેમની પર નિયંત્રણ સાધી શકાયું છે.

  → આમ છતાં, પાણીજન્ય રોગો, શ્વસન રોગો તથા કુપોષણે માનવીના સ્વાસ્થ્ય સમક્ષ પડકાર ઊભો કર્યો છે.

  → મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્ત્વોની ખામી, મૂળભૂત ખનીજ તત્ત્વો અને વિટામિન્સની ઊણપે સ્વાસ્થ્ય માટે નવી સમસ્યાઓ ઊભી કરી છે.

  → બાળકો અને સ્ત્રીઓના અપૂરતા વિકાસ માટે પ્રોટીનની ઊણપ જવાબદાર છે.

  → પર્યાવરણીય પ્રદૂષણ અને વાતાવરણમાં ઝેરી પદાર્થોનો ઉદભવ માનવીના રોજિંદા જીવન સમક્ષના નવા પડકારો છે.

  → વધતા શહેરીકરણે ગંદા વસવાટોમાં આરોગ્ય સુવિધાઓની સમસ્યાઓ જન્માવી છે.

2. લૈંગિક સમાનતા (સ્ત્રી-પુરુષની સમાનતા) : ભારતના બંધારો દેશના બધા જ નાગરિકોને સમાનતા અને ન્યાય બક્ષ્યાં છે.

   → ઈ. સ. 2011ની જનગાના મુજબ ભારતની કુલ વસ્તીના 48.46% સ્ત્રીઓ અને 51.54% પુરુષો છે.

   → ભારતમાં સ્ત્રીઓના ઘરેલું કામકાજનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી.

   → દીકરીઓને શૈશવકાળથી જ શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે.

   → સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેમને અનેક સામાજિક કુરિવાજો અને અન્યાયોનો ભોગ બનવું પડે છે.

   → ભારતમાં સ્ત્રીઓને આર્થિક, રાજકીય, સામાજિક, સંસ્કૃિતિક અને ધાર્મિક ક્ષેત્રે તો અનેક નિર્ણયોની પ્રક્રિયામાં અસમાનતા પ્રવર્તે છે.

   → ભારતમાં ઊંચી પદે, ઊંચી આવક, વધુ વેતન અને વધુ લાભ મળે તેવા ઉદ્યાગો અને નોકરીઓમાં પુરુષોનું વર્ચસ્વ છે.

   → ભારતની સંસદ, વિધાનસભાઓ, વરિષ્ઠ અધિકારીઓ, મૅનેજરો, કંપનીઓના ડિરેક્ટરો, વ્યાવસાયિક અને ટેકનિકલ ક્ષેત્ર વગેરેમાં મહિલાઓનું ઓછું પ્રમાણ સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદભાવો સ્પષ્ટ કરે છે. ભારતની સંસદમાં મહિલા સાંસદોનું પ્રમાણ માત્ર 12.2 % જેટલું જ છે.

3. મહિલા સશક્તીકરણની આડેનાં અવરોધક પરિબળો : ભારતનાં મોટા ભાગનાં રાજ્યોમાં વિવિધ ક્ષેત્રે ઊંચાં પદો, ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન મળે એવાં તમામ કામો પર પુરુષોનું વર્ચસ્વ છે.

    → ઘણાં કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે કે બાળઉછેરનું કામ કરે છે. તેનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી.

    → ઉદ્યોગો, સરકારી કે અર્ધસરકારી નોકરીઓમાં પુરુષોનું પ્રભુત્વ છે.

    → સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે અનેક અસમાનતાઓ કે ભેદભાવો પ્રવર્તે છે.

    → ભારતીય કૌટુંબિક જીવનમાં સ્ત્રીઓને બોજારૂપ માનવામાં આવે છે.

    → કુટુંબમાં સ્ત્રીઓને નિર્ણય લેવાની કોઈ સત્તા હોતી નથી.

    → અભ્યાસની તકોમાં અને વ્યાવસાયિક કામોમાં સ્ત્રીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે.

    → સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી સ્ત્રી-કામદારોને પુરુષ- કામદારની તુલનામાં ઓછું વેતન આપતાં, ઓછી જવાબદારીવાળાં અને તેઓ નિપુણ ન બને એવાં કામો ફાળવવામાં આવે છે.

    → સમાજની રૂઢિચુસ્તતા, રિવાજો, માન્યતાઓ, પરંપરાઓ વગેરેને લીધે તેમજ આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને લીધે સ્ત્રીઓને પુરુષો જેટલા અધિકારો મળ્યા નથી. પરિણામે તે સામાજિક કુરિવાજો અને અન્યાયોનો ભોગ બનતી આવી છે.

    → સાક્ષરતાનું નીચું પ્રમાણ સ્ત્રીઓની પ્રગતિને અવરોધે છે.

(3) ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે ?

ઉત્તર :- ભારતમાં મહિલાઓ સાથે નીચે દર્શાવલ પ્રકારે ભેદભાવ જોવા મળે છે :

    → મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે અને બાળઉછેર કરે જેવાં કામો કરે તો તેનો કોઈ હિસ્સો – મૂલ્ય – આર્થિક ઉપાર્જનમાં કે દેશની રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી.

   → મોટા ભાગનાં ભારતીય કુટુંબોમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા આપવામાં આવતી નથી. તેમને અન્યાયનો ભોગ બનવું પડે છે.

   → નાનપણથી જ છોકરીઓના આરોગ્યની પૂરતી કાળજી લેવામાં આવતી નથી. તેથી છોકરીઓના બાળમૃત્યુનો દર ઊંચો રહે છે.

   → ભારતમાં શિક્ષણની તકો અને આર્થિક અધિકારોથી સ્ત્રીઓને વંચિત રાખવામાં આવે છે.

   → ભારતીય સમાજમાં પુત્રજન્મનું વિશેષ મહત્ત્વ છે. પુત્ર માટેની તીવ્ર  ઝંખનાને કારણે સ્ત્રી-ભ્રૂણહત્યાનું પ્રમાણ વધ્યું છે.

   → પુરુષપ્રધાન ભારતીય સમાજમાં શિક્ષણના અભાવે સ્ત્રીઓ પ્રત્યે ઓછો આદરભાવ રાખવામાં આવે છે.

    → ભારતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેમને બાળલગ્ન, પડદાપ્રથા, દહેજપ્રથા અને અન્ય સામાજિક કુરિવાજોનો ભોગ બનવું પડે છે.

    → ભારતીય સમાજમાં દીકરા-દીકરી વચ્ચે કપડાં, રમતો, અભ્યાસની તકો, ખોરાક, હરવું-ફરવું, આચાર-વિચાર અને વ્યવહાર તથા શિખામણ જેવી બાબતોમાં ભેદભાવ રાખવામાં આવે છે.

    → મોટા ભાગની સ્ત્રીઓને માત્ર બાળઉછેર અને ઘરસંભાળ જેવી પ્રવૃત્તિઓ કરાવીને ઘરમાં જ ગોંધી રાખવામાં આવે છે.

    → ભારતનાં મોટા ભાગનાં રાજ્યોમાં ઊંચાં પદો, ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન મળે એવા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોના જ વર્ચસ્વ છે.

     → સંસદ, વિધાનસભાઓ, વરિષ્ઠ અધિકારીઓ, મૅનેજરો, કંપનીઓન ડિરેક્ટરો, વ્યવસાયિક અને ટેક્નિકલ ક્ષેત્રે મહિલાઓનું ઓછું પ્રમાણ વગેરેમાં સ્ત્રી-પુરુષ ભેદભાવ સ્પષ્ટ રીતે જોવા મળે છે.

(4) ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો.

ઉત્તર :- ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી નીચે પ્રમાણે છે :

   → વસ્તીનિયંત્રણ માટે ભારત સરકારે વસ્તીનિયમન નીતિ અને કુટુંબ કલ્યાણનો સ્વૈચ્છિક કાર્યક્રમ અમલમાં મૂક્યાં છે.

   → બાળકોને વિવિધ રોગોથી બચાવવા માટે બાળ-રસીકરણ કાર્યક્રમ અન્વયે તેમને જુદી જુદી રસીઓ આપવામાં આવે છે. જેમ કે, પોલિયો માટે ઓ.વી.પી, ક્ષય માટે બી.સી.જી., ઝેરી કમળા માટે હીપેટાઇટિસ – બી, ડિસ્થેરિયા – મોટી ઉધરસ – ધનુર માટે ડી.પી.ટી. આ ઉપરાંત, બાળકોને ઓરી, અછબડા અને ટાઈફૉઈડ વિરોધી રસીઓ આપવામાં આવે છે.

   → આયોડિન, વિટામિન્સ અને લોહતત્ત્વની ઊણપ માટે કાર્યક્રમો ચલાવવામાં આવે છે.

   → દેશમાંથી પ્લેગ, શીતળા અને પોલિયો જેવા રોગો નિર્મૂળ કરી શકાયા છે.

   → ઓરી, અછબડા, મલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોઢ, ક્ષય, મધુપ્રમેહ (ડાયાબિટીસ), એઇડ્સ જેવા રોગો પર નિયંત્રણ લાવી શકાયું છે.

   → ભારત સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ કાર્યક્રમોને લીધે જન્મદર, મૃત્યુદર અને બાળ-મૃત્યુદરમાં ઘટાડો થયો છે.

   → દેશમાં સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે.

   → દેશના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રાથમિક સારવાર કેન્દ્રો, જાહેર આરોગ્ય કેન્દ્રો અને હૉસ્પિટલો દ્વારા લોકોને સઘન તબીબી સારવાર આપવામાં આવે છે.

(5) ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ-કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે ? સમજાવો.

ઉત્તર :- ગુજરાત સરકારે મહિલા સમાનતા – સશક્તીકરણ માટે નીચે પ્રમાણેની યોજનાઓ અમલમાં મૂકેલ છે :

  → ગુજરાત સરકારે કન્યા-કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા-કેળવણી રથયાત્રા’ જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે.

  → રાજ્યમાં ૩૩ %થી ઓછો સ્ત્રી-સાક્ષરતા દર ધરાવતાં ગામોની અને શહેરી વિસ્તારમાં ગરીબીરેખા નીચે જીવતાં કુટુંબોની દીકરીઓને પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે ‘વિદ્યાલક્ષી બૉન્ડ’ આપવામાં આવે છે.

  → ‘સરસ્વતી સાધના યોજના’ અન્વયે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાઇકલો આપવામાં આવે છે.

  → પોતાના ઘેરથી બહારગામ અભ્યાસ કરવા જતી કન્યાઓને એસ.ટી. બસમાં મફત મુસાફરીની સગવડ આપવામાં આવે છે.

   → રાજ્યની તમામ કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્યના વિકાસ માટે સરકારે ‘સબલા યોજના’ અમલમાં મૂકી છે.

   → સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે ૩૩% અનામતની જોગવાઈ કરી છે.

   → ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને સ્થાન આપવા માટે 50 % અનામતની જોગવાઈ કરવામાં આવી છે.

   → શ્રમજીવી અને નિરાધાર વૃદ્ધ મહિલાઓને પ્રૌઢ વયે જીવનનિર્વાહ માટે પેન્શન આપીને તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવવા સરકારે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના’ અમલમાં મૂકી છે. આ ઉપરાંત, રાજ્યમાં નિરાધાર મહિલાઓના પુનઃસ્થાપન માટેની નાણાકીય સહાય યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે.

   → મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સખીમંડળ દ્વારા સરકાર ‘મિશન મંગલમ્’ યોજના હેઠળ આર્થિક મદદ આપે છે.

   → સરકારે મહિલાઓના આરોગ્ય માટે ‘ઇ-મમતા’ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ મુજબ મોબાઇલ દ્વારા સગર્ભા માતાઓની નોંધણી કરીને તેમને મમતા કાર્ડ આપવામાં આવે છે. પ્રસૂતિ દરમિયાન માતાની સારવાર કરવામાં આવે છે તેમજ નવજાત શિશુને રસીકરણ કાર્યક્રમમાં આવરી લેવામાં આવે છે. આ રીતે માતા અને બાળકની તંદુરસ્તી માટે પ્રયત્નો કરવામાં આવે છે.

   → બેટી બચાવો’ અભિયાન દ્વારા જાતિભેદ (Gender Discrimination) નાબૂદી માટે બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાઓ’ અભિયાન ચલાવવામાં આવે છે.

    → અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સામાન્ય પરિવારોની પ્રસૂતા મહિલાઓને ‘ચિરંજીવી યોજના’ અંતર્ગત પ્રસૂતિ સેવાઓ, લૅબોરેટરી તપાસ, ઑપરેશન વગેરે સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો.

std10 social science ch19

(1) માનવ વિકાસને માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે ?

ઉત્તર:- માનવિકાસને માનવજીવનની નીચેની બાબતો સાથે સંબંધ છે :

     માનવવિકાસને માનવીનાં સુખ-શાંતિ તેમજ આવડત, રસ, રૂચિ અને બુદ્ધિક્ષમતા સાથે સંબંધ છે. આ ઉપરાંત, નીચેની બાબતો સાથે પણ સંબંધ છે :

  → તંદુરસ્તી, નીરોગીપણું, સ્વસ્થ અને દીર્ધાયુ જીવન.

  → શિક્ષણ દ્વારા જ્ઞાનપ્રાપ્તિ.

  → આર્થિક ઉપાર્જનની તકો.

  → ઊંચા જીવનધોરણ માટે કુદરતી સંસાધનોની સમાન રીતે પ્રાપ્તિ.

  → ગુણવત્તાસભર જીવનશૈલી.

  → વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા.

  → માનવઅધિકારોનો ઉપયોગ કરવાની તકો.

(2) ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાને ક્રમિક રીતે જણાવો.

ઉત્તર :- ભારતમાં મહિલાઓને પુરુષ-સમાન દરજ્જો, શિક્ષા, સ્લામતી અને મુળભુત સ્વતંત્રતા મળે એ હેતુથી ઈ. સ. 1980 મહિલાઓને એક સ્વતંત્ર જય માનીને મહિલા વિકાસ સંબંધિત અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે નીચે પ્રમાણે છે :

  → ઈ. સ. 1999માં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહિલા આયોગની રચના

  → ઈ. સ. 2001માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તીકરણ રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી.

  → આ નીતિ મુજબ મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ, રોજગાર, આર્થિક ઉપાર્જન, કલ્યાણ તેમજ સહાયક સેવાઓ અને જાતીય સંવેદનશીલતાનાં ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવે છે.

  → કુટુંબની સ્થાવર મિલકતમાં સ્ત્રીઓને પુરુષ સમાન હિસ્સો મળે એ માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો.

  → ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી અદાલતો સ્થપાઈ છે.

  → મહિલાઓને સામાજિક, કાનુની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે.

  → સરકારી નોકરીઓમાં તેમજ ખાનગી વ્યવસાય અને ઘરનોકર તરીકે કામ કરતી મહિલાઓને જાતીય સતામણી ન થાય અને તેઓ સ્વતંત્ર રીતે કામકાજ કરી શકે એ હેતુથી સરકારે કાયદો બનાવીને તેમને સુરક્ષા આપી છે.

(3) ‘અભયમ્ યોજના’ શું છે ? સમજાવો.

ઉત્તર :‌ ‘181 અભયમ્ યોજના’ – ગુજરાત સરકારે મહિલાઓ માટે અમલમાં મૂકેલી યોજના છે.

   → શારીરિક, માનસિક અને સામાજિક હિંસાથી ત્રસ્ત મહિલા પોતાની સુરક્ષા અને સલામતી તથા વિકાસ માટે મદદ મેળવવા માટે આ હેલ્પલાઇન પર માત્ર એક કૉલ કરીને જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.

(4) આપણી આસપાસમાં જોવા મળતી કઈ કઈ બાબત દેશના માનવ વિકાસ આંકને અસર કરે છે ?

ઉત્તર :- આપણી આસપાસ જોવા મળતી નીચેની બાબતો દેશના માનવવિકાસ આંકને અસર કરે છે :

  → અપૂરતા પોષલવાળી સગર્ભા માતા,

  → ઓછા વજનવાળા બાળકનો જન્મ,

 → કુપોષણવાળું બાળક.

 → આંગણવાડી કે શાળાએ ન જતું બાળક.

 → વાંચતાં-લખતાં ન આવડતું હોય એવું શાળાએ જતું બાળક.

 → અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો હોય એવું બાળક.

 → દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે ન મોકલતાં કુટુંબો.

 → બેરોજગાર શિક્ષિત અને અશિક્ષિત યુવાનો.

 → અકસ્માતમાં અકાળે અવસાન પામતી વ્યક્તિ.

 → ગંભીર બીમારીઓથી પીડાતી વ્યક્તિઓ.

3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો :

std10 social science ch19

(1) માનવ વિકાસ એટલે શું

ઉત્તર :- સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (United Nations Development Programme – UNDP) મુજબ ‘માનવવિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને આવશ્યક જીવનનિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે.’

  → માનવવિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે.

  → દેશનો સર્વાંગીણ વિકાસ સાધીને નાગરિકોના જીવનધોરણની ગુણવત્તાને ઊંચે લઈ જવી તેમજ સો નાગરિકોના જીવનની તમામ તકોનું સર્જન કરવું, જેથી તેઓ સાર્થક, સફળ અને સર્જનાત્મક જીવન જીવી શકે એ માનવવિકાસનો મુખ્ય ઉદ્દેશ છે.

  → દેશના માત્ર આર્થિક વિકાસથી જ માનવવિકાસ થઈ શકે નહિ.

  → માત્ર વ્યક્તિની માથાદીઠ આવક નહિ, પરંતુ આવકનો ઉપયોગ શી રીતે કરવો તેના પર માનવવિકાસ આધારિત છે.

  → માનવવિકાસના ચાર આવશ્યક સ્તંભો છે : (1) સમાનતા, (2) સ્થિરતા, (૩) ઉત્પાદકતા અને (4) સશક્તીકરણ.

(2) માનવ વિકાસ આંકના માપનની નવી પ્રવિધિમાં ક્યા ક્યા નિર્દેશકોનો ઉપયોગ કરાય છે ?

ઉત્તર :- માનવવિકાસ આંક (Human Development Index – HDI) માપનની નવી પ્રવિધિ ઈ. સ. 2010થી અમલમાં આવી છે. આ નવી પ્રવિધિમાં નીચેના ત્રણ નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવે છે :

       1. અપેક્ષિત આયુષ્ય આંક [(Life Expectancy Index – LEI) (સરેરાશ આયુષ્ય)].

       2. શિક્ષણ આંક [(Education Index – EI) (શિક્ષણ- – સંપાદન)].

       3. આવક આંક [(Income Index – II) (જીવનધોરણ)].

(3) માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો માનવ વિકાસ આંક કેટલો અને ક્યા ક્રમે છે ?

ઉત્તર :- માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતનો – માનવવિકાસ આંક 0.609 છે અને ક્રમ 130 છે.

(4) ભારતના ક્યા પડોશી દેશો માનવ વિકાસ આંકમાં ભારતથી આગળ છે ?

ઉત્તર:- ભારતના પાડોશી દેશો શ્રીલંકા, ચીન અને માલદીવ માનવવિકાસ આંકમાં ભારતથી આગળ છે.

(5) બાળ રસીકરણ કાર્યક્રમમાં બાળકોને કઈ-કઈ રસી આપવામાં આવે છે

ઉત્તર :- : બાળ-રસીકરણ કાર્યક્રમમાં બાળકોને પોલિયો માટે ઓ.પી.વી. રસી, ક્ષય માટે બી.સી.જી. રસી, ઝેરી કમળા માટે હીપેટાઇટિસ રસી, ડિસ્થેરિયા – મોટી ઉધરસ – ધનુર માટે ડી.પી.ટી. – રસી તેમજ ઓરી, એમ.એમ.આર. અને ટાઈફૉઈડ વિરોધી રસી આપવામાં આવે છે.

4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :

std10 social science ch19

(1) માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કાર્ય કરે છે ?

     (A) UNESCO

     (B) UNICEF

     (C) FAO

     (D) UNDP

ઉત્તર:- (D) UNDP

(2) નીચેના દેશોમાં સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ ક્યો છે ?

     (A) ભારત

     (B) નાઈઝર

     (C) નોર્વે

     (D) બ્રાઝીલ

ઉત્તર:- (C) નોર્વે

(3) નીચેના દેશોને માનવ વિકાસ આંકમાં ઉતરતા ક્રમે ગોઠવતાં કઈ જોડ સાચી બનશે ?

    (A) ભારત, શ્રીલંકા, નેપાળ, ભુતાન

    (B) શ્રીલંકા, ભુતાન, ભારત, નેપાળ

    (C)શ્રીલંકા, ભારત, ભુતાન, નેપાળ

    (D) શ્રીલંકા, ભારત, નેપાળ, ભુતાન

ઉત્તર:- (C)શ્રીલંકા, ભારત, ભુતાન, નેપાળ

(4) ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ક્યા વર્ષને ઉજવવામાં આવેલ ?

     (A) 1975

     (B) 2002

     (C) 1985

     (D) 1999

ઉત્તર:- (B) 2002

(5) ભારતીય મૂળના ક્યા અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળેલ છે ?

     (A) મહબૂબ ઊલ હક

     (B) અમર્ત્ય સેન

     (C) રવીન્દ્રનાથ ટાગોર

     (D) સી. વી. રામન

ઉત્તર:- (B) અમર્ત્ય સેન

std10 social science ch19


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર-1 ભારતનો વારસો

પ્ર-2 ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિતકલા

પ્ર – 3 ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય

પ્ર – 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્ર – 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વારસો

પ્ર – 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો

પ્રકરણ-7 આપણા વારસાનું જતન

પ્રકરણ – 8 કુદરતી સંસાધનો

પ્રકરણ-9 વન અને વન્યજીવ સંસાધન

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ -10 ભારત – કૃષિ


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1 MCQ-2

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-1 :- જોડકાં જોડો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1  સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1MCQ

ધોરણ – 10 સામાજિક વિજ્ઞાન : પ્રકરણ – ૮ કુદરતી સંશાધનો :- સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-૮ કુદરતી સંશાધનો :- જોડકાં જોડો.જમીન અને તેમા થતા પાક

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 2
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 1

બોર્ડની વાર્ષિક પરીક્ષાનુ નમૂનાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

માર્ચ-૨૦૨૦ માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.


STD 10 QUESTIONS PAPER GUJARATI MEDIUM CLICK HERE


ધો.10 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Plz share this post

Leave a Reply